Trending News
ક્રાઈમ

અસામાજીક તત્ત્વો સામે પૂર્વ કચ્છ પોલીસની લાલઆંખ

19 March

ભચાઉ અને અંજાર ડીવીઝનમાં અલગ અલગ ટીમો બનાવી ૬૬પ ઈસમોને તપાસાયા : વધુ ત્રણ વીજ જોડાણ કપાવી ર.૪૧ લાખનો દંડ કરાવાયો : ૯૬ બુટલેગર તપાસવા સાથે સઘન કોમ્બીંગ કરાયું

ગાંધીધામ : રાજયના મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરી કડક કાર્યવાહી માટે અપાયેલી સુચના અંતર્ગત પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં શરીર સબંધી, મિલ્કત સબંધી, દારૂ, જુગારની પ્રવૃતિ આચરતા અસામાજીક તત્ત્વો વિરૂદ્ધ કાર્યવાહી માટે સુચના અપાઈ હતી. જે અંતર્ગત અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના વડપણ હેઠળ બન્ને ડીવીઝનમાં પોલીની અલગ અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઈઝ ચેકીંગ કરી અસરકારક કોમ્બીંગ કરાયું હતું. જેમાં ૯૬ લીસ્ટેડ બુટલેગર તપાસી ૧૭ દારૂના કેસ કરાયા, પ૬ નીલ રેડ થઈ હતી. ર૪ જાણીતા જુગારી ચેક કરી ૬૯ અસામાજીક તત્વો તપાસવામાં આવ્યા હતા. ખંડણી ઉઘરાવતા છ ઈસમો પણ જપ્ટે ચડયા હતા. ત્રણ વીજ જોડાણ કપાવી ર,૪૧,૧૧૮ નો દંડ કરાવાયો છે. ર૦ વાહનો ડીટેઈન કરાયા હતા. જયારે પ૭ વાહન ચાલકોને ર૧ર૦૦ નો દંડ ફટકાર્યો હતો. ૩૪ર વાહન તપાસી મકાન ભાડુઆત જાહેરનામા, જીપી એકટ, એમવી એકટ સહિત એ રોલ, બી રોલની કામગીરી કરવામાં આવી હતી. અવાવરૂ જગ્યા અને હોટલ - ઢાબા સાથે માઈક્રો ક્રાઈમ રેકોર્ડ ધરાવતા ઈસમો અને શંકાસ્પદ વ્યક્તિઓ તપાસવામાં આવ્યા હતા. જયાં જુઓ ત્યાં પોલીસના ચેકીંગ અને ખાખીવર્દીમાં પોલીસ કર્મચારીઓ જોવા મળતા અસામાજીક તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.
 

Comments

COMMENT / REPLY FROM