કચ્છમાં ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારો કયાંક સાણસામાં તો કયાંક થયા બખ્ખા : જયારે કેટલાકની થઈ ગઈ દવા..!
સરકાર-ગૃહવિભાગની ધોક્કાપછાડ કાર્યવાહીના ઘાત-પ્રત્યાઘાત
રાજયના પોલીસ બેડામાં વહીવટદારનો સડ્ડો વકરેલો છે, તે તો સૌ કોઈ જાણે છે, આ માટે સરકાર-ગૃહવિભાગ, ડીજીપીશ્રીએ પણ નીર્લિપ્ત રાયને આપી હતી જવાબદારી, આખાય જિલ્લામાં આવા વહીવટદાર તો ગણ્યાંગાઠયા જ હોય છે, બધાને તો તોડ-પાણીનો મેડ આવતો નથી હોતો, હાલમા જે કોમ્બીંગ કાર્યવાહી ચાલી રહી છે, તેમાં કઈક વહીવટદારો મુકાયા છે વિમાસણમાં, અમુકે હપ્તા લઈ લીધા બાદ બેનામી ધંધાર્થીઓ સામે થઈ રહી છે કાર્યવાહી, તેવા વહીવટદારોની બકરી આવી છે ડબ્બામાં, જયારે અમુકને થઈ ગયા છે જલ્સા તો વળી સાઈડલાઈન થઈ ગયેલા વહીવટદારો બીજા વર્તમાન સક્રીયની કરાવી રહ્યા છે પરોક્ષ રીતે દવા : પોલીસની આ કોમ્બીંગ દરમ્યાન વહીવટદારો પણ ઝપ્ટે ચડી જાય તો નવી નવાઈ નહી..!
ગાંધીધામ : ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્ર પટેલની સરકાર, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ડીજીપી વિકાસ સહાય દ્વારા હાલમાં રાજયભરના અસામાજીક માથાભારે ગુંડાછાપ તત્વો-બેનામી ધંધાર્થીઓ સામે કડક લાલઆંખ કરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ બન્ને પોલીસ જિલ્લાના વિસ્તારોમાં પણ કાયદાનો દંડો બરાબરનો ઉગામવામાં જ આવી ગયો છે અને હીસટ્રીશીટર તથા માથાભારે શિરજોર બેનામી ધંધાર્થીઓની સામે પણ કડક રાહે કામ લેવાઈ રહ્યુ છે.
દરમ્યાન જ બીજીતરફ જિલ્લામાં અંતરંગ વર્તુળ એક સુચક ચર્ચા પણ કરી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, આવા મોટા મોટા ધધાર્થીઓ ફાટીને ફુલેકે ચડયા કેવી રીતે? તેમનામા આવી હીમંત આવે છે કયાંથી? તો આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ બેડામાં વહીવટદારોનો સડ્ડો પણ મોટાપાયે ફાટી ચૂકયો છે. ખુદ ડીજીપીશ્રીએ પણ આવા વહીવટદારોને શોધી શોધીને સીધાદારે કરવાની જવાબદારી એસએમસીના શ્રી રાયને થોડા સમય પહેલા જ આપી હતી. એટલે આ વહીવટદારોનો સડ્ડો છે એટલુ તો નકકી જ થાય છે. હાલમાં મજાની વાત એ ચર્ચાય છે કે, કચ્છમાં પણ આવા અમુક બની બેઠલા ખાખીના વહીવટદારોની સ્થિતી કયાંક કફોડી બની છે, એટલે કે, કયાંક આવા વહીવટદારો સાણસામાં આવી ગયા છે, તો વળી કયાંક વહીવટદારોને રીતસરના જલ્સા-બખ્ખા જ થવા પામી ગયા હોવાનો વર્તારો ઉભો થવા પામી રહ્યો છે. તો વળી અમુક વહીવટદારોની સીધી કે પરોક્ષ રીતે દવા પણ કરવામાં આવી રહી હોવાનુ સામે આવે છે. વાત કરીએ વહીવટદારોની તો દરેક વિભાગ દીઠ કે મથક દીઠ વહીવટદારો તો ગણ્યાગાઠયા જ હોય છે, વહીવટ કરવાની સેવાનો લાભ તો અમુક પાંચ-પચ્ચીસ ભ્રષ્ટ તત્વોને જ મળતો હોય છે, બધાયને તો આ લાભ મળતો હોતો નથી, એટલે કેટલાક વહીવટદારો કે જેઓ મોટા મોટા બેનામી ધંધાર્થીઓથી તગડી રકમની તોડ કરી અને ધંધાની છુટ આપી બેઠા હતા, તેવા ધંધાર્થીઓ હવે પોલીસ કોમ્બીંગના મેઘા ઓપરેશનમં ઝડપાઈ રહ્યા છે, ધરપકડ થવા પામી રહી છે, એટલે આવા વહીવટદારોની બકરી ડબ્બામાંને પુછડી બહાર આવી ગઈ છે? મોટાપાયે ધંધાર્થીઓને છુટ આપી તેની અવેજમાં લાખોના હપ્તા લઈને બેઠા હતા અને હવે ધંધાઓ બંધ તો થયા જ થયા, ધંધાર્થીઓની પણ ધરપકડ થવા પામી રહી છે, એટલે આવા વહીવટદારો મુંજવણમાં મુકાઈ જવા પામ્યા છે? ઉપરાંત ધંધાર્થીઓ જે ઝડપાઈ રહ્યા છે તેઓ હપ્તા કોને કોને આપ્યા છે તેમાં પણ કયાંક આવા વહીવટદારોના નામો બાફી મારશે તો? આવો ભય પણ તેમને સતાવતો હોવાનુ દેખાય છે.
તો વળી બીજીતરફ જે વહીવટદારો અગાઉ ધુમ વહીવટ કર્યો હોય પણ હાલમાં સાઈડલાઈન કરી દેવાયા હોય તેવા વહીવટદારો ધંધાર્થીઓને વાયા મીડીયા ફોન કરાવી અને તારૂ નામ ગુનાહિત તત્વોની યાદીમાં આવી ગયુ છે, જોઈ લેજે, નામ કઢાવુ હોય તો ગોઠવણ કરાવી લેજે, વહીવટ-વ્યહવાર કરી લેજે, આવુ કહી અને ધંધાર્થીનું ખરેખર નામ યાદીમાં હોય કે નહી પરંતુ તેને બીવડાવી-ડરાવી અને તેમનાથી તોડ પાણી કરતા હોવાની વાત સામે આવવા પામી રહી છે. જયોર કેટલાક વહીવટદારોની પરોક્ષ રીતે આ કોમ્બીંગની કાર્યવાહી દરમ્યાન દવા કરાવવાની વેતરણો પણ થતી હોવાનુ દર્શાવવા પામી રહ્યું છે. પોલીસે ગુનાહિત આલમની સાફસફાઈ કરવા જે ઝુબેશ ઉપાડી છે તેમાં હવે અમુક વહીવટદારોના પણ તપેલા ચડતા થઈ જાય તો નવી નવાઈ નહી કહેવાય.

Comments