Trending News
સ્થાનિક સમાચાર

ફતેહગઢ- સુવઈ સહીત ૩ ડેમો ફૂલ ભરવાનું ગોઠવો આગોતરું આયોજન

22 March



રપ૦૦ મીટર લંબાઈના કેનાલ સાયફનમા ભરાયેલ પાણી ઉલેચી પા.પુ.ના નજીકના સ્ટોરેજમાં ઠાલવવાની વાત ચાલે છે,સત્ય હોય તો તે બાબતે તક ઝડપી લઈ, અને બન્ને મોટા ડેમોમાં આ પાણી ફુલ સંગ્રહિત કરવા માટે ઝડપથી વિચારવુ જોઈએ


કોઈક તો નર્મદાના કાર્યપાલક ઈજનેરને પુછો કે ડેમ ફુલ કેમ નથી ભરાતા? તો જવાબ મળશે કે સિંચાઈવાળા માંગણી કરતા નથી? સિંચાઈ વિભાગના કાર્યપાલકને પુછવામા આવશે તો કહેશે કે પાણી પુરવઠા વિભાગવાળા માંગણી કરતા નથી અને પા.પુ.વિભાગના કાર્યપાલક ઈજનેરને પુછશો તો કહેશે કે અમે જેટલી જરૂર છે તેટલુ પાણી માંગીએ જ છીએ પરંતુ સિંચાઈમાં વપરાઈ જાય છે અને સિંચાળાવાળા કંટ્રોલ કરી શકતા નથી, આમ એક બીજા પર ખો-ખો જ રમવામાં આવે છે અને છત્તે પાણીએ સરકારી વિભાગની લાપરવાહીથી પ્રજાજનોને પાણીનો સર્જાય છે કકળાટ


નર્મદા કેનાલ બંધ થવાના એંધાણ ટાંકણે આગોતરૂ આયોજન ઘડાય તે જરૂરી




ગાંધીધામ : ૧ એપ્રીલથી કચ્છમાં જળકટોકટી સર્જાવવાની સ્થીતી આગોતરી જાહેરાતોને જોતા દર્શાવવા પામી જ રહી છે. અને ખાસ કરીને તેનાથી વાગડપટ્ટામાં પાણીનો પોકાર સૌથી મોટો ઉભો થતો પહેલા દેખાઈ શકે તેમ છે ત્યારે ઉકેલ કરતા અગમચેતી સારીના સુત્રને અનુસરી અને કેનાલમા પાણી છોડવાનુ બંધ થાય તે સમયથી વાગડ વિસ્તારમાં કયા વૈકલ્પીક સ્ત્રોત ઉભા કરી શકાય તેમ છે એ બાબતે આગોતરૂ આયોજન તમામ જવાબદારોએ હકીકતમાં ઘડવું જ જોઈએ અને ભર ઉનાળો લોકોને પાણીનો તલસાટ અને કકળાટ ન સતાવે તે માટે અત્યારથી જ સબંધિતો સાથે સંકન સાધવાની જરૂરીયાત રહેલી છે. આ બાબતે સહેજ વધુ વિગતે વાત કરીએ તો આગામી પહેલી એપ્રીલથી કચ્છ શાખા નહેરમાં પાણી બંધ કરવામાં આવનાર છે. પરંતુ ૮ર કીમી ભરાયેલ પાણી ખાલી કરવામાં ત્રણથી ચાર દીવસ લાગે તે પાણી પીવા માટે વાગડમાં ઉપયોગમાં લઈ શકાય તે હેતુ આગોતરૂ આયોજન કરવુ ઘટે. જાણકારો તથા પાણી ક્ષેત્રના તજજ્ઞોના મતે  સાંતલપુર તાલુકામાં 
પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થામાં ફાગલીપાસે આવેલ દુનિયાનું સૌથી લાંબુ ૨૫૦૦ મીટર લંબાઈના કેનાલ સાયફનમાં ભરાયેલ પાણી ઉલેચી અને         પાણી પુરવઠાના  નજીકના સ્ટોરેજ ટેકમાં નાખવામાં આવનાર હોવાનુ કહેવાય છે તે બાદ પાણી નું વિતરણ કરવામાં આવશે.  રાપર શહેર તેમજ કેનાલ આધારિત કેનાલની બાજુમાં આવેલ ગામો માટે કેનાલમાં ઉપલબ્ધ જથ્થો વાપરી શકાય તે માટે તારીખ ૧લી એપ્રિલ થી સિંચાઇ માટે પાણી બંધ કરવા આયોજન કરી શકાય અને જે પાણી ખાલી કરવાનું થાય તે પાણીનો જથ્થો ફતેગઢ મોટી સિંચાઇ યોજનામાં,   સુવઇ ડેમ યોજનામાં ભરવાનું આયોજન કરવું જોઈએ આ બંને ડેમો માંથી અસંખ્ય ગામોને પીવા માટે આયોજન કરેલ છે તો કેનાલ બંધ થાય તે પહેલા બને ડેમો ફુલ ભરી દેવા જોઈએ , સુમાહિતગાર વર્તુળમાંથી જાણવા મળેલ છે કે નર્મદા વિભાગ, સિંચાઇ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ એમ ત્રણેય વિભાગો વચ્ચે સંકલનના અભાવે ડેમો પૂર્ણ કક્ષાએ ભરાતા નથી , તેમજ ભરાયેલા ડેમોમાંથી પણ કેટલાક બની બેઠેલાઓએ ગેરકાયદેસરરીતે બકનળી-જોડાતો-મોટરો નાખીને આ પાણી ગેરકાયદેસર રીતે ઉલેચી લ્યે છે એટલે ઉનાળામાં છેલે પીવા માટે પાણીની તંગી થઈ જાય છે. એટલે પહેલી તારીખ થી ડેમોમાંથી સિંચાઇ માટે પાણી ઉલેચતા ખેડુતોને પણ બંધ કરવા પૂર્વ આયોજન કરવું જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

..........

Comments

COMMENT / REPLY FROM