બિદડાને કર્મભૂમિ બનાવનાર એલ.ડી. શાહનું નિધન
બિદડા : બિદડાને કર્મભૂમિ બનાવનાર એલ.ડી. શાહનું નિધન થતાં શોકની લાગણી ફેલાઈ હતી.એલ.ડી.શાહનો જન્મ મુળ અબડાસા તાલુકાના ડુમરા ગામમાં થયો હતો. તેઓ ધંધાર્થે મુંબઈ જઈ વસ્યા હતા. તેઓ ઓશો રજનીશના ફોલોવર હતા. ઓશોની શિબિરોમાં એમને બિદડાના ભવાનજીભાઈ નાથાભાઈ, હિરજીભાઈ ટોકરશી છેડા, નાનજીભાઈ મેઘજી શાહ જેવા મિત્રો મળ્યા. જેઓએ તેમને બિદડા સર્વોદય ટ્રસ્ટની પ્રવૃત્તિથી વાકેફ કરીને કચ્છમાં બિદડાને કર્મભૂમિ બનાવવાની પ્રેરણા આપી. એલ.ડી. શાહ બિદડા ખાતે જલારામ બાગ નામની વાડી ૧૯૯૦માં ખરીદીને બિદડાને કર્મભૂમિ બનાવી સ્થાઈ થયા હતા.
બિદડા સર્વોદય ટ્રસ્ટના તત્કાલીન ચેરમેન બચુભાઇ રાંભિયા સાથે ટ્રસ્ટની પ્રવૃતિઓ અને વીઆરટીઆઇ સંસ્થ ની વિવિધ પ્રવૃતિઓ જળાશયોને ઉંડા કરવા, કુવા રિચાર્જ કરવા, તળાવોને ઉંડા કરવા તથા રિચાર્જ કરવાની પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. તુલસીભાઈ ગજરાની સાથે રહીને કચ્છ ઇકોલોજી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેઓએ કચ્છને હરિયાળુ અને લીલુંછમ બનાવવા માટે કોટી વૃક્ષ અભિયાનની શરૂઆત કરી સિમેન્ટના મજબૂત ટ્રીગાર્ડ સાથે જાહેર રસ્તા તેમજ જાહેર જગ્યાએ સેંકડોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાવેલ હતું. તા.૧૨મી માર્ચના રાત્રે ૧૧ઃ૪૦ વાગ્યે તેમની અંતિમ વિદાયથી કચ્છને એક પર્યાવરણ પ્રેમીની મોટી ખોટ પડી છે.
--

Comments