સૂરજબારી પાસે કેમિકલ ટેન્કર પલટી મારતા દોડધામ
ટેન્કરમાંથી ટોલિયન નામનું કેમિકલ થયું લીક : ફાયર બ્રિગેડની ટીમોએ ફોમ મારી લીકેજ કર્યું બંધ
ભુજ : સામખિયાળી પાસે કેમિકલ ભરેલ ટેન્કર ટોલબૂથ પાસે પલટી મારી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં રહેલ ટોલિયન નામનું કેમિકલ લીક થતાં દોડધામ મચી ગઈ હતી. જો કે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોએ આવીને લીંક બંધ કરતા રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગત રોજ રાત્રે ૨ વાગ્યે ફાયર ઓફિસર સચિન પરમારને કોલ આવ્યો હતો કે, સૂરજબારી ટોલ પ્લાઝા પર એક ટેન્કર પલટી મારી ગયું છે અને તેમાં ર૩ ટન ટોલીયન નામનું કેમિકલ ભરેલ છે. પલટી મારી જવાના કારણે કેમિકલ લીક થયું છે. ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લીક થતું કેમિકલ બંધ કરવા ફોમ મારીને પ્રયાસો હાથ ધર્યા હતા. અને જે પલટી મારી ગયેલ ટેન્કર હતું તેને ક્રેન દ્વારા સીધું કરાવ્યું અને લીક બંધ કરાવ્યું મોટી જાન હાની ટળી હતી. કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા સહિત જોેડાયા હતા. તો સવારે ટેન્કર પલટી મારી જવાના કારણે લીક થવાના કારણે ઢોળાયું હોવાનું આસપાસના રહેવાસીઓ અને ગ્રામજનોને જાણ થતાં તેને ભરવા માટે પડાપડી થઈ હતી.

Comments