ગાંધીધામમાં લુંટારૂ તત્વો બેફામ - ખાખી કેમ નાકામ ? ગોપાલપુરી રેલવે મથક પાસે લુંટ થતા.થતા સહેજમાં રહી.!
રેલવે સ્ટેશનના ચાલી રહેલા કામમાં કામદારોને પૈસા ચૂકવવા આવેલ ઠેકેદાર પર ગુરૂવારની રાત્રે ચાર-પાંચ તત્વો ધસીને લુંટને અંજામ આપવાનો કર્યો નાકામ પ્રયાસ : કામદારો-ઠેકેદારો ભારતનગર તરફ બચાવમાં જવા સફળ રહ્યા અને લુંટ ન થઈ, પરંતુ કાયદો-વ્યસવસ્થાને પડકાર સમાન ઘટના તો કહેવાય જ..! : રાત્રે નોઈટ પેટ્રોલીંગ આ વિસ્તારોમાં વધારાય, કોમ્બીંગ પણ વધુ થાય તે ઈચ્છનીય : વેપારીઓ આવી સ્થિતીમાં કામ કરી કેમ શકે?
ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર અને ગૃહવિભાગ આવારા તત્વોને સીધાદોર કરવાની દીશામાં ધોક્કાછાપ કાર્યવાહી કરી છે અને તેની કચ્છમાં પણ જડબેસલાક અમલવારી થવા પામી રહી છે તેવામાં બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક મથક ગાંધીધામ સંકુલમાં આવારા-લુંટારૂ તત્વો શીરજોરી પર ઉતરી પડેલાહોય તેમ લુંટને અંજામ આપતા જરા સહેજ પણ ખચકાતા ન હોય તેવી ઘટના સંકુલના આંતરીક બેડામાં ચર્ચાવવા પામી રહી છે.
આ મામલે કહેવાય છે કે, તાજેતરમાં જ ગુરૂવારની રાતે ગોપાલપુરી રેલવે સ્ટેશન પાસે રેલેવે મથકનું જે કામ ચાલી રહ્યુ છે ત્યાં કામદારો કામ કરી રહ્યા છે તેઓને ચુકવણું કરવા માટે રકમ લઈને ઠેકેદાર આવી પહોચ્યા હતા આ પૈસા ચુકવાય તે જ વખતે ચાર-થી પાંચ જેટલા તત્વોએઅહી ઠેકેદાર પાસેથી આ રકમ લુંટી લેવાનો પ્રયાસ કર્યો હોવાનુ ચર્ચાય છે. જો કે તે વખતે બધાય અન્ય કામ કરનારાઓ ભેગા થઈ જતા અને ઠેકેદાર તથા કામદારો પણ જેમ તેમ કરી અને ભારતનગર લાડી લુહાણા સમાજની વાડીના પાછળનાભાગે દરવાજો ખુલ્લો હોતા ત્યાથી ભાગીને ભારતમાં પ્રવેશી ગયા હોવાથી લુંટ થતા થતા સહેજમાં જ રહી જવા પામી છે. અહી તો લુંટનો નાકામ પ્રયાસ બધાય સંગઠિત થઈને પ્રતિકાર કર્યો એટલે થઈ ગયો પરંતુ લુંટારૂ તત્વોને તો કોઈની ભય-બીક જેવુ કાંઈ નથી એ તો આવી ઘટનાઓ પરથી નકકી થવા પામી રહ્યું છે. હકીકતમાં આવા તત્વો પર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં ખાખી કયા નાકામ રહી જાય છે? તે જોવુ જઈએ. નાઈટ પેટ્રોલીંગ વધારવુ જોઈએ તથા આવા વિસ્તારોમાં કોમ્બીંગ પણ વધુ જડબેસલાક કરવાની જરૂર રહેલી છે તેમ ભયગ્રસ્ત અમુક વર્ગમાથી સુર ઉઠવા પામી રહ્યો છે. આ કેસમાં લુંટ થતા થતારહી ગઈ એટલે ફરીયાદ થવા પામી ન હોય તેમ સમજી શકાય છે પરંતુ આ વિસ્તારમાં જે રીતે ચર્ચા થાય છે તે જોતા લુંટારૂ તત્વો માથુ ઉચકી રહ્યા હોય તેમ તો દર્શાય જ છે. જેઓને વેળાસર જ સીધાદોર કરવા ખાખીએ એકશનમાં આવવુ જ પડે.

Comments