Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં ફીડર બંધ થવાથી અડધા ગાંધીધામમાં વીજ પુરવઠો ખોરવાયો

16 March


૧૫ ફીડરો એકીસાથે બંધ થતા સર્જાઈ હલાકી : ગઈકાલે સાંજે મુખ્ય બજારમાં ધડાકા થયા : છાસવારે સર્જાતા વીજ ધાંધિયાથી શહેરીજનો 
પરેશાન : વિજવાયરોની ચોરી કરતા તત્વોને ડામવામાં તંત્ર નિષ્ફળ : મહાનગરને વીજળીની સમસ્યાથી કાયમી છૂટકારો આપવા પ્રબળ બની લોક લાગણી 



ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ મહાનગરમાં વીજળીના ધાંધિયા અવિરત રહ્યા છે. ગઈકાલે સાંજે કાસેઝમા આવેલા વિજ ફીડરમાં આગ લાગતા અડધા શહેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી શહેરીજનોને કાળજાળ ગરમીમાં શેકાવાની નોબત આવી હતી.  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  દેશના મુખ્ય બંદરગાહ અને ઔદ્યોગિક તથા આર્થિક રીતે સમૃદ્ધ ગાંધીધામ શહેર લાંબા સમયથી વિજ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દરમિયાન જ ગઈકાલે  કાસેઝમાં આવેલા ફીડરમાં આગ લાગતાં એક સાથે ૧૫ ફીડર બંધ થવાથી અડધા શહેરમાં વીજળી ડૂલ રહી હતી. તો સાંજે મુખ્ય બજારમાં દુકાનની પાસે આવેલા પેનલ બોર્ડમાં શોર્ટસર્કીટથી ભડાકા થયા હતા. સાસવારે સર્જાતા વીજ ધાંધિયાથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે 
શનિવારે બપોરે કાસેઝના ફીડરમાં આગ લાગી હતી. જેને કારણે ૧૫ જેટલા ફીડર બંધ થયાં હતા. અડધા શહેરમાં વીજળી ગુલ રહી હતી.  સાંજે મુખ્ય બજારમાં એક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કીટને કારણે આગ ભભૂકી હતી. વેપારી અગ્રણી અને નગરસેવકોએ ફાયર ફાઇટર ટીમને બોલાવી હતી. અને 
પીજીવીસીએલના ચીફ ઇજનેર જ્યોત્સનાબેન મહેશ્વરી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તરત કામગીરીથી આગ કાબૂમાં લેવાઇ હતી. 
વીજ મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમ છતાં શહેરમાં વીજળીની સમસ્યા યથાવત રહી છે.હાઇ અને લો વોલ્ટેજની સમસ્યાથી લોકોના ઘરોના ઈલેક્ટ્રીક વિજ ઉપકરણો અને વ્યાપક નુકસાન પહોંચે છે. શહેરીજનોના જણાવ્યા અનુસાર વીજળીના વાયરોની ચોરી કરતા તત્વોના કારણે છાશવારે વીજળીની સમસ્યા સર્જાય છે. વીજ વાયરોની ચોરી કરતા તત્વો લંગરીયા નાખીને વીજળીનો પુરવઠો ખોરવી નાખે છે. વિજવાયરોની ચોરી કરતા તત્વોને ઝડપી પાડવામાં અને કાયમી બની ગયેલી સમસ્યાને હલ કરવામાં સ્થાનિક અધિકારીઓ સદંતર નિષ્ફળ ગયા છે. વર્ષ દરમિયાન કરવામાં આવતો મેન્ટેનન્સ પાછળનો ખર્ચ વ્યર્થ જઈ રહ્યો છે અને લોકોને અવારનવાર વીજ પુરવઠા વગર પ્ઙ્મગરમીમાં શેકવાની ફરજ પડી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, કાસેઝમાં આવેલા ફીડરમાં આગ લાગવાથી નાગરિકો કલાકો સુધી પરસેવે રેબઝેબ થયા : સાંજે મુખ્ય બજારમાં ધડાકા થયા.ગાંધીધામની મુખ્ય બજારમાં ગોવર્ધન સ્ટોરની બહાર ઇલેક્ટ્રીક પેનલ બોર્ડમાં સાંજના ભાગમાં અચાનક શોર્ટ સર્કીટને કારણે ધડાકા થયા હતા. અને આગ લાગી હતી.  મુખ્ય બજારની અંદર અનેક દૂકાનો આવેલી છે. અહીં જુનું જ વાયરીંગ, 
ડીપીઓ અને પેનલ બોક્ષ લાગેલા છે. જે અવારનવાર અકસ્માતો સર્જી રહ્યા છે. ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના ન થાય તેના માટે નવું વાયરીંગ, નવા પેનલ બોક્ષ અને ડીપી લગાવવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. બજાર વિસ્તારમાં જો રાત્રિના ભાગે દુર્ઘટના સર્જાય તો મોટું નુકસાન થવાની વીતી પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મહાનગરની કાયમી બની ગઈ હતી વીજ સમસ્યાથી લોકોને સત્વરે છુટકારો મળે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી પ્રબળ લોક લાગણી પ્રવર્તી રહી છે. 

 

Comments

COMMENT / REPLY FROM