Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના એજન્ટ અમિતના  ડિઝલ દાણચોરી કાંડમાં વધુ કડાકા-ભડાકા

13 March


ચીફ કમિશ્નરના કડક આદેશથી મુંદરામાં મચી છે નાશભાગ :એમએચઓના લીસ્ટ આપો, સેમ્પલીંગની વિગતો પણ મોકલો



એજન્ટ અમિતના બે વેશલ્સમાંથી સેમ્પલીંગ કરાયા ઉપરાંત અન્ય બે વેશલ્સ તથા થોકબંધ કન્ટેઈનરો પણ ગુજરાત રાજયના કસ્ટમના વડાએ મુંદરામાં બાજુ પર મુકાવી દીધાની ચર્ચા : એમએચઓના જેટલા પણ કન્સાઈનમેન્ટ ડીકલેર કરાયેલા છે તે બધાયને સાઈડમાં મુકો, સેમ્પલીંગ થઈ ગયુ હશે તો તેમાથી રીસેમ્પલીંગ કરાશે, અપ્રેઇઝરોમાં મચી છે દોડધામ



અમિત ટોળકીના વેશલ્સના સેમ્પલો કઈ-કઈ લેબે કર્યા છે..! કેમીકલ સર્વે-સેમ્પલીંગ કરનારાઓને પણ નોટીસો ફટકારાઈ : સેમ્પલીંગના પેરામીટર સહિતની જીણી-જીણી વિગતો મંગાઈ




ગાંધીધામ : તાજેતરમાં ઼ દિલ્હી-નોઈડા ડી.આર.આઈ.ના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ ખાતે દરોડા પાડીને મિક્સ હાઈડ્રો ક્લોરાઈડના નામે પ્યોર ડીઝલ જ આયાત કરનારી ટોળકી પર ધોંષ બોલાવી દીધી હતી. મુંદરામાં અંદાજીત કુલ્લ ત્રણેક જેટલા મોટામાથાઓના ચારથી વધુ વેશલ્સમાથી સેમ્પલીંગ કરવામા આવ્યુ હતુ તો વળી એ પ્રક્રીયા આટોપ્યા બાદ બે રોજ પહેલા જ અહી વધુ ૨૦૦ કન્ટેનરો અટકાવીને તપાસ શરૂ કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ કન્ટેનરોમાં ગુજરાતના અધિકારીઓની મિલીભગતથી કરોડોન્ રૂપિયાથી વધારે ડયુટી ચોરી કરાઈ હોવાનું કહેવાય છે. ગુજરાતના અધિકારીઓની સંડોવણીના કારણે નોઈડાના અધિકારીઓ ઼ તપાસ માટે આવતાં ગુજરાતના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી ગયો હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે.સહેજ વિગતે વાત માંડીએ તો નોઈડાએ જે વેશલ્સ પર તવાઈ બોલાવી હતી તેમાથી એક ગાંધીધામનો એજન્ટ અમિતનું હોવાનુ મનાય છે. તેના ૧૦થી ૧ર અલગ અલગ સેમ્પલો લેાવાયા અને દીલ્હી લેબમાં મોકલી આપવામા આવયા હતા. હવે આ કેસમાં એમએચઓના નામે ડીજલની આયાત કરી સરકારની તિજોરીને તથા કાયદા વ્યવસ્થાના ચીથરે હાલ કરનારાઓ પર અમદાવાદ કસ્ટમ કમિશ્નરશ્રીએ પણ લાલઆંખ કરતા આદેશો આપી દીધા હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, એજન્ટ અમિતના એમએચઓના કાંડ બાદ અમદાવાદ કસ્ટમના ચીફ કમિશ્નરશ્રી દ્વારા મુંદરામાં રીતસરના આદેશો જ આપવામા આવ્યા છે કે, એમએચઓના જે પણ કન્સાઈનમનેટ છે તે બાજુ પર મુકવો, અગાઉના જે વેશલ્સમાથી સેમ્પલ કરાયા છે તેની બધી જ વિગતો આપો, સેમ્પલીંગ કયા પેરામીટરમાં કરાયુ છે, કઈ લેબમાં કરવામા આવ્યુ છે?  આ સુચનો બાદ ગત રોજ સાંજથી મુંદરામાં અપ્રેઈઝર કક્ષાના કસ્ટમના અમુક અધિકારીઓમાં દોડધામ મચેલી છે અને તેઓ એમએચઓ સલગ્ન કન્ટેઈનરો હોલ્ડ પર કરાવી રહ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. અમદાવાદ કક્ષાએથી સુચનો અપાયા છે કે સેમ્પલીંગ કરાયુ હશે તેમાં પણ શંકા જશે તો રીસેમ્પલીંગ પણ કરવામાં આવશે. એટલુ માત્ર જ નહી પણ દિલ્હી કસ્ટમની સેન્ટ્રલ લેબ સુધી પણ પત્રો લખવામા આવ્યા છે. જે સેમ્પલીંગ ત્યા મોકલાયા છે તેમના પણ પુછાણાઓ લેવામા આવી રહ્યા હોવાથી હવે આ પ્રકરણમાં વધુ કેઈક મોટુ ખુલવા પામે તેવી સ્થિતી સર્જાતી હોવાનુ જાણકારો માની રહ્યા છે.


...................


અમિત ઉપરાંતના બીજા બે વેશલ્સમાં સેમ્પલ લેવાયા? તેમાં ગાંધીધામમાંથી કોની સંડોવણી?



કચ્છના પીંકલ નામના શખ્સની સાથે તો મુંબઈનો કોઈ સીએચએ ભાગ્ીદારમાં હોવાની છે  ચર્ચા 




ગાંધીધામ : નોઈડા -દિલ્હી ડીઆરઆઈ મુંદરામાં ત્રાટકી ગઈ અને એમએચોની આડમાં પ્યોર ડીઝલની દાણચોરી કરનારાઓ પર તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે, ગાંધીધામના એજન્ટ અમિત ઉપરાંત અન્ય બે વેશલ્સમાંથી પણ એજન્સીએ સેમ્પલીંગ કર્યુ છે અને તેને દિલ્હી મોકલી આપવામા આવ્યા છે. ત્યારે હવે અહી સવાલ એ થાય છે કે, એજન્ટ અમિત ઉપરાંત ગાંધીધામના અન્ય કયા બે કેમીકલ ક્ષેત્રના મોટા માથાઓ આ ડીજલ દાણચોરીમાં સાણસામાં આવી જવા પામ્યા છે?



.................



ડિઝલ દાણચોરોજન સેમ્પલમાં ગાલમેલ કરવાની મનસા પર કેમ ફરી ગયું છે પાણી?


ગાંધીધામ : કચ્છના બંદરો પર વિદેશથી અનેકવિધ માત્રામાં કેમીકલ આવી રહ્યા છે અને તેની સાધારણ માત્રાના ફેરફારો કાગળ પર દર્શાવી અને પ્યોર ડિજલ આયાત કરવામાં આવતા હોય છે. જેમા બધાય ભળેલા જ હોવાનુ ચર્ચાતુ રહ્યું છે. પરંતુ હવે ગાંધીધામના અમિતના  એમએચઓના આ સ્મગલીંગ કાંડની તપાસ ખુબજ કડકાઈથી થવા પામી રહી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, સામાન્ય રીતે સેમ્પલ લેવાય અને તેમાં ગોઠવણીઓ કરી લેવાઈ હોય તો, કંડલા કસ્ટમ લેબમાં જ તેને પૃથકરણ માટે મોકલાતા હોય છે પરંતુ આ તો કસટ્‌મની સેન્ટ્રલ લેબ સીજીપીએલમાં સેમ્પલો મોકલી આપ્યા છે જયા ખોટુ થવાની શકયતાઓ ઓછી છે અથવા તો ત્યા ખોટુ કરવા માટે દાણચોરો વધુ મોટી રકમના સલીયાણા ચુકવવાની સ્થિતી આવી શકે છે. 

Comments

COMMENT / REPLY FROM