ભુજ તપગચ્છ જૈન સંઘમાં છ ગાઉની ભાવયાત્રા થઈ
ભુજ : અહીંના વાણીયાવાડના જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘના પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી સંકુલ - વીર ગૌતમ ઉપાશ્રયમાં પૂજ્ય ૪૫૧ દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્ન સુરીશ્વરીજી મ.સા.ના શિષ્યરત્ન આજીવન ચરણોપાસક, શ્રમણી ગણાનાયક આચાર્ય રશ્મિરત્ન સુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી શત્રુંજય ગિરિરાજની છ ગાઉની ફેરીની ભાવવાહી ભાવયાત્રા કરવામાં આવી હતી.
પૂજ્યપાદ ગુરુદેવે ભાવયાત્રા કરાવતા કહ્યું કે, જેના કાંકરે-કાંકરે અનંત-અનંત આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે એવી સિદ્ધોની ભૂમિ ઉપર આજના મંગલ દિવસે શાંબ-પ્રધુમ્ન આદિ ૮.૫ કરોડ આત્માઓ સાથે મોક્ષે ગયા છે. તે નિમિત્તે આજે લાખો લોકો યાત્રા કરે છે. ‘ઢેબરીયો મેલો’ ભરાય છે. ઉર્જાવંત શત્રુંજયની ભાવયાત્રા કરતા સહુને એમ જ લાગ્યું જાણે સાક્ષાત અમે યાત્રા કરી રહ્યા છીએ તેવું એક યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
------

Comments