કચ્છના આરડીસી પદે ડી પી ચૌહાણ મુકાયા
ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુ.કમિશ્નર તરીકે શ્રી મિતેશ પંડયાની નિમણુક થતા તેમના સ્થાને વકફ બોર્ડના સભ્ય શ્રી ચૌહાણને કચ્છના આરડીસી બનાવાયા : રાજયના કુલ્લ પાંચ ગેસ કેડરના અધિકારીઓની થઈ બદલી
ગાંધીધામ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વીભાગના એડીશ્નલ સેક્રેટરી શ્રી અશોક દવે દ્વારા આજ રોજ રાજયના ગેસ કેડરના પાંચ જેટલા અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. જેમાં કચ્છના આરડીસી તરીકે ડી પી ચૌહાણને મુકવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે મળતી વધુ વિગતો અનુસાર કચ્છના આરડીસી શ્રી મિતેશ પંડયાને ગાંધીધામ મહાનગરપાલીકાના મ્યુનિસીપલ કમિશ્નર તરીકે મુકવામા આવતા તેઓ પાસે આરડીસીનો વધારાનો કાર્યભાર રહેલો હતો ત્યારે હવે આરડીસી પદે તેઓને મુકત કરી અને તેમના સ્થાને વકડ બોર્ડના સભ્ય ડી પી ચૌહાણને મુકાયા હોવાનો આજ રોજ સત્તાવાર આદેશ કરવામા આવ્યો છે. આજ રોજ કચ્છના આરડીસી તરીકે ડીપી ચૌહાણના આદેશ થવા ઉપરાંત રાજયના કુલ્લ પાંચ જેટલા ગેસ કેડરના અધિકારીઓની બદલી કરવામા આવી છે. જેમાં વી સી બોડાના કે જેઓ એડી. ડાયરેકટર ગુજરાત હાયર એજયુકેશન વિભાગ ખાતે સેવારત હતા તેઓને પાટણ આરડીસી તરીકે, જે જે પટેલ કે જેઓ અમદાવાદની આરટીઓ કચેરી ખાતે સેવારત હતા તેમને પંચમહાલ ગાધરાના આરડીસી પદે, ડીવી મકવાણા કે જેઓ સીઈઓ, કમિશ્નર ઓફ હેલ્થ વિભાગમાં સવેારત રહેલા છે તેમને આરડીસી અરવલ્લી-મોડાસા ખાતે જયારે આર પી જોશી
પાટણ ડીઆરડીએના નિયામક પદે સેવારત હતા તેમને અમદાવાદ મ્યુનીસીપલમાં ડે. કમિશ્નર પદે નિયુકત કરાયા છે.

Comments