Trending News
સ્થાનિક સમાચાર

મોટા લાયજામાં પેટ્રોલ પંપના મેનેજરે ૭૧.૯૩ લાખની ઉચાપત કરી

15 March



બેન્કના ૧ કરોડની સીસી પણ વાપરી નાખી 


માંડવી : તાલુકાના મોટા લાયજા ખાતે આવેલા પેટ્રોલ પંપના મેનેજરે ૭ર લાખ રૂપિયાની ઉચાપત કરવા સાથે બેન્કના એક કરોડ રૂપિયાની સીસી પણ વાપરી નાખતા ફરિયાદ નોંધાઈ છે.  આ બાબતે નખત્રાણામાં રહેતા અને મૂળ વિંઝાણના પંપ સંચાલક મનહરસિંહ વનરાજસિંહ જાડેજાએ પોલીસમાં જણાવ્યું કે, તેમના રૂદ્રેશ્વર પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોટા લાયજાના મહમદ હબીબ આમદ ચૌહાણે ઉચાપત કરી હતી. ગત ૧૦ માર્ચે તેણે ફોન કર્યો કે, કંડલા આઈઓસીથી ૧ર હજાર લિટર ઈંધણ મંગાવ્યું છે જે બપોર બાદ આવશે. બાદમાં ફોન કટ થઈ ગયો. પેટ્રોલ પંપમાં સવારે ૧૧ વાગ્યે માંડવી જવાનું કહી નીકળી ગયો હતો અને પરત આવ્યો ન હતો. ફરીયાદીને હિસાબમાં શંકા જતા તપાસ કરી તો ધ્યાને આવ્યો કે, આ મેનેજરે પેટ્રોલ પંપના બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસી બેંકના ખાતા અને કેસ કાઉન્ટરમાંથી કુલ ૭૧,૯૩,પ૩પ રૂપિયાની ઉચાપત કરી છે અને આઈઓસીમાં રહેલી ૧ કરોડની ક્રેડિટ પર પેટ્રોલ-ડીઝલ મંગાવી રૂપિયા જમા કરાવ્યા ન હતા જેથી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. હબીબ ૧૦ માર્ચથી લાપતા થતા તેના પિતાએ માંડવી પોલીસમાં ગુમ નોંધ પણ દાખલ કરાવી છે.

Comments

COMMENT / REPLY FROM