Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષાપત્રી દ્વિશત્તાબ્દી મહોત્સવ ઉપક્રમે નરનારાયણદેવ પ્રીમીયર લીગ ખેલ ઉત્સવ યોજાયો

12 March


ભુજ : સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત કચ્છ નરનારાયણદેવ યુવક યુવતી મંડળ દ્વારા શિક્ષાપત્રી દ્વિશત્તાબ્દી મહોત્સવ ઉપક્રમે નરનારાયણદેવ પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી અને ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેેમાં પ્રાદેશિક રમતમાં વિજેતા બનેલી ટીમો કેન્દ્રમાં રમવા માટે આવી હતી. શનિવારના દિવસે રામપર લેવા પટેલ સમાજમાં કબડ્ડીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેેમાં પ્રાદેશિક વિજેતા ટીમો કેન્દ્રમાં રમવા માટે આવી હતી. કેન્દ્રમાં કચ્છ નરનારાયણદેવ યુવક મંડળ વેકરા, મદનપુર, કોડકી, માધાપર, રવાપર અને મેઘપર આટલી ટીમો રમવા આવી હતી. તેમાથી યુવક મંડળ મદનપુર અને વેકરાના યુવાનો ફાઇનલમાં પહોંચ્યા હતા અને ફાઇનલ મેચ યુવક મંડળ વેકરાના યુવાનો જીતી અને વિજેતા બનેલા હતા. આ આયોજનમાં યુવક મંડળના સંતોની શરૂઆતથી જ હાજરી રહી હતી અને યુવક મંડળના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ભુજ મંદિરથી સંતો પણ પધાર્યા હતા, જેમાં સ.ગુ સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી શાંતિસ્વરૂપદાસજી, સ્વામી ભક્તિપ્રકાશદાસજી, સ્વામી કૃષ્ણવિહારીદાસજી, સ્વામી કપિલમુનીદાસજી, સ્વામી હરિસ્વરૂપદાસજી, સ્વામી નિર્ભયસ્વરૂપદાસજી તથા સ્વામી ભગવત પ્રસાદદાસજીની હાજરી રહી હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે રામપર પ્રદેશના યુવક મંડળના યુવાનોએ મહેનત કરી હતી. ગામના તથા મંદિરના અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. રવિવારના પ્રાદેશિક ક્રિકેટમાં વિજેતા બનેલી ટીમોમાં મદનપુર, કેરા, વેકરા, રવાપર, પિયાવા, હિરાપર અને  નારણપર નિચલોવાસ યુવક મંડળના યુવાનો નારણપર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા માટે આવ્યા હતા. ક્રિકેટનું આયોજન સવારે સાત વાગે શરૂ થઈ ગયું હતું, જેમાં સૌપ્રથમ યુવક મંડળના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખેલાડીઓને આશીર્વાદ અપાયા હતા. ત્યારબાદ રમતનું આયોજન શરૂ થયું હતું. ક્રિકેટની પહેલી સેમિફાઇનલ મેચ યુવક મંડળ નારણપર નીચલોવાસ અને પીયાવાના યુવાનો વચ્ચે હતી. તેમાં પિયાવાના યુવાનો વિજેતા બની ફાઇનલમાં પહોંચ્યા હતા. બીજી સેમિફાઇનલ યુવક મંડળ વેકરા અને મદનપુર વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં મદનપુરના યુવક મંડળની ટીમ વિજેતા બની ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચ પિયાવા અને મદનપુરના યુવક મંડળ વચ્ચે રમાઈ હતી, જેમાં પિયાવાના યુવક મંડળના યુવાનોએ ટોસ જીતી અને ફિલ્ડિંગ કરી હતી. મદનપુરના યુવાનો ૧૦ ઓવરમાં ૧૪૦/૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને યુવક મંડળ પિયાવાના યુવાનો ૯.૪ ઓવરમાં પૂરો કરી અને ફાઇનલ વિજેતા બનેલા હતા. બંને ટીમો વિજેતા અને ઉપવિજેતાને સંતો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી. આ સંપુર્ણ રમતોત્સવને સફળ બનાવવા માટે સ્વામી કપિલમુનીદાસજી, સ્વામી હરિસ્વરૂપદાસજી, સ્વામી નિર્ભયસ્વરૂપદાસજી, પ્રવિણભાઇ હીરાણી (વેકરા), નારણભાઇ વરસાણી (મદનપુર), વિનોદભાઇ ભુડીયા (ફોટડી), સુરેશભાઇ ભુડીયા(દહીસરા) અને જાદવજીભાઇ કેરાઇ (નારણપર)એ જહેમત ઉઠાવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM