Trending News
સ્થાનિક સમાચાર

આશીષની સાથે ગાંધીધામના કયા કિરણની છે ભુંડી ભુમિકા ? 

24 March



આશીષના કાસેઝ ના ૪-પ યુનિટનો કાચો-ચીઠ્ઠોકઢાવો : ભ્રષ્ટ તત્વોથી માંડી ઘણા તાણાવાંણા ખુલશે



કસ્ટમના ભ્રષ્ટ સુધીર-અજીત-ચંદનના ૪ હાથથી જ આશીષ તે વખતે જોનમાં રોઝ ઓઈલના બહાને આચરતો હતો મની લોન્ડરીંગના કૌભાંડો : આશીષના કાસેઝના એક યુનિટમાં તો સ્થાનિક કસ્ટમએ ધાક બેસાડતો કર્યો હતો કેસ જેમાં પાછળથી ડીઆરઆઈ જોતરાઈ જતા બધું જ કુલડીમાં ગોળ ભંગાી ગયો હતો


આશીષ-કિરણ-ગણેશ-મોહન આણી ટોળકીના તે સમયના આયાત-નિકાસના કામોની ફેર ચકાસણીઓ કરો, દસ્તાવેજો ફંફોસો તો કઈક કરોડોના ભોપાળા આવશે બહાર : કિરણના પુછાણા લ્યો તો ખ્યલ આવશે કે, તેનું તો ર૦૧૯ આસપાસનું એક બ્રાન્ડેડ સુઝનું કન્સાઈમેન્ટ આવ્યુ હતુ, જે આજે પણ અદ્વરતાલ જ પડયુ છે.., હજુ કલીયર થવા પામ્યુ નથી..!



ગાંધીધામ : મુંદરા બંદર પરથી ૪૯ જેટલ બોગસ કંપનીઓ બનાવી અને કરોડોના હવાલાકૌભાંડમાં ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ કેસમાં આશીષ કકકડનું નામ પણ તપાસમાં વધુ એક વખત સામે આવ્યુ છે. તો આશીષ હાલમાં તો અગાઉના ઓનલાઈન ગેમીંગના નામે હવાલારેકેટમાં ઈડી બાદ ડીઆરઆઈનાકેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે પરંતુ હાલનાકિસ્સાઓમાં જો એજન્સી ખરેખર કડકાઈ કરશે તો આશીષ કકડના સેઝમાં અગાઉ કેટલા એકમો હતા? તેમાં શુ આયાત-નિકાસ કરવામા આવતુ હતુ? આશીષ તો દિલ્હીનો છે, સ્થાનિક આશીષનું કામ કિરણ નામનો કયો શખ્દ બધા વહીવટો સાથે સંભળાતો હતો? આ બાબતે તપાસ થવી જોઈએ. 
આશીષના એકાદ યુનિટમાં તો રોઝ ઓઈલના ઓવરવેલ્યુએશનના કૌભાંડ પર ધાક બેસાડતો કેસ પણ થવા પામી ચૂકયો હોવાનુ મનાય છે. હાલમાં પણ જો તપાસ થાય તોકાસેઝ સલગ્ન પણ આ આશીષના કાળા કરતુતો ખુલશે એટલુ માત્ર જ નહી પરંતુ આશીષને છાવરનાર કસ્ટમના ભ્રષ્ટ તત્વો અજીત, સુધીર અને ચંદન જેવાઓ સુધી પણ રેલો લંબાવવા પામી શકે તેમ મનાય છે. 
જાણકારો કહી રહ્યા છે કે કરોડોના કૌભાંડી આશીષનું કામ કાસેજમાં અને સ્થાનિક કીરણ નામનો શખ્સ જ સંભાળતો હતો. આજે આ કીરણ વ્યકિતગત રીતે પણ પોતાના અનેક કન્સાઈનમેન્ટ કલીયર કરાવી રહ્યો છે. કહેવાય છે કે, આશીષ સાથે તેનું નામ ચર્ચામાં આવી ગયુ અને આશીષની ઈડીએ ધરપકડ કરી લીધી બાદમા આ કીરણ પીપાવાવ-હજીરા તરફ પોતાના ધંધાને ડાયવર્ટ કરી ગયો છે. કાસેઝમાં આશીષની સાથે ચકાસણી થશે તો ઈમ્પૌૃટ-એકસપોર્ટમાં બન્નેની ભુમિકાઓ સામે આવશે જ આવશે. કહેવાય છે કે તેઓ એરકાર્ગો લાવી અને સેઝમાં માલ રાખતા અને તેને રીએકસપોર્ટ કરી દેતા હતા. આ આખોય ખેલ તેઓને ઓવરવેલ્યુએશનનો જ ખેલાતો હતો. ૧૦ રૂપીયાની વસ્તુ ૧૦૦ રૂપીયામાં લાવ્યાના ઓવરવેલ્યુએશન આ શખ્સો તે વખતે પણ કરતા હોવાનુ સામે આવવા પામી જશે અને આવુ થતુ હોય તો એ કસ્ટમના ભ્રષ્ટ તત્વોની મીલીભગત વિના થવુ સંભવ જ નથી. એટલે જુનો ઈમ્પોર્ટ એકસપોર્ટનો આશીષના કાસેઝના યુનિટનોચીઠ્ઠો જો મેળવાશે તો ઘણા બધા તાણાંવાણા સાથેની એક મોટી સિન્ડીકેટ ઉઘાડી પડી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. 



...................


મુંદરા હવાલાકૌભાંડની તપાસ ડીઆરઆઈથી
આંચકીને ઈડીને જ આપવી જોઈએ?



ગાંધીધામ : મુંદરામાંથી ડીઆરઆઈ દ્વારા ર૦ હજાર કરોડના અંદાજીત હવાલા રેકેટના ભોપાળાને ઝડપવાની દીશામાં કાર્યવાહી કરી છે. અહીથી ત્રણ શખ્સોની અટક પણ કરાઈ છે અને આ કેસમાં કસ્ટમનો એક સુપ્રીટેન્ડેન્ટ કક્ષાનો અધિકારી સુરેશ ઠાકુરને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યો છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે હજારો કરોડાનું કૌભાડ એકમાત્ર સુપ્રીટેન્ડેન્ટ આચરી ગયો હશે ખરો? બીજા ઉચ્ચ અધિકારીઓ આમા ચોકકસથી સંકળાયેલા છે પરંતુ ડીઆરઆઈ પાસે તપાસ છે અને કલાસવન અધિકારીઓનો તેમાં સંડોવણીઓ આવી રહી છે એટલે કયાંક ને કયાંક કાર્યવાહીમાં હવે સાડાબારી થતી હોવાનો પણ સુર જોવાય છે. ત્યારે સરકારે આટલા મોટા કૌભાંડની તપાસ ડીઆરઆઈ પાસેથી આંચકી અને ઈડીને જ સોપવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM