Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે લોહીની નસોનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

18 March



બિદડા : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે. એમ. પટેલ આરોગ્યધામ ખાતે વેરીકોઝ વેઈન રોગોનો નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં અમેરિકાનાં લોહીની નસનાં સુપર સ્પેશ્યાલીસ્ટ  ડો. કિશોર વોરા દ્વારા વાસ્ક્યુલર (વેરીકોઝ વેઈન) રોગનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૪પ દર્દીઓની વિનામૂલ્યે તપાસણી કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાંં આવ્યું હતું. જે દર્દીઓને લેઝર સારવારની જરૂર હતી તેવા દર્દીઓને જણાવેલ તારીખે બિદડા હોસ્પિટલમાં અદ્યતન લેઝર મશીન દ્વારા સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે.
આ બિમારી વારસાગત કારણે, લાંબા સમયથી ઉભા રહેવા અથવા બેસી રહેવાથી, રકતપ્રવાહની ગડબડ, વધતી ઉંમર, મોટાપો, હોર્મોેનલ ફેરફાર વગેરે જેવા દર્દીઓમાં થવાની શકયતા રહેતી હોય છે. આ કેમ્પમાં શરીરની નસો ફુલાઈ જવી, દુઃખાવો થવો, સોજો આવવો તથા ચામડી પર કાળા દાગ થઈ જાય છે. થોડું ચાલીએ તો ઉભા રહી જવું પડે, પગના આંગળા કાળા પડવા (ગ્રેગરીન), પગમાં નસોના ગુંચવાળા દેખાવા, પગના કાંડા પાસે ચાંદા પડવા, પગ કાળા પડી જવા વગેરે જેવી તકલીફ ધરાવતા દર્દીઓ જોવા મળ્યા હતા.
આ કેમ્પમાં એક બહેન આવ્યા હતા, જેમને ૧૦ વર્ષોથી ચાંદા હતા. એ બહેને ઘણી જગ્યાએથી સારવાર લીધેલ, પણ ચાંદાનું રૂઝ આવતો જ ન હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટમાં જાન્યુઆરી કેમ્પમાં વાસકયુલર સર્જરીનાં કેમ્પમાં બતાવવા આવ્યા ત્યારે ડો. કિશોર વોરાએ લેઝર મશીન દ્વારા એમનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશનના ત્રણ મહિના પછી એ બહેન ફોલોઅપ માટે બિદડા આવ્યા ત્યારે પગમાં ચાંદો હતો જ નહીં. તેમણે ડોકટર અને બિદડા સર્વોંદય ટ્રસ્ટનો આભાર વ્યકત કર્યે હતો. એવી જ રીતે યુવકને પણ પગમાં ઘૂંટણની પાછળના ભાગમાં ઘણી બધી નસો એક સાથે ભેગી થઈ ગઈ હતી અને એક મોટી ગાંઠ જેવી દેખાતી હતી. એ દર્દીનું ઓપરેશન પણ જાન્યુઆરી કેમ્પમાં કરવામાં આવેલ અને આજે આ છોકરો એકદમ બરોબર થઈ સારી રીતે ચાલી ફરી શકે છે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી કેમ્પમાં પ્રથમ વખત યોજાયેલ આ કેમ્પમાં ૧૭૩ દર્દીઓની તપાસણી કરવામા આવી હતી, જે પૈકી રપ દર્દીઓની લેઝર મશીન દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઘણાં દર્દીઓની સંખ્યા જોઈ ફરી એક વાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ અવાર નવાર આવા પ્રકારના કેમ્પો ગોઠવવાની વિચારણા ચાલી રહી છે કે જેથી કચ્છની પ્રજાને આનો લાભ મળતો રહે. કેમ્પ દરમ્યાન ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, ડો. મયુર મોતા હાજર રહ્યા હતા. ડો. આયુશી ગર્ગ અને બીનાબેન વોરાએ દર્દીઓને માર્ગદર્શન આપ્યુ હતું. સ્વયંસેવક તરીકે પોપટલાલ ગાલા, જગદીશ ફુરીયા, શાંતિલાલ સાવલા, કેતનભાઈ ગાલા અને અમૃતલાલ મારૂએ સેવાઓ આપી હતી.
------ 

Comments

COMMENT / REPLY FROM