ટીમ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સરાહનીય કામગીરી : અંજાર મેઘપર બોરીચીની ૭ લાખની લુંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
ભોગ બનનાર ખુદે જ લુંટનો બનાવ ઉપજાવી કાઢયાનો ખુલાસો
ન માત્ર ભેદ ઉકેલાયો બલ્કે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડયા : પ્રોબેશન આઈપીએસ વિકાસ યાદવ, તથા અંજાર પીઆઈ એ.આર.ગોહીલની ટીમની સમયસુચકતા આવકારદાયક
ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી અંડર પાસ પાસે ગત રોજ સાંજે સાત લાખની લુંટની બનેલી ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામા અવ્યો છે. આજ રોજ આ મામલે સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો અનુસાર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગંભીર પ્રકારના મિલક્ત તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોઇ અને સરહદી રેન્જ, ભુજના મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરણ કોરડીયારસાહેબના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા
સારૂપુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ તથા પ્રો.આઈ.પી.એસ. શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા નાયબ
પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનના
પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “સેફ ઈસ્ટ-કચ્છ કેમ્પેઇન” હેઠળ પુર્વ કચ્છ અલગ અલગ ટાઉન વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા તથા સી.સી.ટી.વી કેમરા ઉપર યોગ્ય સર્વેલન્સ ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી મિલકત સબંધી ગુનાઓ જેવા કે ધાડ, લૂંટ તથા ધરફોડ તેમજ શરીર સબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન અંજાર ડીવીઝનના થાણા અધિકારીશ્રીઓને આપવામાં આવેલ હતુ. દરમ્યાન જ ગઈ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ
પુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.ન.૧૧૯૯૩૦૦ ૩૨૫૦૩૧૮/ ૨૦૨૫ બી.એન.અસ.કલમ ૧૧૫(૧) ૩૦૯(૬) ૫૪ મુજબનો લૂંટ બનાવ બનેલ અને ભોગબનાર અંજાર ખાતે બેન્કમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપાડી તેના શેઠને આપવા જતો હતો તે દરમ્યાન મેઘપર ગામ જતા પુલીયા નીચે જાહેર રસ્તા પર પહોચતા બે અજાણ્યા માણસો બાઈક પર આવી ભોગબના૨ની એક્ટીવાને લાત મારી પાડી દઇ એકટીવાની ડેકીમાં રાખેલ રૂપિયા ૭, ૦૦, ૦૦૦/- ની લુટ કરી નાસી ગયેલાની હકિકત જણાવેલ હોઇ જે બનાવની ગંભીરતાને લઈ
પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ નાઓએ તેમજ અંજાર પોલીસ ટાફન ટીમ સાથે બનાવ વાળી જગ્યાએ તાત્કાલીક
પહોચી વીઝીટ લેતા બનાવવાળી જગ્યા મેઘપર ગામના પુલ નીચે બનાવ બનેલ હોય અને સદર જગ્યા માણસોની અવર જવર સતત ચાલુ રહેતી હોઈ જેથી તેમજ આજુબાજુ માણસોની
પુછપરછ તેમજ આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ જોતા કોઇ ચોક્કસ હકિકત બનેલાનુ જણાય આવેલ નહિ જેથી ભોગબના૨ (આરોપી)ની સઘન તેમજ યુકતી પ્રયુક્તિથી
પૂછપરછ દરમ્યાન તેની વાતો ગોળ ગોળ તેમજ ડરવા રીતે કરતો હોય જેથી તેની વધુ ઝીણવટ ભરી તેમજ ખંતપૂર્વક વધુ
પૂછપરછ કરતા ભોગબનાર
પોતે જ સદર લુંટનો બનાવ ઉપજાવી કાઢેલ અને લુંટમાં ગયેલ મુદામાલ તેના મિત્ર
નાગપાલસિંહ ઉર્ફે બાચુ વિક્રમસિંહ ચુડાસમા રહે મેઘપર બોરીચી વાળાને બોલાવી સદર મુદામાલ તેઓને રાખવા આપેલ અને ઉપરોક્ત હકિકતની જાણ તેના મિત્રને કરેલ નહિ તેવી વાત જણાવી મજર ભોગબનનાર/આરોપીએ ગુનાની કબુલાત આપેલ હોઇ જેથી તેના વિરૂધ્ધ કાયદેરાની કાર્યવાહી કરી તેના મિત્ર પાસેથી તમામ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળની વધુ તપાસ ચાલુમાં છે.આ કામગી-રીમાં પ્રો.આઇ.પી.એસ. શ્રી વિકાસ યાદવ તથા અંજાર
પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.જી.વાળા તથા શ્રી બી.એસ.ચૌહાણ તથા અંજાર
પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.
........
લૂંટ ઉપજાવી કાઢનાર આરોપી
(૧) પ્રવિણ ભાડાભાઇ મેર ઉ.વ.૩૩ રહે.હાલે-લખુબાપાનગર મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે.રામનગર તા.સિહોર જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ -
(૧) રોકડા રૂપીયા
૭, ૦૦, ૦૦૦/-
.........
લુંટનો ભેદ ગણતરીમાં ઉકેલનારી ટીમને જિલ્લા પોલીસ તરફથી પ્રસસ્તિપત્ર અપાશે : શ્રી સાગર બાગમાર
ગાંધીધામ : અંજાર મેઘપર બોરીચી અન્ડર પાસની ગત રેજ થયેલી લુંટના ગણતરીના કલાકોમાં ડીટેકશન બાદ આજ રોજ એસપીશ્રીએ પ્રેસ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, ગઈકાલે સાંજ દરમ્યાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘપર બોરીચી અન્ડર પાસ પાસે એક ઘટના બની હતી તેવી પોલીસને જાણ થવા પામી હતી જેમા એક વ્યકિત પર જે એકટિવા ચલાવતા હતા તેમની પાસે પાછળથી બે લોકો આવી અને ધક્કો મારી અને તેમની પાસે ડીક્કીમાં જે પૈસા હતા તે કાઢીને લઈને નીકળી ગયા હતા તેવી હકીકત જણાવી હતી. જેમા સાત લાખ રૂપીયા જેટલી રકમ હતી. આ આખીય હકીકત હતી અને લુંટના બનાવની જાહેરાત કરી હતી. તેનાપછી પ્રોબેશનલ ડીવાયએસપી શ્રી વિકાસ યાદવ, અંજાર ડીવાયએસપીશ્રી અંજાર પોલીસની ટીમ, એલસીબી અલગ અલગ ટીમો તપાસમાં લાગી હતી. પોલીસ દ્રારા આ કેસમાં તાત્કાલીક ગુનો નોધવામા આવ્યો હતો. આ તપાસ કરાતી હતી, જે અનુસારની જાહેરાત થઈ હતી, તેમાં અલગ અલગ એંગલથી તપાસ કરાઈ હતી. પણ જે રીતની હકીકત ભોગ બનનાર દ્વારા જણાવાઈહતી તેવી વાત સીસીટીવીમાંકયાંય જણાઈ આવી ન હતી, એટલે ભોગ બનનાર જ શંકાના દાયરામાં લાગતો હતો, જે મામલે જીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જ આ લુંટ ઉપજાવી કાઢેલ હતી. તેને પેસાની જરૂર હોતા આ વાત તેણે ઉપજાવી કાઢી હતી. ભોગ બનનારે પોતાના મિત્રને સાત લાખીરકમ વિગ્ત જણાવ્યા વિના આપી દીધી હતી. જે રકમ હતી તે બધી જ રકમ પોલીસે રીકવર કરી લીધી છે. મુદામાલ બધો રીકવર કરવામા આવ્યો છે. ભોગ બનનાર જ આરોપી નીકળ્યો છે. આ આખીય ટીમ દ્વારા જે ડીટેકશન ઝડપથી કરવામ આવ્યુ છે તે બદલ તમામને જિલ્લા પોલીસ દ્વારા પ્રસંશા પત્ર પણ એનાયત કરવામાં આવશે તેવુ શ્રી સાગર બાગમાર દ્વારા જણાવાયું હતુ.
.................

Comments