Trending News
સ્થાનિક સમાચાર

કટારીયા નજીક બેફામ દોડતા ડમ્પરે ર૬ ઘેટા-બકરા કચડી નાખ્યા

16 March



હાઈવે રોડ રકતરંજીત બન્યો : ઘાયલ અબોલ જીવોને કણસતા જોઈ સ્થાનીકે પસાર થતા લોકો દ્રવી ઉઠયા : મુંગા પશુઓના મોતથી માલધારી પર આભ તુટી પડયું


ભચાઉ : કચ્છના હાઈવે માર્ગો પર જાણે યમરાજા ફિલ્ડીંગ ભરતા હોય તેમ દરરોજ નાના મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે તેવામાં વાગડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરે ર૬ ઘેટા - બકરા કચડી નાખતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. રસ્તો રકત રંજીત બન્યો હતો. તાલુકાના કટારીયા પાસે નેશનલ હાઈવે પર બેફામ બનેલા ડમ્પર હડફેટે ર૬ ઘેટા - બકરાના મોતથી માલધારી પર આભ તુટી પડયું હતું. આજે બપોરે કટારીયા નેશનલ હાઈવે પર લાકડીયા પુલ પાસેથી પસાર થઈ રહેલા ઘેટા - બકરાના ધણ પર યમદુત સમાન ડમ્પર ફરી વળ્યું હતું. ડમ્પરની હડફેટે ર૬ ઘેટા - બકરાના મોત થયા હતા જયારે આ અકસ્માતમાં અનેક મુંગા પશુઓને ઈજા પણ પહોચી હતી. હાઈવે પર કણસતા અબોલ જીવોને જોઈ સ્થાનીકેથી પસાર થતા વાહન ચાલકો પણ દ્રવી ઉઠયા હતા. આ લખાય છે ત્યારે પોલીસ પહોંચી હતી અને રસ્તો ક્લીયર કરાવ્યો હતો. માલધારી પરિવારને વળતર ચુકવવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. બનાવની જાણ થતાં જીવદયાપ્રેમી લક્ષ્મીચંદ ચરલા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.


.......

Comments

COMMENT / REPLY FROM