Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં વધુ એકવાર હુક્કાબાર પકડાયું

16 March


ડીબીઝેડ સાઉથની ઓફિસમાં એક હુક્કાના ૪૦૦ રૂપિયા લેવાતા : અલગ અલગ પ્રકારના હુક્કા, ફ્લેવર મળી આવ્યા : એસઓજીની કાર્યવાહી વખતે ગાંધીધામના બે યુવાન હુક્કાની માણતા હતા મજા : યુવા ધનને બરબાદ કરતા હુક્કાબાર સામે ઠોંસ કાર્યવાહી જરૂરી 



ગાંધીધામ : પચરંગી સંકુલ ગાંધીધામમાં બદલાતા સમય પ્રમાણે ગુનાખોરી બદલાઈ હોય તેમ અવાર-નવાર સ્પાની આડમાં દેહ વ્યાપાર તેમજ વિદેશી સિગારેટનો વેપલો અને હવે ફરી એકવાર હુક્કાબાર ઝડપી પડાયું છે. મીની મુંબઈ ગણાતા ગાંધીધામ પંથકમાં યુવાધનને બરબાદ કરતી ગુનાખોરી અટકાવવા માટે પોલીસે કમ્મર કસી છે ત્યારે એસઓજીએ ડીબીઝેડ સાઉથમાં આવેલી ઓફિસમાં ચાલતું હુક્કા બાર પકડી એક શખ્સની ધરપકડ કરી છે. 
ગુજરાતમાં દારૂ બંધી કહેવા પુરતી છે. પચરંગી શહેરમાં દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પુર બહાર છે. પરપ્રાંતથી આવતા લોકો મોટે ભાગે ડ્રગ્સ લઈને આવે છે. આ બદી અટકાવવા માટે પોલીસે અનેકવિધ પગલાં ભર્યા છે. તેવામાં ડીબીઝેડ સાઉથ પ્લોટ નં.૮ મા હુક્કાબાર ચાલતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે એસઓજીએ દરોડો પાડ્યો હતો. ઓફિસમાં કિડાણાનો વિશાલસિંહ કિશનસિંહ રાજપૂત મળી આવ્યો હતો. તપાસ કરતા અલગ અલગ કલર અને સાઈઝના ૯ હુક્કા, હુક્કો પીવાની પપ નળીઓ, રર ચિલમ તેમજ અલગ અલગ ફ્લેવરના ડબ્બા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી વિશાલ ઓફિસમાં હુક્કો પીવાની સગવડ પુરી પાડતો અને કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યું ન હતું. દરોડા દરમિયાન ગાંધીધામના બે યુવાનો હુક્કા પીતા મળી આવ્યા હતા.
 હુક્કાબારમાં અલગ અલગ જગ્યાએ સોફા ગોઠવવામાં આવ્યા હતા. એક હુક્કાના ૪૦૦ રૂપિયા લેતો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ૪૬,૭૪પ નો મુદ્દામાલ કબજે કરી એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આગળની તપાસ એસઓજીએ પોતાની પાસે રાખી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડી.ડી.ઝાલા, પીએસઆઈ વી.પી. આહિર સહિતના જોડાયા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM