કચ્છના અમુક ભ્રષ્ટ ‘ખાખીધારીઓ’ માટે સાપે છંછુદર ગળ્યાનો તાલ : ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારો સામે કયારે થશે લાલઆંખ?
અપરાધીઓ પાસેથી નિયમિત ‘પ્રસાદી’ મેળવતા
હપ્તારૂપી ‘મલાઈ’ ચાખી ગયેલા કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે ડીજીપીનો આદેશ બન્યો પડકાર : જે હિસ્ટ્રીશીટરો સાથે મહિને હપ્તાનું બાંધણું થયું છે તેવા ગુનેગારોના નામ યાદીમાં સામેલ કરતા થઈ રહ્યો છે ખચકાટ
કંડલા કોમ્પલેક્ષમાં તેલચોરો અને પોર્ટના ગોડાઉનોમાથી ચોરી કરનારા તત્વો તથા ઝોનમાં પણ અવાર નવાર આયોજનબદ્ધ તસ્કરી-ચોરી કરનારા તથા દાદાગીરી કરનારાની સામે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી?
ખાટલે મોટી ખોટ : ગૃહમંત્રીશ્રીએ ઉચ્ચારેલી ચીમકીની અમલવારી કયારે કરાશે? : પોલીસતંત્ર ગૃહવિભાગના આદેશ બાદ રીતસરનું ગુનેગારો સામે તુટી જ પડયું છે, ન માત્ર યાદીઓ બનાવી બલ્કે કડક પગલા લેવા છે, સંપત્તીઓ ગેરકાયદેસર છે તેના પર બુલડોજર ફરી રહ્યા છે, ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આવા માથાભારે શખ્સો બનાવનારા અથવા તો આ ગુનેગારો જેમના જોરે ફાટીને ફુલેકે ચડયા છે તેવા અમુક ભ્રષ્ટ પોલીસવાળાઓ-બની બેઠલા વહીવટદારો પર સરકાર એકશન કયારે લેશે? : બુટલેગરોની સામે કાર્યવાહમી થાય છે તેમના ફોન-કોલ ડીટેલન્સની ચકાસણી કરાવો, તો પણ કઈક ભ્રષ્ટ ખાખીધારીઓના નામો આપોઆપ સામે આવી જશે? ખાખીધારીઓ કેટલા મોબાઈલ સીમ ધરાવે છે? એ સીમની તપાસ થશે તો સોર્સ-બાતમીદારના નામે સેવ હશે, પણ જો કડક તપાસ થશે તો તે બુટલેગર, જુગાર કલબનો મોટો સંચાલક અથવા તો પછી તેલચોર કે ખનીજમાફીયાઓ જ હોવાનુ આવશે સામે?
અમુક તત્વો આઈટીનો ગેરઉપયોગ કરી લાખોની તોડ કરી રહ્યા છે તેવા તકસાધુઓ પર પણ પગલા લેવાતા નથી? મહીને એકાદ ગ્રાહક તો આ આઈટીનાચીટર શોધી જ લેતા હોય છે અને લાખો રૂપીયાની તોડ કરી રહ્ય છે તેવા લોકો શું ગુનેગાર નથી? જે તત્વો કાયદાનો દુરઉપયોગ કરે છે અને અવાર નવાર માહીતી મેળવીને ખુલ્લા પાડવાની જગ્યાએ લાખોની તોડ કરી રહ્યા છે તેમની સામે પણ ધાક બેસાડતો દાખલો પુરવાર કરવો જોઈએ
ભુજ : રાજ્યની કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબુમાં લેવા રાજ્યના ડીજીપીએ તમામ પોલીસ સ્ટેશનને ગુનાહિત માનસ ધરાવતા અને પોલીસ ચોપડે અવાર નવાર ચડતા રહેતા હિસ્ટ્રીશીટરોની યાદી બનાવવા આદેશ કર્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પણ પોલીસે હિસ્ટ્રીશીટરોની યાદી તૈયાર કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, રાજ્યના ડીજીપીએ કરેલા આદેશ બાદ જિલ્લામાં કેટલાક ભ્રષ્ટ ખાખીધારીઓ માટે સાપે છંછુદર ગળી લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમના થી દર મહિને નિયમિત ‘ઉપર’ની આવક થતી રહે છે તેવા ગેંગસ્ટરોના નામ યાદીમાં સામેલ કરવા પૂર્વે ભ્રષ્ટ ખાખીધારીઓના હાથ ધ્રુજી રહ્યા હોવાની સ્થિતી જેાવાઈ રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના ડીજીપીએ કરેલા આદેશમાં અલગ - અલગ પાંચ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા ગુંડાઓની યાદી તૈયાર કરવા જણાવાયું છે, જેમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ, શરીર સંબંધિત ગુનાઓ, મિલ્કત સંબંધિત ગુનાઓ, આર્મ્સ એક્ટ તેમજ ખંડણી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અપરાધીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, કચ્છ જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ, જુગાર ક્લબ ચલાવતા માથાભારે તત્ત્વો દ્વારા ભ્રષ્ટ પોલીસકર્મીઓને નિયમિત હપ્તારૂપી તગડી રકમ ચૂકવવામાં આવતી હોય છે. દારૂ-જુગાર ઉપરાંત અન્ય ગેરપ્રવૃત્તિઓ માટે પણ હપ્તાની ચોક્કસ રકમ નિર્ધારીત કરવામાં આવી હોય તે મુજબ ભ્રષ્ટ ખાખીધારીઓને નિયમિત પ્રસાદી પહોંચતી કરવામાં આવે છે. જો કે, એસએમસી દ્વારા કુખ્યાત બુટલેગરો તથા જુગાર સંચાલકો સામે તો ધોક્કો પછાડવામા આવ્યો જ છે. અને તેની યાદી તૈયાર કરી લેવામા આવી છે. ત્યારે એસએમસી દ્વારા હવે કાર્યવાહી કરા છે તેવામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશથી સ્થાનિક ભ્રષ્ટ ખાખીધારીઓને પસીના છૂટી ગયા છે. આવા ભ્રષ્ટ ખાખીધારીઓ માટે સાપે છંછુદર ગળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અહી જાણકારો દ્વારા કહેવાઈ રહ્યુ છે કે, ગુનેગારો સામે રાજયભરમાં જે ઓપરેશન ચાલીરહ્યુ છે તે શરૂ થતા પહેલા
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ નિવેદન આપી અને પોલીસ વાળાઓને પણ ચેતવ્યા હતા.
તેઓએ કહ્યુ કે, પોલીસવાળાઓ સુધરી જજો, જો આવા કોઈ પણ બેનામી ધંધાવાળા સાથે કયાંય પણ મીલીભગત સામે આવવા પામશે તો સમજી લેજો કે, તમારી સીધી નોકરી જ ગઈ.
ગૃહમંત્રીશ્રીની આ લાલઆંખ કરતી ચીમકી અનેકવીધ રીતે જરૂરી જ હતી, હવે જયારે મોટા મોટા બેનામી ધંધાર્થીઓ સામે કાર્યવાહી પુરવાર થતી શરૂ થવા પામી ગઈ છે ત્યારે આવા અમુક બની બેઠેલા ખાખીધારીઓ સામે પણ તવાઈ બોલાવાશે ખરી?
..........
ગુંડાઓને પાડતા ગેંગસ્ટરોને પણ કરો સામેલ
ભુજ : કચ્છ જિલ્લામાં અવાર નવાર આતંક મચાવતા, મારામારી, લૂંટ, ચોરી કે હત્યા જેવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોમાંથી મોટાભાગના અપરાધીઓ કચ્છમાં ચાલતી જુદી-જુદી ગેંગમાંથી એકાદ ગેંગ સાથે જોડાયેલા હોય છે. આવા ગુનેગાર ગુંંડાઓ જેલમાં જાય છે ત્યારે તેમના બચાવ માટેની અને જેલમાં રહે ત્યાં સુધી તેમના કુટુંબની જવાબદારી આ ગેંગસ્ટરો નિભાવતા હોય છે. ખંડણી, જમીન પચાવી પાડવી જેવા અનેક ધંધા્ઓ ચલાવતા ગેંગસ્ટરોને પણ યાદીમાં સામેલ કરાય તો જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં મોટો સુધાર થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.
.......
રીઢા બુટલેગરોના નામ અંગે મતમતાંતર
ભુજ : રાજ્યના ડીજીપીના આદેશ બાદ હિસ્ટ્રીશીટરોની તૈયાર થયેલી યાદીમાં ખાખીધારીઓને નિયમિત હપ્તાની પ્રસાદી ધરી દેતા રીઢા બુટલેગરોના નામ છોડી દેવાયા હોવાની ચર્ચા શરૂ થઈ છે. પોલીસ માટે દુઝણી ગાય સમાન દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓને જે રીતે ધંધો કરવા માટે મોકળું મેદાન મળી રહે છે તે રીતે જ હિસ્ટ્રીશીટરોની યાદીમાં પણ એડવાન્ટેજ મળ્યું હોવાની ચર્ચા છાને ખૂણે ચાલી રહી છે.
........
ગાંધીધામ-મીઠીરોહર-ખારીરોહરનો કુખ્યાત બુટલેગર અકાડી
ધોક્કાછાપ કડકાઈમાંથી કેમ બાકાત?
અકાડીના બેનામી ધંધાની છઠ્ઠી-કાચોચીઠ્ઠો કઢાવો તો કઈક ગંભીર ગુનાઓમાં પોલીસ ચાોપડે બોલતુ હશે અકાડીનું નામ , તે કેમ ફરી રહ્યો છે બિનધાસ્ત..?
ગાંધીધામ : ગુજરાત સરકાર અને ગૃહવિભાગ દ્વારા અસામાજીક બદીઓને ડામવાની દીશામાં ઓપરેશન જ હાથ ધર્યુ હોય તેવી રીતે પોલીસવિભાગ રાજયભરમાં કડકાઈ સાથે આવા ગુંડાછાપ આવારાતત્વોને શોધી શોધીને નશયત કરી રહી છે. તેમાં બુટલેગર તથા હીસટ્રીશીટર બાકી રહેતા હતા તો હવે એસએસસીએ પણ તેમાં લાલઆંખ કરી અને મોટા બુટલેગરોનું લીસ્ટ બનાવી અને તેમની સંપત્તીઓ ટાંચમાં લેવા સુધીની કડક કાર્યવાહી આદરી છે જેમાં કચ્છના પણ અમુક બુટલેગરોનો સમાવેશ કરવામા આવ્યો છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ-કંડલા સંકુલમાં કુખ્યાત બુટલેગર તરીકે પંકાયેલ શીરજોર અકાડીનું નામ હજુ સુધી આ લીસ્ટમાં કયાંય જોવા નથી મળ્યુ? તેના પાછળનું કારણ શું છે?અકાડી કેમ હજુય આબાદ ફરી રહ્યો છે? અકાડીની સામે દારૂ સહિતના ગુનાઓની ચકાસણી કરવામ આવશે તો પોલીસ ચોપડે તે ચોકકસથી અનેકવિધ વાળ જોવા મળી જ આવશે. કુખ્યાત બુટલેગર અકાળીનું નામ આ લીસ્ટમાં કોના કહેવાથી કાઢી નાખવામાં આવ્યુ છે? અથવા તો કયા ભ્રષ્ટ વહીવટદાર ખાખીધારીના લીધે અકાડીનુ નામ આ લીસ્ટમાં નથી મુકવામા આવ્યુ? તેવા સવાલો પણ થવા પામી રહ્યા છે.
.........
ધંધાથી અલિપ્ત થયેલા બુટલેગરોમાં પણ ઉચાટ
ભુજ : કચ્છમાં ભૂતકાળમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા કેટલાક નામચીન બુટલેગરો હવે દારૂના ધંધાથી દૂર થઈ ગયા છે, પરંતુ ભૂતકાળમાં તેમના નામ દારૂના ધંધા માટે ભારે ચકચારી બન્યા હોઈ અને પોલીસ ચોપડે પણ તેમના નામે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાથી આવા ધંધાર્થીઓમાં હવે ધંધો છોડી દીધા બાદ ફરી કાયદાનો સકંજો કસાશે કે કેમ ? તેવો ઉચાટ ફેલાયો છે.
..........

Comments