પક્ષના ગદ્વારોને કાઢો : રાહુલનો હુંકાર : શું કચ્છમાંથી વાગડના વેચાઉ માલ જેવાઓને પક્ષ બહાર કરાશે ખરા?
અમદાવાદમાં રાહુલ ગાંધીએ કરેલ સંવાદ સુચક : કોંગ્રેસમાં બે પ્રકારના વર્ગ છે, એક જનતાની સાથે રહે છે અને એક ભાજપ સાથે રહી સેટીંગ કરે છે, આવા તત્વોને કાઢવા પડશે તો કાઢી નાખીશુ, હવે કચ્છ-ગુજરાતમાં કોંગ્રેસની શિસ્ત સમિતી ભણી મંડાયા છે મીટ..!
ભચાઉ પટ્ટામાં કયા કોગ્રેસી કળા કરી ગયો.. કે બધુ ભાજપને જ મળી ગયું? : અમુક કોંગ્રેસીઓ માટે તો ચૂંટણી એક માત્ર આવક-કમાણીનું સાધન જ બની ગયુ હતુ, રાપરમાં મુંબઈથી કરોડો આવ્યા હતા, તેવી રીતે દરેક ચૂંટણીમાં અમુક જણા પોતાના ઘરનું બાર મહીનાનું રાશન જ ભરી લેતા રહ્યા છે...?
ભાજપ સાથે સેટીંગ કરવામાં તો વાગડના વેચાઉ માલે જરા સહેજ પણ લાજ શરમ રાખી જ નથી, કચ્છમાં વાગડના વેચાઉ માલના સમયમાં પંજાનું જે ધનોત પનોત થયુ છે તેવુ કયારે નહોતુ થયુ, લોકસભા-વિધાનસભા અને સ્થાનિક સ્વરાજયની
સંસ્થાઓ તો ઠીક પરંતુ ર૧-ર૧ વર્ષથી જે એપીએમસીમાં પંજાનો કબ્જો હતો, તે પણ આ વાગડના વેચાઉ માલના ભાજપની
સાથેના સેટીંગમાં હાથમાંથી જવા દેવાઈ : વાગડના વેચાઉ માલે પંજામાં કમાન સંભાળવાના નામે માત્ર અને માત્ર સામે પક્ષે કમળના જ કામો કર્યા, અને ખુદના ગજવા ગરમ કરતો રહ્યો તથા ધંધાકીય સેટીંગ જ જમાવતો રહ્યો હોવાની છે ચર્ચા
જો કોંગ્રેસની શિસ્ત સમિતિ ઉંડી ઉતરે અને ઘનિષ્ઠ તપાસ ખરેખર કરવા જ માંગતી હોય તો માંડવીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાનું કદ ધરાવતા નેતાને ભાજપની સાથે સેટીંગ કરીને હરાવવામાં પણ આ વાગડના વેચાઉ માલની જે ભુમિકા ખુલીને સામે આવવા પામી જશે? જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : કોંગ્રેસ પાર્ટીના યુવરાજ રાહુલ ગાંધી ભાજપની પ્રયોગશાળા અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહના ગઢ ગુજરાતમાં તાજેતરમાં જ બે દીવસ પડાવ નાખી ગયા છે. તેઓની આ મુલાકાત અનેકવીધ રીતે રાજકીય અટકળો પેદા કરનારી બની રહી છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં બે દીવસ રોકાણ કરી અને મુલાકાતોના દોર તથા સંવાદ યોજયા છે તે પણ ભારે ચર્ચામાં રહેવા પામી ગયા છે. જેમાથી ખાસ કરીને બીજા દીવસે તેઓએ કાર્યકર્તાઓની સાથેના સંવાદમાં સ્પષ્ટ રીતે કડકાઈપૂર્વક કહ્યુ હતુ કે, પક્ષમાંથી ગદ્વારાને હાંકી કાઢવાનો સમય આવી ગયો છે? પક્ષમાં રહી અને ગદ્વારી કરનારાઓને હવે બહરાનો રસ્તો દેખાડવો પડશે તો દેખાડી દઈશુ તેવુ પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ પક્ષની સાથે, પ્રજાની વચ્ચે જ રહે છે, જયારે કેટલાક તત્વો -નેતાઓ પ્રજાથી અંતર બનાવી અને ભાજપની સાથે સેટીંગ કરતા ફરી રહ્યા છે. ભાજપની સાથે અમુક નેતાઓ મળેલા છે. રાહુલ ગાંધીએ અહી કહ્યુ હતુ કે, ગુજરાતની પ્રજાને વિકલ્પ જોઈએ છે, ભાજપની બી ટીમની તેમને કોઈ જ જરૂર નથી. રાહુલ ગાંધીના આ પ્રકારના સ્પષ્ટ કડક લાલઆંખભર્યા સંદેશના સંકેતને લઈને કચ્છના રાજકીય અને ખાસ કરીને પંજાના જુના જાણીતા, અભ્યસાુ અને સનિષ્ઠવર્ગમાંથી પણ ચર્ચાઓ તેજ થવા પામી ગઈ છે કે, શું રાહુલ ગાંધીએ પક્ષના ગદ્વારોને હાંકી કાઢવાની જે વાત કરી છે, હુંકાર ભર્યો છે તેની કચ્છમાં પણ અમલવારી થશે ખરી? અને જો કચ્છમાં અમલવારી થશે તો વાગડના વેચાઉ માલ જેવા શખ્સોને બક્ષ ખુલ્લા પાડી અને બહારનો રસ્તો દેખાડશે કે કેમ? કારણ કે, વાગડનો વેચાઉ માલ કચ્છમાં પંજાને માટે જેટલો ઘાતક નીવડયો છે, તેના સમયકાળમાં પંજાને જેટલુ નુકસાન થયુ છે, જેટલુ તેનું નામુ નંખાયુ છે તેટલુ અગાઉ કયારે પણ થવા પામ્યુ નથી? રાહુલ ગાંધીએ જેમ કહ્યુ કે, એક વર્ગ એવો છે કે જે ભાજપની સાથે સેટીંગ કરી લે છે તેમાં આ વાગડનો વેચાઉ માલ બરાબરનો બંધ બેસતો જ પુરવાર થવા પામી રહ્યો છે. કારણ કે આ વાગડના વેચાઉ માલે લોકસભા-વિધાનસભા અને સ્થાનિક સ્વરાજય સહિતની સંસ્થાઓમાં સામેપક્ષે ભાજપની સાથે તેની છાવણીમાં બેસી, સેટીંગ કરી અને ખુદના ગજવા ગરમ કરતો રહ્યો હતો. વાગડના વેચાઉ માલનો સમયકાળ ચકાસવામાં આવશે તો પંજાની મજબુત સ્થિતી હોવા ઉપરાંત પણ સામેપક્ષે લાપસીમાં લીટ્ટા સમાન વિજય-જીત હાંસલ થવાના આંકડાઓ બોલતા હશે અને તેમાં વાગડના વેચાઉ માલની સેટીગ જ કારણભુત બનતી સામે આવવા પામી જશે. પક્ષના સાચા સનિષ્ઠ સિનિયરો મરો, પક્ષ માટે પરસેવાની જગ્યાએ લોહી રેડનારા કાર્યકર્તાઓ મરો, પક્ષ મરો, ચૂંટણી લડનારા ઉમેદવારો મરો, પણ બસ એકમાત્ર મારૂ તરભાણું ભરોની જ રીતીનીતીઓમાં રાચતો આ વાગડનો વેચાઉ માલે આખાય જિલ્લામાં સંગઠનને વેરવિખેર કરવામાં કોઈ જ કસર છોડી ન હોવાનુ જાણકારો કહી રહ્યા છે. એટલુ માત્ર જ નહી પણ પક્ષના નામે ખુદના ગજવા ધુમ ગરમ કરી લીધા છે. સંગઠનમાં પણ આ વાગડના વેચાઉ માલે માત્ર અને માત્ર પોતાના જ ધંધાકીય સેટીંગવાળા ચાર કાંધીયાઓને જ સ્થાન આપી અને ઈજારાશાહી ચલાવી હતી જેનાથી પક્ષના સિનિયર અને સનિષ્ઠ નેતાઓ ધીમે ધીમે દુર થવા પામી ગયા હતા તો બીજીતરફ નવયુવાનીયઓને પણ તક ન મળતા તેઓ પણ પક્ષથી વિમુખ થઈ જવા પામ્યા હતા. રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, હજુ પણ મોડુ નથી થયુ, આજે પણ પક્ષની ૪૦ ટકાથી વધુ કમીટેડ વોટબેંક રહેલી છે, પણ જરૂર છે તો રાહુલ ગાંધીએ જે કીધુ તેવા વાગડના વેચાઉ માલ જેવા પક્ષના ગદ્વારોને બહારનો રસ્તો દેખાડવાનો. હવે રાહુલ ગાંધીની ટકોર પ્રદેશ
નેતૃત્વ અને શિસ્ત સમીતી કેટલી અનુસરે છે તેના પર હવે મીટ મડાયેલા છે.

Comments