Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના ફરાદી પટ્ટામાં બોકસાઈડ માફીયાઓ બેફામ ?  અજીત-અરવિંદ  ગેંગ પર કોના ૪ હાથ.!

20 March

છે..ને..ભ્રષ્ટતંત્રની બલિહારી..?




બોકસાઈડ ખનીજને ખુબજ પ્રતીબંધિત અને સંવેદનશીલ કેટેગરીમાં મુકાયેલ છે, જીએમડીસી ઉપરાંત બોકસાઈડ માટેની મંજુરીઓ મેળવવા અનેક કોઠાઓ ભેદવા પડે છે, ત્યારે આ પટ્ટામાં ખુલ્લેઆમ-બિનધાસ્ત બોકસાઈડની દીવસ-રાત ગેરકાયદેસર ખનન પ્રવૃતીઓ કોની રહેમ નજરથી ચાલી રહી છે? જાણકારોમાંથી ઉઠતો સવાલ



ગુજરાત સરકાર-ગૃહવિભાગ એકતરફ કડક કાર્યવાહી કરી છે, કાયદાનો ધોક્કો પછાડી રહ્યા છે ત્યારે બીજીતરફ ખનીજમાફીયાઓને કોઈનો પણ 
ડર જ ન હાયે તેમ બેફામ બનેલા છે




ગાંધીધામ : ગુજરાત સરકારને રોયલ્ટીની જેટલી આવક થવી જોઈએ તેનાથી તો મોટા પ્રમાણમં રાજયભરના અમુક ચોકકસ બેલ્ટમાં કેટલાક ભાથાભારે તત્વો દ્વારા ખનીજચોરીને બિનધાસ્ત રીતે અંજામ આપવામા આવી રહ્યો હોવાનુ અહી ખુલી રહેલા કેસાથી જોવાઈ રહ્યું છે. કચ્છમાં પણ વાગડ પટ્ટાથી લઈ અને લખપત સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરીને કોઈ પણ પ્રકારની રોકટોક વગર અમુક બની બેઠેલા શખ્સો દ્વારા ધમધમાવાઈ રહ્યુ છે. દરમ્યાન જ કચ્છના માંડવી વિસ્તારમાં ફરાદી પટ્ટામાં પણ મોટાપાયે બોકસાઈડનું ગેરકાયદેસર ખનીજ બેરોકટોક રીતે કરવામા આવી રહ્યુ હોવાનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. કહેવાય છે કે, ફરાદી પટ્ટામાં અરવિંદ નામના શખ્સની બોકસાઈડ ચોરી ધુમ થવા પામી રહી હોવાનુ કહેવાય છે. જાણકારો કહી રહ્યા છે કે, બોકસાઈડની તસ્કરી અરવિંદના નેજા હેઠળ દીવસ રાત ચાલી રહી છે. તો બીજીતરફ અજીત દ્વારા અહી બોકસાઈડ તથા બેન્ટોનાઈટ આડેધડ ઉસેડવામા આવી રહ્યું છે. હવે અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, આ રીતે આટલા મોટા પ્રમાણમાં ખનીજચોરી થવા પામી રહી હોય અને ખનીજના જવાબદારો અથવા તો પછી પોલીસતંત્ર સહિતનાઓને કે, સ્થાનિકે મહેસુલી જવાબદારોને ગંધ શુદ્ધા ન આવે તે કેવી રીતે બની શકેે એટલે જ અહીં જાણકારો સવાલ કરી રહ્યા છે કે, આ અજીત અને અરવિંદ જેવા ખનીજચોરોને માફીયા બનાવતી બોકસાઈડની ધુમ ચોરી કરવાની છુટ કોણે આપી છે? કોની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યું છે?

...........





 

Comments

COMMENT / REPLY FROM