કચ્છમાં ૪૧૦૦ પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતી થશે
કચ્છની શિક્ષકોની ઘટ્ટની સમસ્યાનો આવશે અંત : ભુપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય
રૂટીન ભરતી ઉપરાંત ધો.૧થી પ મા રપ૦ અને ધો.૬થી ૮મા ૧૬૦૦ સ્થાનિક શિક્ષકોની કરાશે ભરતી : જિલ્લા બહારના શિક્ષકોની નિવૃત્તિ સુધી કચ્છમાં ફરજ બજવવાની શરતે અપાશે નિમણૂક
રાજયના શિક્ષણપ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા, કુબેરભાઈ ડીંડોરની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પણ થયા દર્શન : શિક્ષણપ્રધાનોની આગવી કોઠાસૂજ ઝળકી
કચ્છનો ખાસ કિસ્સામાં સમાવેશ : રૂટીન ભરતી ઉપરાંતના શિક્ષકોની કરવામાં આવશે ભરતી : કચ્છના સ્થાનિકને પ્રાધાન્ય અથવા તો નિમણુક પામનારને
નિવૃતી પણ કચ્છમાથી જ લેવાની એટલે કે લાઈફટાઈમ કચ્છમાં જ સેવા બજાવવાની રખાઈ જોગવાઈ
ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છનું શિક્ષણનું સ્તર ચોકકસથી સુધરશે : ત્રીકમભાઈ છાંગા(અંજાર ધારાસભ્યશ્રી), કેશુભાઈ પટેલ (ધારાસભ્યશ્રી ભુજ), પ્રદુમનસીંહ જાડેજા (ધારાસભ્યશ્રી અબડાસા)એ મીડીયા સમક્ષ કર્યો ઉદગાર : સરકારના નિર્ણયને આવકાર્યો અને સૌ પ્રત્યે વ્યકત કરી આભારની લાગણી
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર : સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લામાં રૂટીન ભરતી ઉપરાંત પ્રાથમિક વિભાગમાં વધુ ૪૧૦૦ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધો.૧થી પ મા રપ૦૦ અને ધો.૬થી ૮ મા ૧૬૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જિલ્લા બહારના શિક્ષકોને નિવૃત્તિ સુધી કચ્છમાં જ ફરજ બજાવવાની શરતે નિમણૂક આપવામાં આવશે.
આ સંદર્ભે માંડવીના ધારાસભ્ય અનીરૂદ્ધભાઈ દવે , ત્રિકમ છાંગા, એ વિધાનસભા પરિસરમાં આજ રોજ મીડીયાની સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ નિવારવા રાજ્ય સરકારે કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રૂટીન ભરતી ઉપરાંત કચ્છમાં ૪૧૦૦ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધો. ૧થી પ મા રપ૦૦ અને ધો.૬થી ૮ મા ૧૬૦૦ શિક્ષકોની નિમણૂકની શિક્ષકોની ઘટની સમસ્યાનો અંત આવશે. જિલ્લા બહારના શિક્ષકોને
નિવૃત્તિ સુધી કચ્છમાં જ નોકરી કરવાની શરતે નિમણૂક અપાશે. કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવે રજૂઆતના સકારાત્મક પ્રતિસાદરૂપે રાજ્ય સરાકરે ખાસ કિસ્સામાં કચ્છ માટે મહત્ત્વની ઘોષણા કરી છે.
કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે કચ્છ જિલ્લાના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે આજે રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ કચ્છ જિલ્લામાં સ્થાનિકોને ભરતીમાં પ્રાધાન્ય આપવા અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રીએ આ અંગે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હોવાનું અને આગામી ટૂંક સમયમાં આ અંગે આદેશો જારી કરવામાં આવશે તેવી હૈયાધાર આપી હતી.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સહિત રાજ્ય સરકારના આભાર વ્યક્ત કર્યો હતો.

Comments