Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં બાળમજૂરોને કામે રાખનાર ત્રણ પેઢી સામે કાર્યવાહી

24 March


ભુજ : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, ગાંધીધામ-કચ્છ અને બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી ટાસ્કફોર્સ કમિટીના સભ્યો દ્વારા તારીખ ૧૮/૩ના રોજ અંજાર ખાતે સધન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં તરુણ શ્રમયોગીઓને કામે રાખેલ હોય તેવી અલગ અલગ ત્રણ સંસ્થાઓ વિરુદ્ધ લેબર ઓફિસર ગાંધીધામ દ્વારા ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તારીખ ૧૯/૩ના રોજ ભુજ ખાતે સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં એક બાળ શ્રમિકને મુક્ત કરાવી સંસ્થા વિરુદ્ધ લેબર ઓફિસર સી.એમ. ભટ્ટ દ્વારા એફઆઇઆર નોંધાવેલ છે તથા એક સંસ્થામાં એડોલેશન્ટ લેબર કામે રાખેલ હોઇ ચાઈલ્ડ એન્ડ એડોલેશન્ટ લેબર એક્ટ હેઠળ સદર સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લેબર ઓફિસર અને કમિટીના સભ્યો દ્વારા અંજાર તેમજ ભુજ બંને જગ્યાએ બાળ અને તરુણ શ્રમયોગી એક્ટની સમજ આપવામાં આવેલ અને બાળકોને કામે ન રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં જો આ કાયદાનો ભંગ કરવામાં આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવેલ છે. 
-----

Comments

COMMENT / REPLY FROM