Trending News
સ્થાનિક સમાચાર

ડીજીપીના આદેશ બાદ ૧૦૦ કલાકની અંદર જ અસરકારક કોમ્બીંગ

18 March



પૂર્વ કચ્છમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા : અસામાજીક તત્ત્વો થરથર્યા


એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શનમાં અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા પીઆઈ - પીએસઆઈની ફોજ સાથે ઉતર્યા રોડ પર : બુટલેગર, હિસ્ટ્રીશીટર, જુગારીઓ તપાસવામાં આવ્યા : ૩૪૪ ઈસમો ચેક કરી ગુના રજીસ્ટર કરાયા




ગાંધીધામ : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય ૧૦૦ કલાકમાં અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવાની આપેલી સુચનાને પૂર્વ કચ્છ પોલીસે મન ઉપર લઈ લીધી છે. ગઈકાલે સવારે શિકારપુરમાં હિસ્ટ્રીશીટરનું મકાન તોડી પાડયા બાદ અંજાર અને ફતેહગઢ, પ્રાગપરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મેળવેલા વીજ જોડાણ કાપવામાં આવ્યા તે બાદ રાત્રે ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉમાં કોમ્બીંગ યોજવામાં આવ્યું હતું. 
એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં શરીર સબંધી, મિલ્કત સબંધી, દારૂ જુગારની ગેરકાયદે બદી આચરતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અપાતા અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં બન્ને ડીવીઝનમાં પીઆઈ - પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ૩ લીસ્ટેડ બુટલેગરો તપાસવા સાથે ર૦ પ્રોહીબીશનના કેસ કરાયા, ૪ર બુટલેગરોને ત્યાં નીલ રેડ થઈ હતી, ૧૦ હિસ્ટ્રીશીટર, ર૬ વ્યક્તિઓના ક્રાઈમ રેકોર્ડ, ૧૪ જુગારી ચેક કરી એમવી એકટ તળે ર૯ વાહન ડીટેઈન થયા અને ૮૦ વાહનના ચાલકને એનસી ફટકારી ૩૩પ૦૦ નો દંડ વસુલાયો હતો. મકાન ભાડુઆતના જાહેરનામાનો ભંગ થતા ૧૧ કેસ કરાયા હતા. શરીર અને મિલ્કત સબંધી ગુના આચરતા પ૯ ઈસમો તપાસવામાં આવ્યા હતા. વીજ ચોરી જણાઈ આવતા પીજીવીસીએલને રીપોર્ટ કરવા સાથે હોટલ, ઢાબા, દંગા, પડાવ, અવાવરૂ જગ્યા ચેક કરવામાં આવી હતી. કોમ્બીંગ દરમ્યાન ૩૪૪ ઈસમો ચેક કરી અલગ અલગ હેડ તળે ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસના ધાડેધાડ ઉતરી આવતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Comments

COMMENT / REPLY FROM