એસઆરસી નેકસસકાંડમાં વધુ કડાકા-ભડાકા નો માર્ગ મોકળો : બે શખ્સોની જામિન અરજી રદ
ગાંધીધામના નામદાર ત્રીજા અધિક સેસન્સ જજશ્રી એ એમ મેમણ સાહેબની કોર્ટમાં બન્ને શખ્સોએ કરેલી રેગ્યુલર જામિન માટેની અરજી ફગાવાઈ : સરકાર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રીશ્રી એસ જી રાણાની ધારદાર દલીલો સાથેની મહેનત ફળી
ગાંધીધામ : પૂર્વ કચ્છ માત્ર જ નહી પરંતુ રાજયભરમાં જે મહાનસંસ્થા એસઆરસીની ગણના થાય છે તેના સંચાલિત સિંધુભવનના નેકસસ કલબના છેતરીપીંડીના કૌભાંડની થયેલી ફરીયાદમાં એસઆરસીના એક ડાયરેકટર તથા એક કર્મચારીની ધરપકડ કરવામા આવી છે તે બાદ હવે આ શખ્સોના સતત રીમાન્ડ પર રીમાન્ડ જ મંજુર થવા પામી રહ્યા છે તેની સાથે જેલવાસ પણ વધવા પામી રહ્યો છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર આ મહાનસંસ્થા એસઆરસીના ડાયરેકટર હરીશ કલ્યાણી અને કર્મચારી આત્મારામ બુલચંદાણીની જામિન અરજીની ગઈકાલે સુનાવણી થવા પામી હતી અને આજ રોજ કોર્ટે હુકમ ઉપર રાખી હતી જેને નામંજુર કરતો આદેશ કરવામા આવ્યો છે. આરોપીઓ દ્વારા ગાંધીધામની કોર્ટમાં જામિન અરજી કરી હતી જે અંગે કચ્છઉદયની સાથે વાતચીત કરતા વિદ્વાન સરકારી વકીલશ્રી એસ જી રાણાએ કહ્યુ હતુ કે હીયરીંગ બાદ આજે હુકમ પર આ કેસ રખાયો હતો અને ગાંધીધામના નામદાર ત્રીજા અધિક સેસન્સ જજશ્રી એ.એમ.મેમણ સાહેબની કોર્ટ દ્વારા આજ રોજ આ બન્ને આરોપીઓની નિયમિત જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. અહી નોધનીય છે કે, આ બહુચર્ચિત એસઆરસી સંચાલિત સિંધુભવનના નેકસસ કલબ છેતરપીંડી પ્રકરણમાં એસઆરસીના ડાયરેકટર હરીશ કલ્યાણી તથા એન્જીનીયર આત્મારામ બુલચંદાણીને બે વખત અગાઉ રીમાન્ડ ઉપર રાખ્યા બાદ જેલ હવાલે કરવામા આવ્યા હતા. જે દરમ્યાન તેઓએ કોર્ટમાં રેગ્યુલર જામિન મેળવવા અરજી કરી હતી. પરંતુ સરકાર તરફે આ કેસમાં વિદ્વાન ધારાશાસ્ત્રીશ્રી એસ જી રાણાએ ધારદાર અભ્યાસ પૂર્વકની રજુઆતો કરી અને આ કેસમાં હજુ બીજા આરોપીઓને પકડવાના બાકી છે, તપાસ પ્રાયમરી તબક્કે જ ચાલી રહી હોવાનું જણાવી અને આ શખ્સોના જામિન મંજુર ન કરવાની દલીલ કરતા નામદાર અદાલતે તેને માન્ય રાખી છે.
ઉલ્લેખનીય છે કે, આ અરજીની સામે વિતેલા સમયમાં અન્ય જિલ્લા અદાલતો દ્વારા ભ્રષ્ટાચારના મામલાઓમાં એકથી વધુ વખત જામિન નકારવામાં આવેલા છે તેવુ પણ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ. કરપ્શન ઈઝ ક્રાઈમ અગેન્સ્ટનો સિંદ્વાત ખરો ઠરતો અહી જોવાઈ રહ્યો છે.

Comments