Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં લાકડાના ધોકા અને લોખંડના  સળિયા વડે શ્વાનને માર મરાતા ફરિયાદ’

13 March




શેરીમાં રહેતા ૯ લોકો સામે ગુનો દાખલ કરાયો 



ગાંધીધામ : કચ્છમાં ખાસ કરીને અબોલ જીવો પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાય, નંદી પર કૂહાડી વડે હુમલા તેમજ વિસ્ફોટક પદાર્થ મુકવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે. ત્યારે આદિપુરમાં શ્વાનને લાકડાના ધોકા અને લોખંડના સળિયા વડે માર મરાતા ફરિયાદ નોંધાઈ છે.  આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશને મળતી વિગતો મુજબ ડીસી-પ મા પ્લોટ નં.૧૩ર સામેની શેરીમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી વકીલ કુસુમબેન સામજીભાઈ ઝરૂએ જણાવ્યું કે, તેમની શેરીમાં આવેલા લાલ કલરના શ્વાનને તેઓ રોટલી ખવડાવતા હોવાથી અવાર-નવાર ઘરે અથવા ઓટલા પર બેસે છે ત્યારે શેરીમાં રહેતા સિધિબેન વિવેક ખત્રી, વિવેક ભરતભાઈ ખત્રી, દિલીપ ચૌહાણ, વર્ષા દિલીપ ચૌહાણ, જૈનિશ દિલીપ ચૌહાણ, ઉર્મિલા ગણપત રામાનુજ, બાબુલાલ રામાનુજ, કિશન ગણપત રામાનુજ, ગણપત રામાનુજ દ્વારા શ્વાનને માર મારવામાં આવ્યો હતો. લાકડા અને લોખંડના સળિયા વડે શ્વાનને માર મરાતા તે શેરી મુકીને જતો રહ્યો હતો. શોધખોળ જતા મળ્યો ન હતો. બાદમાં ગઈકાલે સાંજે તે ઘરની બહાર આવીને બેઠો ત્યારે ઉર્મિલાબેન, વર્ષાબેન, સિધિબેન લાકડી અને લોખંડનો સળિયો લઈ કૂતરાને મારવા માટે દોડ્યા હતા. જેથી ફરિયાદી બહાર આવ્યા અને કૂતરાને મારો નહીં તેમ કહેતા વધુ મારમાંથી બચાવી આ કૂતરો બાવળોની ઝાડીમાં ભાગી ગયો હતો. વર્ષાબેન અને ઉર્મિલાબેને કહ્યું કે, આ કૂતરો બધાને કરડે છે તેને મારી નાખવો છે. તમે વચ્ચે ન આવો નહીં તો મારી નાખવાની ધમકી આપી હતી. અબોલ મુંગા પશુ-પ્રાણીઓ પર ક્રુરતા પૂર્વક હુમલાની બીજીવાર ઘટના ન બને અને ફરિયાદી સાથે ધાકધમકી કરવામાં આવી હોવાથી આદિપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. તેથી આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM