Trending News
ક્રાઈમ

ગાંધીધામની શાળામાં શિક્ષકની લુખ્ખી દાદાગીરી : આચાર્ય પર હુમલો કર્યો

19 March

શિક્ષકે વાલીઓ પાસેથી રપ૦૦ રૂપિયા ઉઘરાવતા તે બાબતે પુછપરછ કરતા બન્યો બનાવ

ગાંધીધામ : શહેરમાં સી.જી.હાઈસ્કૂલ ખાતે પ્રિન્સીપાલને માર મારવામાં આવ્યો હતો. ફરિયાદી પ્રિન્સીપાલ ભરતભાઈ નાનકરામ બચવાણીના જણાવ્યા પ્રમાણે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ચેલારામ ચૌધરી પ્રાર્થના પતી ગયા બાદ મોડેથી આવ્યા હોઈ મૌખિક ઠપકો આપ્યો હતો. બાદમાં એક વાલીની ફરિયાદનો ખુલાસો લેવા કેબીનમાં બોલાવી કહ્યું હતું કેે, તમે શિક્ષક તરીકે તમને ન શોભે તેવી સામાજીક પ્રવૃતિના ભાગરૂપે વાલીઓ પાસેથી રપ૦૦ રૂપિયા કેમ લીધા ? તે બાબતે પુછતા શિક્ષક ચેલારામ ચૌધરીએ મારી પુછપરછ નહીં કરવાનું કહી ગાળો આપી પેપરવેટનો છુટો ઘા કરતા માથાના ભાગે વાગ્યો હતો. અન્ય કર્મચારી વચ્ચે પડયા, જો કે આ શિક્ષકે ફરિયાદી પ્રિન્સીપાલને માથાના ભાગે ધકબુશટ અને ધુસાનો ઘા મારતા ચક્કર આવી ગયા અને ૧૦૮ મારફતે પ્રથમ રામબાગ અને ત્યાંથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે શાળાના ટ્રસ્ટી, મૈત્રી સ્કૂલના પ્રિન્સીપાલ,  જિલ્લા શિક્ષણાધિકારી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ચેલારામ ચૌધરીએ ગેરકાયદે અસામાજીક પ્રવૃતિ ન કરવા પુછપરછ કરવા મુદ્દે આ હુમલો કર્યો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM