Trending News
સ્થાનિક સમાચાર

નલીયા બ્રોડગેજ લાઈન પર ટ્રેન દોડાવવાનો તખ્તો

23 March




પશ્ચીમ રેલવેના જનરલ મેનેજર શ્રી મિશ્રએ કચ્છની લીધી ઓંચિતી મુલાકાત : બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેન શરૂ કરવાની દીશામાં સમીક્ષાત્મક બેઠકો યોજાઈ હોવાની ચર્ચા 



જનરલ મેનેજર શ્રી અશોકકુમાર મિશ્રએ રૂટીન મુલાકાત જ કરી છે, પર્સન વિજિટ હતી, મંદીરે દર્શન કર્યા છે : રેલવે વિભાગ-અમદાવાદ



ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમના લાડકવાયા જિલ્લા કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવી રહી છે અને તેનો સાક્ષાત્કાર સમયાંતરે થતો જ હોય છે. કચ્છમાં વિવિધ માળખાકીય સુવિધાઓ સાથે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ વધાબરે સુલભ થાય તે માટેના પ્રયાસો પણ તેજ બનાવેલા છે. તે પૈકીના જ એક એવા ભુજ નલીયા બ્રોડગેજ રેલવે સેવાનો પ્રોજેકટ પણ ખુબજ ગતિમય બનેલો છે અને હવે તેને વધુ વેગ આપવા રેલવે વિભાગ અમદાવાદ હરકતમાં આવી ગયુ હોય તેવા અહેવાલો પણ બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થવા પામી રહ્યા છે. 
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગત રોજ પશ્ચીમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર મિશ્રએ એકાએક જ કચ્છની મુલાકાત લીધી હતી. તેઓએ નલીયા ખાતે કેરેજ(વાહનમાં)જ એક અગત્યપૂર્ણ મીટીંગ યોજી હોવાનુ પણ સામે આવી રહ્યું છે. નલીયા ખાતે યોજાયેલી આ બેઠકમાં ગાંધીધામ-ભુજ સહિતના વિવિધ વિભાગના અધિકારીગણ હાજર રહેવા પામ્યા હતા. જાણકાર સુત્રો કહી રહ્યા છે કે, આ બેઠકમાં ભુજ-નલીયા બ્રોડગેજ લાઈન પર ટ્રેન શરૂ કરવાની દીશામાં નિર્ણાયક ચર્ચાઓ થવા પામી છે. આ માટેની જરૂરી તમામ સંભાવનાઓ અને અંતિમ સમીક્ષાઓ આ બેઠકમાં કરવામા આવી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. જો કે, બીજીતરફ રેલવે વિભાગ પીઆરઓ દ્વારા આ મુલાકાતને જીએમની રૂટીન અને વ્યકિતગત મુલાકાત જ ગણાવવામા આવી રહી છે. તેઓ વ્યકિતગત મુલાકાતે કચ્છ પધાર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જો નલીયા-ભુજ બ્રોડગેજ લાઈન પર ટ્રેન શરૂ કરવાની દીશામાં નિર્ણાયક બેઠક આ યોજાઈ હોય તો તે આવકારદાયક હલચલ જ ગણાવાઈ રહી છે.


.............

Comments

COMMENT / REPLY FROM