Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં હવે એસએમસીએ પણ લીસ્ટેડ બુટલેગરો સામે ધોકો પછાડ્યો

19 March

કડક આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની ટીમે બોલાવ્યો સપાટો 

ડીજીપીએ ૧૦૦ કલાકનો સમય આપ્યો, એસએમસીએ ૭ર કલાકમાં લીસ્ટ બનાવ્યું :
 ભચાઉના મામા અને વાગડના પુના ભરવાડે સરકારી જમીનમાં દબાણ કર્યાનું થયું સ્પષ્ટ : કલેકટરને પત્ર પાઠવી દબાણ તોડવા માટે તાકીદ કરાઈ



ગાંધીધામ : ગુજરાતમાં કાયદો વ્યવસ્થા મજબુત થાય તે માટે અસામાજીક ગુંડા તત્વો સામે ૧૦૦ કલાકમાં કડક કાર્યવાહી કરવાની સુચના અપાઈ હતી, જે અન્વયે એસએમસીના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો છે. રાજયમાં મોટા પાયે દારૂ, જુગાર, ખનીજ અને કેમીકલ ચોરીની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા ર૪ શખ્સોનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં તેઓના ગેરકાયદે બાંધકામ, દબાણ સંદર્ભે ૧પ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં પૂર્વ કચ્છ ભચાઉના લીસ્ટેડ બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભાએ ભચાઉમાં દરબારગઢ પાસે આવેલ સીટી સર્વે નંબર ૮૮૦, મુળખંડ નંબર ૬૭૧, અંતિમ ખંડ નંબર ૬૩૪ પર બે માળનું મકાન આવેલું છે. જે મકાનનું બાંધકામ મંજુર નકશામાં ફેરફાર કરી વધારાનું બાંધકામ કરી સરકારી જમીનમાં દબાણ કર્યું છે તેમજ વાગડના લીસ્ટેડ બુટલેગર પુના ભાણા ભરવાડે રાપરના આથમણા નાકા સર્વે નંબર ૬૩૯/૧ તથા ૬૩૯/ર, પ્લોટ નં. પ, રહેણાંક બંગલો આવેલો છે જેમાં વધારાનો બાંધકામ અને સરકારી જગ્યામાં દબાણ હોવાનું સ્પષ્ટ થતા આ બન્ને દબાણ તોડવા માટે કચ્છ કલેકટર અને પૂર્વ કચ્છના એસપીને સુચના આપવામાં આવી છે. ઉપરાંત પુના ભાણા ભરવાડે પોતાના મકાનો ભાડા કરાર કે પોલીસમાં જાણ કર્યા વીના ભાડે આપ્યા લીધા હોવાનું જણાઈ આવતા સબંધી મકાન માલીકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી માટે સુચના આપી દેવામાં આવી છે તેમ એસમેઅસીના ડીવાયએસપી કે. ટી. કામરીયાએ જણાવ્યું હતું. મહત્વની બાબત એ છે કે, ડીજીપીએ ૧૦૦ કલાકમાં કાર્યવાહીની સુચના આપી હતી. ત્યાં એસએમસીએ ૭ર કલાકમાં સપાટો બોલાવી નાખ્યો છે.



...........


સ્ટેટ મોનેટરીંગ સેલે કરી અસરકારક કામગીરી 

રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર


ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે કરી અસરકારક કામગીરી.  રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર.  જીસ્ઝ્ર એ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી દીધી. સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેકટરશ્રીને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી. ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની તૈયારી.


 

Comments

COMMENT / REPLY FROM