અંજારમાં દબાણ શાખાએ હિસ્ટ્રીશીટર સુલેમાનના મકાનને તોડી પાડ્યું
અંજાર : રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના આદેશ અનુસાર હિસ્ટ્રીશીટર આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજારના ગંગા નાકા નજીક ઓક્ટ્રોય ચોકી પાસે પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત કાર્યવાહી કરીને હિસ્ટ્રીશીટર સુલેમાન ઉર્ફે બાબાના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું છે.સુલેમાનનો ગુનાહિત ઈતિહાસમાં ચિટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી, શરીર સબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડ સહિત ગુનાઓમાં સંડોવાયેલો છે. નગરપાલિકાએ અગાઉ તેને દબાણ હટાવવાની નોટિસ પાઠવી હતી. પરંતુ તેણે નોટિસનું પાલન ન કરતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેનું પાકું મકાન અને વાડો તોડી પાડવામાં આવ્યાં હતા.
અંજાર - ભુજ રોડ પર ઓકટ્રોય નાકા પાસે આરોપીએ પોતાના મોજ શોખ માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જેમાં બે રૂમ, એક મોટો હોલ બે કિચન, બાથરૂમ, પતરાનો મોટો શેડ જેને તોડી પાડવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓની સાથે પોલીસ અધિકારી વિકાસ યાદવ અને નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
-----

Comments