ડગાળાની સીમમાં સરકારી જમીનમાં થતી માટી ચોરી પકડાઈ
૪૦ લાખના વાહનો કબજે કરાયા
ભુજ : તાલુકાના ડગાળા ગામની સીમમાં સરકારી જમીનમાં માટી ચોરી થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૪૦ લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે, ડગાળા ગામે રહેતા સામજીભાઈ કરશનભાઈ વરચંદ સરકારી જમીનમાં ગેરકાયદે માટી ચોરી કરે છે. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એક જેસીબી, બે હીટાચી અને બે ટાટા આઈવા ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા. આ વાહનો સામજીભાઈ હોવાની કબૂલાત અપાઈ હતી. કોઈ આધાર પુરાવા કે લિઝ પરવાનગી ન મળી આવતા વાહનો કબજે કરી ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. કુલ ૪૦ વાહનો કબજે કરી પદ્ધર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

Comments