માંડવીના પીપરી પાસેના પટ્ટામાં હાઈપ્રોફાઈલ જુગાર કલબને કોની બારમાસી લીલીઝંડી? કરોડોની હાર-જીતના મંડાતા દાવ!
ભુજ - માંડવીના જુગાર સંચાલકો ફરી પડમાં : નવી જગ્યા શોધવાની હિલચાલ
પીપરી નજીકના સીમાડાઓમાં ચાલતી જુગાર કલબમાં થોડા સમય પહેલા અંજાર બાજુના એક કુખ્યાત સંચાલકને સાથે રાખવામાં આવતા ખાખીધારીઓએ પાડયો હતો દરોડો : અંજાર બાજુના બની બેઠેલા જુગાર કલબના સંચાલકને પીપરી પટ્ટાવાળી કલબમાં સાથે ન રાખવા અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની કડક સુચના હોવાની ચર્ચા
પીપીર પટ્ટાવાળી જુગાર કલબમાંથી માંડવી-અંજાર-ભુજના સંચાલકોને દુર કરતા હવે આવા તત્વો નવી જગ્યાએ જુગાર કલબ ધમધમાવવા અને મંજુરીઓ મેળવવા મારી રહ્યા છે હવાતીયા, જો કે, ભુજ બી ડીવિઝન અથવા તો માનકુવાની હદમાં કલબ ધમધમાવવાની ગોઠવણીને અંતિમ ઓપ અપાતો હોવાની ચર્ચા, પોલીસ મથક નથી આપતી..!
માંડવી : કચ્છમાં એકતરફ કાયદો વ્યવસ્થાને ચુસ્ત-દુરસત રાખવાની દીશામાં સતત પ્રયાસો કરવમા આવી રહ્યા છે ત્યારે બીજીતરફ અમુક પલળેલા ખાખીધારીઓની રહેમ નજર હેઠળ જ કાયદાને પડકારતા અસામાજીક તત્વો ફાટીને ફુલેકે ચડી રહ્યા હોવાની સ્થિતી સર્જાતી હોવાનુ ચર્ચાવવા પામી રહ્યું છે. દરમ્યાન જ આંતરીક રીતે ઉઠતી ચર્ચાઓ મુબજ માંડવીના પીપરી નજીકના પટ્ટામાં કુખ્યાત જુગાર કલબ જાણે કે બારમાસી કોઈએ લીલીઝંડી જ આપી દીધી હોય તેમ ધમધમી રહી હોવાનુ મનાય છે અને તેમાં કરોડોના હાર-જીતના પડ મંડાતા હોવાની ચર્ચા પણ થવા પામી રહી છે. ત્યારે અહી સવાલ થવા પામી રહ્યો છે કે, આ પ્રકારે બારમાસી જુગાર કલબને છુટ આપનારા છે કોણ?અંતરંગ વર્તુળોમાથી થતી ચર્ચાઓની ભીતરમાં જો ડોકીયું કરીએ તો માંડવી તાલુકાના પીપળી નજીકના સીમાડાઓમાં બારેમાસ જુગારધામ ચાલુ રહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, થોડા દિવસ પહેલા અંજાર તરફના એક સંચાલકને આ જુગાર કલબમં ભાગીદાર તરીકે જોડવામાં આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જોકે તે વખતે પોલીસના વાહનો વાડી વિસ્તારમાં દેખાતા ખેલીયો અને સંચાલકો નાસી છૂટ્યા હતા. એક માત્ર અંજારનો આ કુખ્યાત જુગાર સંચાલક શખ્સ પોલીસના હાથ લાગ્યો હતો જો કે પછી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનુ કયાંય આશ્ચર્યજનક રીતે જ જોવા નહોતુ મળ્યુ.કહેવાય છે કે, માંડવીના પીપરી સમીપેના સીમાડાઓમાં છેલ્લા લાંબા સમયથી ધાણીની ક્લબ ધમધમી રહી છે, જેમાં દિવસ ઉગેને નવા સંચાલકો ભાગીદાર તરીકે રખાય છે. અંજાર પટ્ટાના એક કુખ્યાત જુગારીને સંચાલક તરીકે ભાગીદાર રખાયો હતો, જે વાત પોલીસને મનમાં ખટકી હતી જેથી પોલીસ જુગારનો દરોડો પાડવા માટે વાડી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ જુગારધામ પર સમાચાર પહોંચી જતા બધા નવ દો ગ્યારા થઈ ગયા હોવાનુ પણ કહેવાઈ રહ્યું છે. અંજારનો આ ભાગીદાર પોલીસના હાથે ચડ્યો હતો જોકે તેમની પાસેથી કોઈ સામગ્રી મળી ન આવતા તેને પણ છોડી દેવાયો હતો. બીજા દિવસે જુગારના મુખ્ય સંચાલકને કહી દેવાયું હતું કે, અંજારના સંચાલકોને ભાગીદારી તરીકે રાખશો તો તમારા ખેલ પર દરોડો પડશે જેથી તે સંચાલકને મનાઈ કરી પણ કરી દેવામા આવી હોવાનુ ચર્ચાય છે. બીજીતરફ જાણકારવર્ગ કહી રહ્યો છે કે, માંડવી અને ભુજ ના અમુક જુગાર કલબ સંચાલકો પીપરી ક્લબમાંથી છૂટા પડતા તેઓ નવી જગ્યા શોધી મંજૂરી લેવાની તજવીજમાં હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. માનુકુવા કે ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં ક્યાંક જગ્યાનો સેટીંગ થાય તો રજા લેવા માટે હિલચલ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હાલ સુધી કોઈ જગ્યાનું સેટિંગ ન થતાં ક્લબ શરૂ થઈ ન હતી પણ આવનારા દિવસોમાં ભુજ તાલુકામાં વિસ્તારમાં જ ક્યાંક જુગાર ક્લબ ધમધમે તો નવાઈ નહીં કહેવાય તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments