અરર..ર..,જુઓ તો ખરા, મહાનસંસ્થા SRC ના આ છે સેવાભાવી ડાયરેકટર કે, જેઓના રીમાન્ડ પર રીમાન્ડ થઈ રહ્યા છે મંજુર!ઃ સંકુલનો તીખો ટોણો.!
એસઆરસી સંચાલિત સિંધુભવનના નેકસસ કલબ કૌભાંડમાં ૧ પ્રાફેસર ડાયરેકટર તથા કર્મચારીના ફરીથી પોલીસને રીમાન્ડ મળતા સંકુલના પ્રબુદ્ધવર્ગમાંથી વરસી રહ્યો છે ફીટકાર
વિચાર તો કરો કે, આ ડાયરેકટરે મહાનસંસ્થામાં કેવી સેવાઓ બજાવી હશે, પ્રજાજનો-શેરહોલ્ડર્સની કેવી કેવી સેવાઓ બજાવી છે કે તેમને જેલમાં જવુ પડી રહ્યુ છે, ફરી-ફરીને તેમના રીમાન્ડ થઈ રહ્યા છે મંજુર, અને એ પણ પાછા પ્રોફેસર ડાયરેકટર છે.., આ પ્રોફેસરે વિદ્યાર્થીઓને પણ શું આવા જ ભ્રષ્ટાચારના પાઠ ભણાવ્યા હશે..? તરેહ તરેહના ઉઠતા સવાલો
આ તો શાબાશ છે, અંજાર ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરીને કે જેઓએ આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમોને પણ કુનેહપૂર્વક કર્યો ઉમેરો : પોલીસની ઈચ્છાશકિત હોય, ધારે તો ગુનેગારો ગમે તેવા ગુંચવણભર્યા ગુનાને અંજામ આપે તે કાયદાનિ ગિરફતથી બચી શકતા જ નથી, તેનો દાખલો નેકસસકલબના આ કૌભાંડમાં ચાલી રહેલી કાર્યવાહથી જોઈ જ શકાય છે..!
ગાંધીધામ : પૂર્વ કચ્છ માત્ર જ નહી પરંતુ આખાય ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠીત સંસ્થાઓમા જેનુ નામ મોખરાની યાદીમાં લેવાતુ રહ્યુ છે તેવી મહાનસંસ્થા એસઆરસીમાં પાછલા કેટલા સમયથી અમુક બની બેઠલા ડાયરેકટરો દ્વારા ચલાવાતી લાલીયાવાડીના લીધે એક પછી એક મોટા પ્રકરણો ચર્ચામાં બહાર આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ મહાનસંસ્થા એસઆરસી સંચાલિત સિંધુભવનના નેકસસ કલબના છેતરપીંડીના કેસમાં પોલીસ ફરીયાદ બાદ ગુનો દાખલ થવો અને તેમાં એક ડાયરેકરટ તથા એક કર્મચારીની ન માત્ર ધરપકડ થવા પામી છે બલ્કે નામદાર અદાલત દ્વારા તેમના રીમાન્ડ પણ મંજુર કરી દેવામા આવતા હવે સંકુલનો પ્રબુદ્ધવર્ગ આ મહાનસંસ્થામાં પેંધી ગયેલા આવા ઉધઈ જેવા તત્વોની સામે ફિટકાર વરસાવતા ટોણા મારતા કહી રહ્યા છે કે, અર...ર...જુેઓ તો ખરા, મહાનસંસ્થા એસઆરસીના આ છે સેવાભાવી ડાયરેકટર, કે જેમના રીમાન્ડ પર રીમાન્ડ મંજુર થવા પામી રહ્યા છે. વિચાર તો કરો કે આ ડાયરેકટર કેવી આ મહાનસંસ્થાની, શેરહોલ્ડર્સની સેવા કરતા હશે તેનો પણ ચિત્તાર મળી શકે તેમ છે. અને તેમાય વળી જેના રીમાન્ડ પર રીમાન્ડ મંજુર થઈ રહ્યા છે એ તો પ્રોફેસર ડાયરેકટર છે. તો આ પ્રોફેસર પણ તેમના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચારના જ પાઠ ભણાવતા હશે ને? બીજું શું શીખવાડતા હશે?
આ મામલે વધુ વાત કરીએ તો એસઆરસી જેવી મહાનસંસ્થા દ્વારા સંચાલિત સીંધુભવનના નેકસસ કલબના છેતરપીંડીની ફરીયાદના ચાલતા કેસ અંગે પૂર્વ કચ્છ પોલીસે એક ડાયરેકટર અને કર્મચારીની ધરપકડ બાદ તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણની કલમોનેા પણ ઉમેરો કરવામા આવતા કેસ સ્પેશ્યલ કોર્ટના દ્વારે પહોચ્યો હતો. જયા સરકારી વકીલે રીમાન્ડની માંગ કરતા ન્યાયલયે બે દીવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.આ મામલો વિશેષ કોર્ટ સમક્ષ પહોચતા સરકારી વકીલ એમ.આર. જાડેજાએ કેસની મહત્વતા, ગંભીરતા સમજી અને ભ્રષ્ટાચારની નવી ઉમેરાયેલી કમલો અંગેના મુદાઓ રજુ કરતા કોર્ટે બન્ને આરોપીઓને આવતા ૧૩/૩ના બપોર સુધીના રીમાન્ડ આપ્યા છે.
એસઆરસીના ડાયરેકટર હરીક કલ્યાણી અને સીનીયર એકઝિકયુટીવ એન્જીનીયર આત્મારામ બુલચંદાનીની સિંધુભવન નેકસસ કલબના થયેલા કેસમાં પોલીસે અટક કરી હતી. જેમને પોલીસે ત્યારે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા તા. ૭/૩ સુધીના ત્રણ દીવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. હવે આ બન્ને આરોપીઓ સામે ભ્રષ્ટાચારની કલમો પણ ઉમેરવામા આવતા મામલો વધુ ગંભીર બની જવા પામ્યો છે.
અહી બીજીતરફ ચર્ચા એ પણ થવા પામી રહી છે કે જો પોલીસ ધારે, પોલીસ ઈચ્છે તો કાયદાનુ ભાન ભલભલાને કરાવતા વાર નથી કરતી. ગમે તેવો ગુંચવણર્ભયો કેસ હોય, ગમે તેવી અટપટ્ટ જમીન-સિવિલની મેટર હોય, પોલીસે મન બનાવી લે છે તો મુળીયા ઉખેડીને જ રહે છે.
........
હજુ તો જતીન-ધર્મેશનું ૩૦૦ કરોડનું કૌભાંડ
ખુલવાનું છે બાકી : ત્યારે આવશે મોટો ભુકંપ
ગાંધીધામ : એકમાત્ર સિંઘુ ભવનના નેકસસ કલબના કૌભાંડમાં જ એક ડાયરેકટરને જામીન પણ ન મળવાની સ્થિતી સર્જાઈ જવા પામી છે ત્યારે સંકુલના જાણકારો કહી રહયા છે કે, આગામી સમયમાં આ જ જતીન અને ધર્મેશ દ્વારા જે ૩૦૦ કરોડના કૌભાંડને જે અંજામ આપ્યો છે તે ખુલવાના ભણકારા પણ ગાજી જ રહ્યા છે, જયારે આ કૌભાંડ ખુલશે ત્યારે તો આ મહાનસંસ્થામાં બની બેઠેલા ભ્રષ્ટાચારીઓ માટે મોટો ભુકંપ જ આવવાની સ્થિતી સર્જાવવા પામી જશે.

Comments