Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પ્રાંતશ્રી કરાવે અન્ય અધિકારીઓનું સંકલન : કેનાલની પાણીચોરી અટકાવવા ઘડો એકશન પ્લાન

24 March




પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, મામતલતદાર, પોલીસ તંત્ર સહિતનાઓની સંયુકત બેઠક યોજો : બકનળી-ગેરકાયદેસર મોટરો લાગેલી હોય તે બધાયને ધાક બેસાડતી ઝુંબેશરૂપ કાર્યવાહથી  અત્યારથી જ કરાવો દુર : પાણી ચોરી અટકશે તો લોકો સુધી 
પીવાનુ પાણી આપોઆપ પહોચશે


નર્મદા કેનાલ બંધ થવાના એંધાણ ટાંકણે આગોતરૂ આયોજન ઘડાય તે જરૂરી



ગાંધીધામ : ઉપાય કરતા અગમચેતી સારીના સુત્રને અનુસરી અને જયારે આગામી દીવસોમાં ખાસ કરીને વાગડ વિસ્તારથી લઈ અને ગાંધીધામ પટ્ટા સુધીમાં કયાંક ને કયાંક પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની સ્થિતી સર્જાતી હલચલ અત્યારથી જ જોવાઈ રહી છે ત્યારે હકીકતમાં સૌ કોઈ અત્યારથી જ જાગૃત બને, સૌ લાગતા વળગતા તંત્ર દ્વારા વૈકલ્પીક વ્વયસ્થાઓને લઈને ધ્યાન આપવામાં આવે, જયા જરૂર પડે ત્યાં કડકાઈ પણકરવી જોઈએ તો તે માટે પણ તંત્રએ અત્યારથી જ તકેદારી રાખવા સાથે એકશન પ્લાન ઘડી લેવુ જોઈએ તેમ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે. વાગડમાં પાણીની પંચાત વકરે તે પહેલા આ માટેની કરવા પાત્ર કામગીરીમાં જાણકારો કહી રહ્યા છે કે, કેનાલમાં જે પાણી છે તેનો કટોકટીના સમયમાં રચનાત્મક ઉપયોગ થઈ શકે તે માટે અત્યારથી જ તંત્રએ હરકતમાં આવવુ જોઈએ. કેનાલમાં ઘણી બધી કડકાઈ અને તકેદારીઓ છતા પણ પાણીચોરનારા તત્વો કયાંક ને કયાંક સક્રીય બનેલા જ છે. જો હકીકતમાં આ પાણીનો સદઉપયોગ કરવો જ હોય તો ભચાઉનાપ્રાંત અધિકારીશ્રીએ વિવિધ જવાબદાર તંત્રોનું સંકલન કરાવવુ ઘટે.ભચાઉ પ્રાંતની અધ્યક્ષતામાં બેઠક યોજવી જોઈએ, જેમાં પોલીસતંત્ર ડીવાયએસપી કક્ષાના અધીકારી, પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, મામલતદાર સહિતનાઓને હાજર રાખવા જોઈએ. અને જયા કયાંય પણ બનકળીઓ કે મોટરો લગાવાયેલી હોય તેના પર ઝુંબેશરૂપ તવાઈબોલાવવાનો એકશન પ્લાન ઘડવો જોઈએ. કારણ કે એકતરફ લોકોને પીવાના પાણીનો તલસાટ વર્તાતો હશે અને બીજીતરફ કેનાલમાથી પાણી ગેરકાયદેસર રીતે ઉસેડનારાઓ બેફામ બનેલા હોય તો કોઈપણ પ્રકારના આગોતરા સુચારૂ આયોજનને  પાર પાડવુ કપરૂ જ બની રહેશે અને છત્તે પાણીએ વાગડની પ્રજાને પાણીનો કકળાટ ભોગવવાનો વારો આવી શકે તેમ છે. અ માટે પ્રાંતશ્રી આવી સંકલન કરાવતી ન માત્ર બેઠક યોજે બલ્કે એકશન પ્લાન ઘડી અને તેની ચુસ્ત અમલવારી થાય, તેવા ધાક બેસાડતા કીસ્સાઓ પણ પુરવાર કરી દેખાડવા પડશે તે જ સમયની માંગ બની રહેશે. 




 

Comments

COMMENT / REPLY FROM