કચ્છમાં કેબલ ચોરોનો વકરતો આતંક : અંજારમાં વાયચોરી માટે દોરડા નંખતા ર૦ ગામોમાં અંધારપટ્ટ : તંત્ર કોમામા...!
ખાખીમાંથી કયા વહીવટદારોના વાયરચોરો પર ૪ હાથ?
ગાંધીધામ : કચ્છમાં કેબલ ચોર ટોળકી ઠેર-ઠેર બેફામ બનેલી હોય તેવી ઘટનાઓ છાશવારે સામે આવવા પામી રહી છે. કયારે વાગડ વિસ્તારમાં તો કયારેક અંજાર તથા લખપત પટ્ટામાં આવા કેબલ ચોરોના અધમ-આતંકનો ત્રાસની ઘટનાઓ સામે આવતી રહે છે. દરમ્યાન જ અંજારના લાખાપર વિસ્તારમાં પણ આવા તસ્કર ચોરાએ પોતાની કળા કરી હોવાથી ર૦થી વધુ ગામોમાં અંધારપટ્ટ છવાઈ જવા પામયો હોવાની નોબત આવી ગઈ હોવાનુ સામે આવી રહ્યું છે.
આ મામલે જાણવા મળી વધુ વિગતો અનુસાર ગઈ કાલે રાત્રે ૧ વાગ્યે લાખાપર ગામ ની બાજુમાં વાયર ચોરી માટે ૬૬ કેવી લાઈન માં દોરડા નાખી ને પાવર બંધ કરાવેલા જેના કારણે ત્રણ ૬૬ કેવી સબટેસ્ટ ૧ ચાંદ્રાણી, ૨. રાતાતળાવ (સતાપર ) ૩ ખોખરા બંધ થતાં આજુબાજુના ૨૦ ગામોમાં
પાવર સપ્લાય બંધ થઈ ગયેલ જે પાવર ફરી ને ચાર વાગ્યે ચાલુ થયેલ આ બાબતે યોગ્ય કાર્યવાહી થવા ભોગગ્રસ્તો દ્વારા તંત્ર સામે આશભરી મીટ માંડીને બેઠા છે. અહી જાણકારો કહી રહ્યા છે કે, કરોડોની કેબલ ચોરીને અંજામ આપનારાઓની સામે પોલીસ કેમ ધાક બેસાડતી કાર્યવાહી નથી કરતી અથવા તો કડક રાહે કલમ લગાડીને કાર્યવાહી કરવમાં આવતી નથી.?

Comments