Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ ખાણખનિજ-ભુજ ફલાઈંગ સ્કવોર્ડ ધ્યાને ન લે..!

24 March



લખપત પટ્ટામાં બ્લેકટ્રેપના નામે લિગ્નાઈટની બેફામ હેરાફેરી : કરોડોની રોયલ્ટીચોરી કરતી ગેંગને કોની છુટ?


રોક શકો તો રોક લો..! : ભુજ-અબડાસાના બની બેઠેલ માથાભારે ખનીજચોર ગેગનો તંત્ર-પોલીસને ખુલ્લો લલકાર : હવે લખપત વિસ્તારમાં નવતર રીતે કોલસા(લિગ્નાઈટ)ચોરીનું ઉભુ કરી દીધું મોટું નેટવર્ક : બ્લેકટ્રીપની લીઝ દેખાડી અને આસપાસમાંથી કરોડોનો લિગ્નાઈટ ઉસેડનારાઓ પર કેમ લાલઆંખ નહી? 




પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી દેવેન્દ્ર બારીયા તો સ્ટાફની ઘટ્ટ અથવા તો કાગળ પર માત્ર કામગીરી કરવામાં જ માની રહ્યા છે, આવી શિરજોર ગેંગની સામે ધાક બેસાડતી કાર્યવાહી તેઓ કરશે તેમ માનવુ  વધુ પડતું જ કહેવાશે, એટલે  કચ્છ કલેકટરશ્રી ભુજ ફલાઈંગ સ્કવોર્ડના જાબાંજ અને સરકારહિતમાં કડક કામગીરી કરી રહેલા શ્રી શાહને આ પ્રકરણની તપાસ સોપે તો જ પરીણામ લક્ષી કામ થશે : જાણકારોનો ઈશારો





ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળામાં અલગ અલગ પ્રકારના કીમંતી ખનીજનો પણ ખુબ જ મોટો ખજાનો ધરબયેલો છે. આ ખનીજમાથી જેટલા પ્રમાણમાં સરકારને રોયલ્ટીની આવક થાય છે તેનાથી તો સેકંડો ઘણી રોયલ્ટી ચોરી જિલ્લાભરમાં વકરેલા ખનીજતસ્કર ટોળકીઓ મારફતે કરવામાં અવી રહી છે. સરકાર અને તંત્ર કામ કરી રહી હોવાના આંકડાઓ રજુ કરતી કાર્યવાહી તો કરી દેખાડે છે પરંતુ માથાભારે અને શિરજોર તથા બધાયને સાચવીને ખનીજચોરી એકને મુકી બીજા સ્થળે બિનધાસ્ત કરી રહેલા ખનીજમાફીયાઓને ડામવામાં આ જ સરકાર અને તંત્ર કયાંક ને કયાંક વામળુ જ પુરવાર થવા પામી રહ્યુ હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. હજુ તો કચ્છના છેવાડાના અબડાસા વિસ્તારમાં ખીરસરામાંથી તંત્રએ ધાક બેસાડતી કાર્યવાહી કરી હોવાના અહેવાલો સમ્યા પણ નથી કે, ભુજ-અબડાસા સુધી વકરેલા આ માથાભારે ખનીજચોરોએ હવે લખપત પટ્ટામાં નવતર રીતે કરોડોની રોયલ્ટી ચોરીે અંજામ આપવાનુ શરૂ કરી દીધુ હોવાની વાત સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, લખપત વિસ્તારમાં બ્લેકટ્રેપની ખનીજ લીજ ધરાવનારા કેટલાક બની બેઠલા ખનીજચોરો દ્વારા બ્લેકટ્રેપના નામે અહી મોટા મોટા મહાકાય મશીનો લગાડી અને લિગ્નાઈટ(કોલસો)બિનધાસ્ત રીતે ઉપાડવામાં આવી રહ્યો છે. આ તદન ગેરકાયદેસર રીતે જ થવા પામી રહ્યું છે. કહેવાઈ રહ્યુ છે કે, જીએમડીસી સિવાય લિગ્નાઈટનું ખનન કે પરિવહન અન્ય કોઈ કરી શકતુ નથી. ત્યારે આ ગેંગ આટલી બધી બિનધાસ્ત રીતે જો બ્લેકટ્રેપની લીજ દેખાડી અને તેની આજુબાજુમાંથી મોટા પ્રમાણમાં લિગ્નાઈટ ઉસેડી કરોડોની રોયલ્ટી ચોરી કરી રહ્યુ હોય તો તે તંત્રના લાપરવાહોની મીઠીનજર વિના તો શકય જ નથી? જાણકારો દ્વારા અહી સવાલ કરવામા આવી રહ્યો છે કે, રોજની આવી ૧૦૦થી ૧પ૦ ગાડીઓ કોલસો ગેરકાયદેસર રીતે ખનન થઈ અને પરિવહન થવા પામી રહ્યો છે તો, એ માટે કોણે છુટ આપેલી છે.? આ બાબતે સાચા અને તટસ્થ ખુલાસાઓ તો જ થશે તો ખુદ કચ્છ કલેકટરશ્રી આ સમગ્ર બાબતે જાત તપાસ કરાવે અને આ પ્રકારના ચાલી રહેલા કૌભાંડને ડામવા સયુકત ટીમ બનાવી, આવી ગાડીઓ પર બાઝ નજર રાખી અને તેમને દબોચી તેની પાછળના ભુજ-અબડાસા કે અન્ય જયાંના પણ સુત્રધારો રહેલા હોય તેઓને જેલના સળીયા ગણતા કરાવે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.


.......................


લખપતથી મોરબી સુધી ઈંટોના ભઠ્ઠામાં પહોચંતો
ગેરકાયદેસર કોલસો કેમ કોઈને પણ  દેખાતો નથી..?



ગાંધીધામ : કચ્છના છેવાડાના લખપત તાલુકામાં બ્લેકટ્રેપના નામે જે કોલસાચોરી ફુલી ફાલી છે, તે લિગ્નાઈટ-ગેરકાયદેસર રીતે ખનન અને પરિવહન કરી અને મોરબી સુધી ઈંટોના ભઠ્ઠાઓમા ંઠલવાઈ રહયો હોવાનુ ચર્ચાય છે. ત્યારે સવાલ એ થયા છે કે, લખપતથી મોરબી સુધી પહોચતા આખેઆખું લગભગ કચ્છ પસાર થઈને જવાની સ્થિતી સર્જાય તેમ છે. કેટલાય પ્રાંત અધિકારીઓ, કેટલાય મામલતદારશ્રીઓ, કેટલાય પોલીસ મથકો, કેટલાય ખનીજ-વન વિભાગ અધિકારીઓ-કર્મચારીઓની હદમાંથી આ ગેરકાયદેસર કોલસો-લિગ્નાઈટ પસાર થવા પામી રહ્યો છે. છતાએ સમ ખાવા પુરતી પણ બોગસ રોયલ્ટી સાથે કોલસાની હેરફેર કરતી આ ગાડીઓ કયાંય પકડાઈ હોવાનુ ન દેખાય તો તેના પાછળનું રહસ્ય શું હોઈ શકે? શું આ બધાય સરકારી તંત્રોના જવાબદારોની આંખે અંધાપો છે કે પછી ભ્રષ્ટ કોલસા-લિગ્નાઈટ ચોરી ટોળકીએ તેમની આંખે પાટ્ટામાં બાંધી દીધા છે?



........................

- તો ફતેહગઢની જેમ અહી પણ ડુપ્લીકેટ
 રોયલ્ટીનું મસમોટું કૌભાંડ ખુલશે



જીએમડીસીને જ લિગ્નાઈટની પરવાનગી વચ્ચે આ કોલસાચોર ટોકળી કેમ ઉપાડી રહી છે આડેધડ કરોડોનો લિગ્નાઈટ?


ટોલનાકાઓ પર ક્રોસ વેરીફીકેશન કરાવમાં આવશે તો એક જ નંબરની ગાડીઓની બે રોયલ્ટી પાસ બનેલાનું આપોઆપ આવી જશે બહાર? : જો કે તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે બધાયને માસીક તગડા સલિયાણા મળી જતા હોય તો આ બધી મહેનત-માથાકુટ તંત્રના અધિકારીઓ કરશે શું કામ?



ગાંધીધામ : છેવાડાના કચ્છમાં લખપત-નારાયણસરોવર વિસ્તારમાં ખનીજચોર તત્વાએ હવે પડાવ નાખ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, જો બ્લેકટ્રેપના નામે અહીથી જે રીતે લિગ્નાઈટની ગેરકાયદેસર હેરફેર કરવામા આવી રહી છે તે મામલે કડક અને ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો જે રીતે વાગડ પટ્ટામા બોગસ રોયલ્ટી નીકળતી અને અને આખેઆખી ડમી કચેરી જ બનાવી દેવાઈ હોવાનુ ખુલવા પામ્યુ હતુ, તે જ રીતે લખપત પટ્ટામાં પણ બ્લેકટ્રેપના નામે ચાલી રહેલ કોલસાચોરી-લિગ્નાઈટ ગેરકાયદેસર ખનન અને પરીવહનનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. હકીકતમાં આ અંગે પ્રાંત અધિકારી અબડાસા, ખાણખનિજ વિભાગ, આરટીઓ તંત્ર અને પોલીસની સંયુકત ટીમ બનાવી જોઈએ અને આવા ગાહનો પર બાઝ નજર રાખી અને ટોલનાકા પર તેનુ ક્રોસ વેરીફીકશન કરવુ જોઈએ તો આપોઆપ જ જીએમડીસી માત્રને જ જે લિગ્નાઈટ પરિવહનની છુટ છે તેમાં અન્ય પાર્ટીઓ કે કોલસાચોર ટોકળીઓ કેવી રીતે બેફામ પરિવહન કરી રહ્યા છે તેનો ખુલાસો થવા પામી જશે. જાણકારો કહીરહ્યા છે કે, બોગસ રોયલ્ટી પાસ બનાવાની આ કૌભાંડ ચાલી રહ્યુ છે. જીએમડીસીમાંથી જે ગાડી નીકળી હોય કાયદેસરની તેના જ નામ-નંબરોના બોગસ રોયલ્ટી પાસ બનાવી અને આ કોલસાચોર ગેગ લિગ્નાઈટની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM