Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામ-ભુજ-અંજાર સહિત કચ્છમાંથી પણ મોટા ડબ્બાટ્રેડીંગ કૌભાંડ નો થાય પર્દાફાશ

23 March

એટીએસ-ડીઆરઆઈ વક્ર દ્રષ્ટી કરે




અમદાવાદના પાલડીમાંથી મુંઈબના મહેન્દ્ર શાહ-મેઘ શાહના શેરબજારના ડબ્બાટ્રેડીંગ કાંડ અને તે બેનામી રકમોથી મેળવેલ ૯પ કીલ્લો સોનું છુપાયાના ખુલાસા ટાંકણે લાલબત્તી

અગાઉ વ્યાજ વટાઉનો ધંધો ખુલ્લીને કરનારા તત્વો હવે શેર બજારમાં ડબ્બાટ્રેડીંગ તરફ વળ્યાનો દેખાય છે વર્તારો : વ્યાજમાં મોટા ભાગે ખાખીધારીઓની ઉપરની રકમો જ ફરતી હોવાનો અંદાજ રહેતો આવ્યો છે, જો શેર ડબ્બા ટ્રેડીંગના ખુલાસા થશે તો તેમાં પણ અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની સીધી કે પરોક્ષ રહેમ નજર સામે આવશે જ આવશે : જાણકારોનો સુચક ઈશારો



ગાંધીધામ : રાતોરાત રોડપતિમાંથી કરોડ પતિ બની જવા માટે લોકો આજે શોર્ટ કટ અપનાવતાહોય છે પરંતુ  કહેવાય છે ને કાનુન કે હાથ બહોત લંબે હોતે હે, આજે નહી તો કાલે કાયદાનો ગાળીયો કસાઈ તો જાય જ છે. આવો જ એક મોટુ પ્રકરણ હાલમાં આંતકવાદ વિરોધી દળ તથા ડીઆરઆઈ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાથી ઝડપી પાડવામા આવ્યું છે. આ પ્રકરણની વાત કરીએ તો  અમદાવાદમાં મેઘ શાહ્રના ફ્‌લેટ પરથી એટીએસ અને ડીઆરઆઈ એ દરોડા પાડી ૯૫ કિલો સોનું અને કરોડથી વધુ રોકડ જપ્ત કરી હતી. આ રકમ શેરબજારમાં સટ્ટાકીય ટ્રેડિંગથી ખોટી રીતે કરોડો રૂપિયાની કમાણી કરેલી હ્રોવાનું બહ્રાર આવ્યું છે. 
ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર મેઘ શાહ્રના ઘરે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદાના 
પાલડી વિસ્તારમાં ફ્‌લેટ ભાડે રાખી ડબ્બા ટ્રેડિંગ કરનાર મેઘ શાહ્રના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન ૯૫ કિલો જેટલું સોનું અને ૧ કરોડ ૩૦ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવતા તપાસ એજન્સી પણ ચકિત થઇ ગઇ હ્રતી. હાલના ભાવ પ્રમાણે મેઘના ઘરેથી મળેલ સોનાની રકમ ૧૦૦ કરોડ જેટલી થવા પામી જાય છે. સોનુ છુપાવવા માટે તેણે ફલેટ ભાડે રાખેલો હતો.એટીએસ અને ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં એવી વાત સામે આવી ગઈ છે કે, મોટા નફાની લાલચ આપી શેરમાં રોકાણ કરાવતોમેઘ શાહ્ર રોકાણકારોને મોટા નફાની લાલચ આપી શેરમાં રોકાણ કરાવતો હ્રતો. જો કે ત્યારબાદ શેરના ભાવ ઘટી જતા રોકાણકારોને જંગી નુકસાન થયું હ્રતું. શેરબજાર 
ઓપરેટરની આડમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ બહ્રાર આવ્યું છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ મુજબનુ ડબ્બા ટ્રેડીંગ પકડાવવુ એ કાઈ પહેલી વહેલી વાત નથી. 
અમદાવાદમાં આ પહેલા પણ આવુ જ એક ડબ્બા ટ્રેડીંગ સેટઅપ પકડાઈ ચુકયુ છે. ત્યારે પણ કચ્છનો જાણકારો વર્ગ કહેતો હતો કે ગાંધીધામ-ભુજ-અંજાર-ભચાઉ સહિતના શહેરોમાં પણ આવા જ ડબ્બા ટ્રેડીંગના હાટડાઓ ધમધમી રહ્યા છે. જો એટીએસ અને ડીઆરઆઈ જેવી એજન્સી અહી વક્રદ્રષ્ટી કરશે તો આવું જ મોટું ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ખુલવા પામી શકે છે તેવી વકી સેવાઈ રહી છે. ડબ્બા ટ્રેડીંગ એટલે સેબી રજીસ્ટર્ડ ન હોય પરંતુ પોતાની પાસે જ શેરોના ભાવોનું ઓપરેટર ઉંચ-નીચ રાખે અને રોકાણકારોને તેમાં જ રોકાણ કરાવી તેમના હિસાબ કિતાબ અલાયદી બુકમાં રાખતાહોય છે. જે તદન ગેરકાયદેસર છે. ભુજમાં કે ગાંધીધામ સહિતના વિસ્તારમાં ડબ્બા ટ્રેડરો ફુલ્યા ફાલ્યા હોવાનું મનાય છે. બસ જરૂર છે તો અમદાવદામાં જે રીતે એજન્સીઓ ત્રાટકી છે તે રીતે તવાઈ બોલાવવાની. જાણકારો કહી રહ્યા છે કે , અગાઉ જે વ્યાજના નાણા ધીરનારનું કામ કરતા હતા તેવા તત્વો હવે આ ડબ્બા ટ્રેડીંગ તરફ વળી ગયા છે અને આપણે સૌ જાણીએ છીએ કે વ્યાજના ધંધા કે જે પૈસાનું રોલેશન તેમા ફરતુ હતુ તે મોટાભાગના ખાખીધારીઓના ઉપરના નાણા જ ફરતા હતા. એટલે જો એટીએસ જેવી કોઈ એજન્સી ડબ્બા ટ્રેડીંગ પર ત્રાટકશે તો આવા ખાખીની પણ ભ્રષ્ટ સીધી કે પરોક્ષ સંડોવણી બહાર આવવા પામી જ જશે.

...........

Comments

COMMENT / REPLY FROM