Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ૪ અને નખત્રાણા તાલુકામાં ૧ લખપતમાં ૨ એમ ૭ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયા

20 March


વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૩૪ નવીન P.H.C. ને વહીવટી મંજૂરી આપી

આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે રાજ્યમાં ૨૧ જિલ્લામાં નવીન ૩૪ P.H.C. ની વહીવટી મંજૂરી આપી

રાજ્યના ગ્રામ્ય આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશેઃ- આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ
   
ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત


               
ગાંધીનગરઃ મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર ભાઇ પટેલ ના નેતૃત્વ અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધું ને વધું સુદ્રઢ બની રહી છે.જેને પગલે આજે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં કુલ ૩૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો  P.H.C. ને વહીવટી  મંજૂરી આપી છે.     રાજ્યમાં ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કિડિયા નગર, કુંભારિયા રવ મોટી લોદરાણી અને નખત્રાણા તાલુકાના સાયરા અને લખપત તાલુકાના પાનન્દ્રો અને નરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતુ.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.  હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.  હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે. 
  

Comments

COMMENT / REPLY FROM