Trending News
સ્થાનિક સમાચાર

શું કચ્છ યુનિ.ના નિયમિત રજીસ્ટ્રારની પસંદગી પડી ઘોંચમાં?

12 March





ઈન્ચાર્જ રજીસ્ટ્રારશ્રી અનીલ ગોરનો કાર્યકાળ ૧રમી માર્ચના પૂર્ણ થતો હોઈ, આદરાઈ હતી ભરત પ્રક્રીાય : બોમ-ઈસીમાં એક નામ પસંદ કરી સરકાર તબક્કે મોકલી અપાયા બાદ પણ હજુ સુધી નિયમિની નિયુકિત ન થતા ફેલાયા તર્કવિતર્કો



રજીસ્ટ્રાર પદના ઉમેદવાર જ પ્રક્રીયા દરમ્યાન કુલસચિવ પદે સેવારત હોવાની કયાંક ફરીયાદ તો ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કક્ષાએ થઈ અને તે નડી ગઈ તેવુ તો નથી ને? : જાણકારોમાંથી ઉઠતા સવાલો



યુનિ.એ એક જ નામ મોકલ્યુ હતુ કે વેઈટીંગના નિયમની કરી હતી અમલવારી?, બીજુ નામ પણ મોકલ્યુ હતુ? જો નહોતુ મોકલ્યુ તો કયા કારણોસર?




ગાંધીધામ : કચ્છ યુનિ.માં રજીસ્ટ્રાર માટેની ભરતી પ્રક્રીયા હાલમાં હાથ ધરવમાા આવી હતી. જેમાં નિયમો અનુસાર થયેલી પ્રક્રીયામાં ૧૧ જેટલા ઉમેદવારો દ્વારા દાવેદારી નોધાવવામા આવી હતી. જેની સ્કુટીની કર્યા બાદ તેના ઈન્ટરવ્યુ માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં યોજવામા આવ્યા હતા. જેમાં એક નામ બોમ અને ઈસીની મળેલી બેઠકમાં નકકી કરી અને સરકાર તબક્કે મંજુરીર્થે મોકલી આપવામા અવેલ હતુ. ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે રહેલાનો કાર્યકાળ ૧રમી માર્ચના પૂર્ણ થતો હોઈ ૧૧મી માર્ચ સુધીમાં આ નામ ફાઈલન થઈને અહી આવવુ જોઈએ, જે નામ ન આવતા તર્કવિતર્કો ઉભા થવા પામી ગયા છે. શા માટે સરકાર તબક્કે આ મંજુરીમાં વિલંબ થયો છે? શું યુનિ.ની આ ભરતી પ્રક્રીયાઓ સામે પણ સવાલનો ઉભા થયા છે? આ મામલે કચ્છ યુનિ.ના વીસી શ્રી મોહન પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેમને ફોન ઉપાડવાની તસ્દી જ ન લેતા વિફળ નીવડયો હતો. 


..............

Comments

COMMENT / REPLY FROM