Trending News
સ્થાનિક સમાચાર

તપાસ ટીમો ત્રાટકયાની અટકળોથી અંજારમાં ઉગડતા દિવસે જ બજાર ટપોટપ બંધ થતા આંતરીક ઉહાપોહ..!

18 March




ઐતિહાસીક શહેર અંજારમાં અચાનક જ વેપારીઓમાં ફેલાયો ફફડાટ : સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ શહેરનીમુખ્ય બજારોની દુકાનોના સટ્ટર એકાએક જ પડી જતા બજારમાં મચી ગયો સન્નાટો


માર્ચ એન્ડીંગના ચાલતા સમય દરમ્યાન બજારમાં કોઈ કહે છે કે જીએસટીની રેઈડ, તો કોઈ આઈટીના દરોડાની વાત કરી રહ્યા છે, તો કોઈ તોલમાલ કચેરીની ટુકડીઓ ત્રાટકયાનું ચર્ચે છે, તો વળી કોઈ બાળમજદુર અધિકારીની ટીમો ઉતરી પડી હોવાનું માની રહયા છે




ગાંધીધામ : વર્ષ ર૦ર૪-રપના હિસાબ-કીતાબનો અંતીમ મહીનો માર્ચ એન્ડીંગ ચાલી રહ્યો છે ત્યારે પૂૃર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં પણ બજારો શરૂ થવાનો સમય હોય, એટલે કે ઉઘડતા દીવસના સમયે જ આજે અચાનક જ બજારમાં વિવિધ દુકાનોના સટ્ટર ટપોટપ બંધ થવા પામી જતા શહેર-સંકુલમાં તરેહ તરેહની ચર્ચાઓ સાથે આંતરીક ઉહાપોહ સર્જાવવા પામી ગયો હોવાનો માહોલ જોવા મળી આવ્યો હતો.આ મામલે અંજાર શહેરમાંથી સામે આવતી માહીતીઓ અનુસાર અંજારમાં આજે ૧૧ઃ૧ર વાગ્યાની આસપાસના સમયકાળમાં એકાએક જ શહેરની મુખ્ય બજારોની દુકાનો ટપોટપ શટ્ટરો પાડતી જોવા મળી આવી હતી. શહેરની પ્રખ્યાત માલાશેરી, બાર મીટર રીંગ રોડ સહિતના મુખ્ય વિસ્તારોની બજારેમાં દુકાનો વેપારીઓ દ્વારા બંધ કરી દેવામા આવી હતી.આ રીતે અચાનક જ બજારો બંધ થવા પામતા શહેરની મુખ્ય બજારના વિસ્તારોમાં સોપો જ પડી જવા પામ્યો હતો. આ રીતે દુકાનો કેમ એકાએક જ બંધ કરવામા આવી રહી છે તેને લઈને વિવિધ અટકળો પણ શરૂ થઈ જવા પામી હતી. કોઈ કહી રહ્યુ હતુ કે, જીએસટીની ટુકડીએ રેઈડ કરી છે તો કોઈએ કહ્યુ કે, ઈન્કમટેક્ષ વિભાગની ટુકડી દરોડા પાડી રહી છે, તો કોઈએ વળી એમ જણાવ્યુ કે તોલમાલ કચેરીની ટીમો શહેરમાં ઉતરવા પામી છે, જયારે અમુક લોકો કહી રહ્યા હતા કે, બાળમજદુર અધિકારીઓની ટીમ શહેરમાં તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરવાના મુડમાં છે. જો કે, આ તમામ વાતો સંકુલના શહેરીજનોના મુખે જ ચર્ચાવવા પામી હતી. આવી કોઈ જ ટીમને લઈને કોઈ જ સત્તાવાર સમર્થન મળવા પામ્યુ ન હતુ. તો વળી કેટલાક પ્રબુદ્ધવર્ગ એમ પણ માની રહ્યા હતા કે માર્ચ એન્ડીંગમાં કોઈએ અફવાના પડીકાઓ ખોલ્યા હોય અને તેના પગલે બજારમાં છુપો ભય ઉભો થતા પણ આવી રીતે બજારો કદાચ બંધ કરવામાં આવી હોય. આ રીતે બજારો બંધ થવા પાછળનું કારણ તો હજુ અકબંધ જ રહેવા પામ્યુ છે પરંતુ આ મુદો શહેરમાં આજે ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો હતો તેમ કહેવુ જરા સહેજ પણ અસ્થાને નહી કહેવાય.

 

Comments

COMMENT / REPLY FROM