નાપાક જાસુસ રવિન્દ્ર કાંડ : કાંઠાળ કચ્છની એજન્સીઓ પણ કેમ ન બને સજાગ : એટીએસ ખાવડામાં ત્રાટકવી કહેવાય સુચક?
આતંકવાદ વિરોધી દળની ટુકડીઅ કચ્છના છેવાડાના ખાવડા પટ્ટામાંથી નાપાક યુવાનને ઝડપવાની સાથોસાથ જ બીજા છેડે આગ્રાની ઓર્ડીનન્સ ફેકટરીમાં કામ કરતા એક નાપાક સ્લીપર સેલને દબોચી લીધાની ઘટના અનેકવીધ રીતે કહી શકાય સુચક : સૈન્ય માટે હથિયારો બનાવતી ભારતીય ફેકટરીમાં નાપાક એજન્ટ ઘુસી જાય તે કેટલી હદે બની શકે છે જોખમી? તે જ રીતે ન માત્ર ભારત બલ્કે એશીયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક-આર-ઈ પાર્કમાં સામેપારથી કોઈ સંદિગ્ધ પહોચી આવે અને તે સ્થાનિકે એજન્સીઓને માત આપી દે અને એટીએસ જેવી એજન્સી અહી આવીને તેને દબોચી લે, તે પણ સુરક્ષાના છીંડા સમાન લાલબત્તી ધરતી જ કહી શકાય ઘટના.!
ગાંધીધામ : દેશભરમાં આંતરીક અને બાહ્ય સુરક્ષાને લઈને એકતરફ સરકાર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઓના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજતીરફ કયાંક ને કયાંક આ સલામતી વ્યવસ્થાઓમાં તૈનાત એજન્સીઓની નજર ચુકવી અને નાપાક તત્વો તેમના મલિન ઈરાદાઓને પાર પાડી રહ્યા હોય તેવી ઘટનાઓ કચ્છના ખાવડા પટ્ટાથી લઈ અને આગ્રા સુધીમાં તાજા ભુતકાળમાં બનતા જોવા મળી રહયા છે જે ખરેખર ચિંતાજનક જકહી શકાય તેમ છે. વાત સહેજ વિગતે કરીએ તો પહેલા આગ્રાનો જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને વાત માંડીએ તો તાજેતરમાં જ રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ ઉત્તર પ્રદેશના આગ્રામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિની
ધરપકડ કરી છે. આરોપ છે કે ફિરોઝાબાદમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરતા રવીન્દ્ર કુમાર સહિત વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈં સાથે સંવેદનશીલ માહિતી શેર કરતા હતા.
એટીએસને કેટલાક દિવસોથી માહિતી મળી રહી હતી કે પાકિસ્તાની એજન્ટો (જાસૂસ) ભારતીય સરકારી કર્મચારીઓ પાસેથી ગુપ્ત માહિતી મેળવી રહ્યા છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બનાવે છે અને તેમને પૈસા કે પ્રેમની લાલચ આપીને ફસાવે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રવીન્દ્ર કુમાર પણ આવું જ કરતા હતા. રવીન્દ્રની ફેસબુક પર નેહા શર્મા નામની મહિલા સાથે મિત્રતા થઈ હતી, જે વાસ્તવમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની એજન્ટ હતી. બંને વચ્ચે વોટ્સએપ ચેટ, ઓડિયો અને વિડીયો કોલ થયા હતા. ધીરે ધીરે તેણીએ રવીન્દ્રને પ્રેમની જાળમાં ફસાવી અને ઓર્ડનન્સ ફેક્ટરી વિશે ગુપ્ત માહિતી માંગવા લાગી. લોભથી રવીન્દ્રએ તેને ફેક્ટરીના ગુપ્ત દસ્તાવેજો મોકલી આપ્યા હતા. આ ઘટનાક્રમ ન માત્ર યુપી પુરતો બલ્કે સમગ્ર દેશની સુરક્ષા વ્યવસ્થાઓમાં સેંઘ દેખાડતો અથવા તો સલામતી વ્યવસ્થાને વધારે સજજડ બનાવવાનો ઈશારો કરતો જ કહી શકાય તેમ છે. હનીટ્રેપની આ ઘટનાઓમાં કચ્છ પણ આબાદ નથી રહ્યુ. કચ્છમાં પણ ભુજના એક પ્રખ્યાત વિસ્તારમાં એજન્સીના હેડકવાર્ટરમાં કામ કરતો એક કોનટ્રાકટી પટ્ટાવાળો પણ આ જ રીતે હનીટ્રેપમાં ફસાઈ જઈ પૈસાની લાલચમાં આવી અને ભુજની આ એજન્સીની માહીતીઓ સામેપાર મોકલતા પડકાઈ જ ચુકયો છે. તે વખતે પણ અહી એટીએસ જ ત્રાટકી હતી અને આ શખ્સને દબોચી લીધા બાદ તેની કડીઓમાં અન્ય નામો પણ ખુલ્યા હતા જેને ઉપાડવામાં આવ્યા હતા. આગ્રા અને ભુજમાં થોડા સમય પહેલા બનેલા હનીટ્રેપ ઉપરાંત તાજેતરમાં જ કચ્છની ખાવડા સરહદેથી પણ એક સગીર નાપાક યુવક ઘરેથી રીસાઈ અને સરહદ ઓળંખી ભારતમાં આવી ગયો હોવાની વિગતો ખુલવા પામી હતી અને તે શખ્સને પકડવામાં પણ એટીએસએ જ મહત્વની ભુમીકા ભજવી હતી. આવા સમયે સવાલ એ થાય છે કે, કચ્છ જેવા નાપાક સરહદને સ્પર્શીને આવેલા વિસ્તારમાં અલગ અલગ અનેકવીધ એજન્સીઓ તૈનાત કરવામા આવી છે છતા પણ એટીએસને અહી સુધી દોડીને આવવુ પડયુ છે? આગ્રામાં એટીએસે જ પકડયુ, ખાવડા સરહદેથી એટીએસ જ કાર્યવાહી કરી રહી છે તો પછી અન્ય એજન્સીઓ શું કરવા છે? કેમ તેઓ આવા ઘટનાક્રમોમાં કયાંકય આગળ આવતી નથી દેખાતી? જો કે, ખાવડા વાડાકિસ્સામાં એટીએસ સાથે આઈબીએ સજાગતા દાખવી હોવાનુ ચર્ચાય છે. આઈબીએ જાગૃતી દાખવી હોય તો ખાવડા વિસ્તારના આઈબીના તે પ્રતિનીધિની કામગીરી ચોકકસથી બિરદાવવી જોઈએ. કારણ કે, જે શખ્સને પકડવામા આવ્યો છેતે સરહદ ઓળંખી અને આરઈ પાર્ક માર્ગ પાસે પહોચી આવ્યો હતો? એટલે સુરક્ષાના છીંડા તો દેખાઈ જ રહ્યા છે? તે કેવા ઈરાદો આવી રીતે આટલી હદ સુધી ઘુસી ગયો? આગળ તેને કેમ રોકી ન શકાયો? આ સવાલો ચોકકસથી સુરક્ષા એજન્સીઓને માટે પણ કોયડારૂપ જ બની જાય તેમ છે.
..........

Comments