-તો વાગડ-પુર્વ કચ્છમાં દસેક દિવસ પાણી માટેનો મળી રહે ટેકો
સલીમ ગઢથી મઢુત્રા સુધી ૧ એપ્રીલથી ચાર પાંચ દિવસ સુધી ભરાયેલ પાણી ખાલી કરવામાં આવશે જેનો કચ્છ જીલ્લામાં પીવા માટે ઉપયોગ થાય તે માટેના સૌ કોઈએ કરવા જોઈએ પ્રયાસ
જાહેરજીવનના અગ્રણીઓએ પણ વાગડ સહિત પૂર્વ કચ્છને જળ કટોકટીથી ઉગારવા અત્યારથી જ ચિંતા સેવી ઘટે
નર્મદા કેનાલ બંધ થવાના એંધાણ ટાંકણે આગોતરૂ આયોજન ઘડાય તે જરૂરી
ગાધીધામ : આગામી ૧ એપ્રીલથી નર્મદા કેનાલમાં છોડાતા પાણીના વિતરણને બંધ કરવામા આવશે, કેનાલ સમારકામ કરવાની હોવાથી આ નિર્ણય લેવાઈ રહ્યો હોવાનુ જાહેર કરાઈ ગયુ છે. આમ તો આવા નિર્ણયોને લઈને હકીકતમાં માત્ર આગોતરી જાહેરાત કરવાના બદલે તમામને વિશ્વાસમાં લેવા જરૂરી બની જતા હોય છે. કારણ કે, ભરઉનાળો આ રીતે પાણીની કટોકટી ચોકકસથી સમસ્યા ઉભી કરી જ જાય તેમ છે. છતા પણ હવે જયારે આ નિર્ણય લેવાઈ જ ગયો છે ત્યારે ચોકકસથી વાગડમાં આ નિર્ણય બાદ પાણીની કટોકટી ઉભી થવાની છે તેને લઈને સૌ કોઈએ આગોતરા આયોજન કરવા જોઈએ. અને તે માટે જ અમારા માધ્યમથી અહી વાગડમાં પાણીની પંચાત નામે શ્રૃંખલાનો આજથી આરંભ કરી રહ્યા છીએ જેમાં વાગડમાં પાણીની કટોકટી ન થાય, જયા કયાંય પણ સમજાવટ કે કડક આંખ દેખાડીને પણ વિશાળ જનસમુદાયના હિત માટે કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વિના કાયવાહી કરવી જોઈએ તે કરવા માટે અનુભવગત તજજ્ઞોની સાથે વિવિધ જવાબાદર વિભાગોને પણ ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો છે. પ્રથમ કડીમાં આ બાબતે વાત કરીએ તો નિષ્ણાંતો પાસેથી મળતી માહીતી અનુસાર જે સૌરાષ્ટ્ર શાખા નહેરમાં
પાણી બંધ કરવાનું હતુ તે હાલ પૂરતું સંભવત મૂલતવી રાખેલ છે અને જો એમ ખરેખર થયુ હોય તો તે એક મોટી રાહતરૂપ ખબર જ કહી શકાય તેમ છે. કારણ કે સૌરાટ્ર શાખા નહેર જયારથી બનાવાઈ છે ત્યારથી સમારકામ થવા પામ્યુ નથી અને લખપતથી આ શાખા નહેરને બંધ કરાય એટલે તેની ખુબજ મોટી ગંભીર અસર ન માત્ર કચ્છ બલ્કે અન્યત્ર પણ પડી શકે તેમ હતી. કહેવાય છે કે, ગત મોડી રાત્રે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. લખતર પાસેથી નીકળતી આશરે ૧૩૫ કિમી લંબાઈની
પાઇપ લાઈન ચાલુ જ રહેશે. પરંતુ બીજા સમાચાર એવા પણ છે કે, મોરબી શાખા નહેર માં ૧૫ મી માર્ચ થી પાણી બંધ કરેલ છે ,ધ્રાંગધ્રા આજ કાલમાં બંધ થઈ જશે , માળિયા તેમજ સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી નીકળતી અન્ય ચાર શાખા નહેરમાં ૩૧મી માર્ચ સુધીમાં પાણી બંધ થઈ જશે. આવી સ્થિતીએ હાલતના સમયે પૂર્વ કચ્છના વહીવટીતંત્ર સહિત જળવિભાગી સંકળાયેલા સૌકોએ કરવા પાત્ર કાર્યવાહી એ જ છે કે, કચ્છ શાખા નહેરમાં સલીમગઢથી ૩૧ મી માર્ચ ના પાણી બંધ કરી દેશે એટલે ૦ કીમી.થી ૮૨ કિમી એટલે કે સલીમગઢ મઢુત્રા સુધીમાં રિપેરિંગ કામો કરવા તારીખ ૧, લી એપ્રિલ થી ચાર પાંચ દિવસ સુધી ભરાયેલ પાણી ખાલી કરવામાં આવશે. હવે કચ્છને માટે કામની વાત એ જ છે કે, જે પાણી ખાલી કરવામા આવે તે કચ્છ જિલ્લામાં
પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો દશેક દિવસનો ટેકો આરામથી આખાય વિસ્તારને મળી શકે તેમ છે. પરંતુ આ માટે સંકલનભરી કાર્યવાહી કરવી પડશે અને તે પહેલ કચ્છના સબંધિત વિસ્તારોના જાહેર જીવનના પ્રતીનીધિઓ દ્વારા કરવાની રહે છે. જો આમ થશે તો પણ પાણી બંધ થયા બાદ પણ દસેક દીવસ આ વિસ્તારને પ્રશ્ન કે સમસ્યા નહી જણાય તેવુ પાણી ક્ષેત્રના જાણકારો માની રહ્યા છે.

Comments