Trending News
સ્થાનિક સમાચાર

મોટી સિંધોડી અને સુથરીની પવનચક્કીમાંથી  કેબલ ચોરનારા નલિયાના ચાર ઈસમો ઝડપાયા

20 March



ઝડપાયેલા શખ્સો પાસેથી એક લાખના વાયરો કબજે કરાયા : આરોપીઓ ધરાવે છે ગુનાહીત ઈતિહાસ : પોલીસે પકડ્યા ત્યારે આરોપીઓએ હસતા હસતા ફોટો પડાવ્યો 


ભુજ : પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરો બેફામ બન્યા છે ત્યારે મોટી સિંધોડી અને સુથરીમાં પવનચક્કીમાંથી કેબલ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એલસીબીએ નલિયાના ચાર ઈસમોને ઝડપી એક લાખના વાયર કબજે કર્યા છે. 
અબડાસા તાલુકાના સુથરી, કડુલી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો પવનચક્કીના કેબલ વાયર ચોરી ગયા હતા. કુલ ૫૩,૫૫૦ ની કિંમતના કેબલ તસ્કરો કાપી ગયા હતા, જ્યારે મોટી સિંધોડી ગામની સીમમાં પવનચક્કી નં.એમ-૪૧૪ માથી ૧૩,૮૬૦ નો વાયર ચોરાયો હતો. જે બાબતે આરીખાણાના પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ જાડેજાએ કોઠારા અને જખૌ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એલસીબીએ તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા છે. ઉમર અલીમામદ કુંભાર નામના શખ્સે ચોરી કરી આ કેબલ મામદ ઈબ્રાહીમ કુંભારને આપ્યા હોવાની બાતમીના આધારે પોલીસે નલિયાના મફતનગરમાં આવેલ મામદ ઈબ્રાહીમના ભંગારના વાડામાં દરોડો પાડતા મફતનગર નલિયાનો મામદ તેમજ ઉમર અલીમામદ કુંભાર, અબ્દુલ કાસમ સાટી અને કુંભાર ફળિયાનો અલીમામદ જુસબ કુંભાર મળી આવ્યા હતા. વાડામાં તપાસ કરતા અલગ અલગ કોથડાઓમાંથી ૧ લાખના ર૦૦ કિલો કોપર વાયર મળી આવ્યા હતા. જેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. પુછપરછ કરતા કબૂલાત આપી કે, આજથી ૧પ-ર૦ દિવસ અગાઉ ચોરી કરી અહીં વાડામાં આપ્યા હતા. જેથી પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી છે. ઉમર સામે અંજાર, આદિપુર, ગઢશીશા, વાયોર, નલિયા, નખત્રાણા પોલીસમાં ૧૦ ગુના, અલીમામદ સામે માનકૂવા અને અબ્દુલ સામે નલિયા, નખત્રાણામાં ૭ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓને પકડી ફોટો પડાવ્યો ત્યારે એક ઈસમ હસતો જોવા મળ્યો હતો. 


.........

Comments

COMMENT / REPLY FROM