Trending News
સ્થાનિક સમાચાર

ગુનેરી ખાતે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઈ

13 March



ભુજ : અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એટલે હોલીકા ઉત્સવ. નાના ભૂલકાંથી લઇ અબાલ-વૃધ્ધજનો સૌ મન મુકી રંગોત્સવનેને ઉજવે છે. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ સરહદના સેઢે આવેલ લખપત તાલુકાનાં ગુનેરી ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ - ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સવમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રંગોત્સવમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, લખપત તા.પ. પ્રમુખ જશુભા જાડેજા, લખપત તા.પ. ઉપપ્રમુખ રાજુભાઇ સરદાર, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તાપસભાઈ શાહ, અશોકભાઇ સોલંકી, જગદીશભાઈ ખોખર, નરેન્દ્રસિંહ જાડેજા, દેવાજી જાડેજા, મોહબતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ મારવાડા, વિક્રમસિંહ સોઢા, મયુરભાઇ વાઘેલા, હરીસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, માનસંગજી જાડેજા, રતનજી જાડેજા, જેઠાજી જાડેજા, નારાણભાઇ ખોખર, હંસરાજભાઇ ખોખર, પુનશીભાઇ ખોખર, મનુભાઇ ખોખર, દેવજીભાઇ ખોખર, ખેંગારજી જાડેજા, નારાણજી જાડેજા, વિશાજી જાડેજા, ખાનજી જાડેજા તથા ગુનેરી ગ્રામજનો જોડાયા હતા. 
---------

Comments

COMMENT / REPLY FROM