Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા ર૦ હજાર કરોડનો હવાલાકાંડ : શું કસ્ટમનો ૧ એસપી આટલુ મોટું કૌભાંડ આચરી જાય ખરો..!

12 March



ખાટલે મોટી ખોટ : અપ્રેઈઝર કે એસપી કક્ષાના અધિકારીઓ ચોકકસથી ફાટીને ફુલેકે ગયા છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ તેઓ બે-પાંચ-આઠ-દસ કન્ટેઈનર સુધી હિમંત કરી શકે, ર૦ હજાર કરોડના અ.ધ..ધ કૌભાંડને એકમાત્ર એસપી જ અંજામ આપી જાય તે વાત ગળે ઉતરી શકે નહી? : સેઝ એકમના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓના પણ ચોકકસથી આ પ્રકરણમાં લેવા જોઈએ કડક ઉધડા : એસપીને સસ્પેન્ડ કરી દેવાના બદલે તે વખતના તેમના ફોનના કોલ ડીટેલ્સ -સીએજીઆર કઢાવવા જોઈએ, તો આ એસપી સુરેશ ઠાકુરે કોના કહેવાથી આવા કૌભાંડને અંજામ આપ્યું તે સહિતના નામો આવશે બહાર?



મુંદરામાં કસ્ટમમાં મોટા મોટા કૌભાંડોમાં નાના અધીકારીઓનો જ કેમ લેવાય છે ભોગ?  : શું ઉપલી અધીકારીઓ આંખ મીંચીને બેઠા હોય છે કે એસપી કક્ષાના અધિકારીઓ મુંદરામાં કરોડોના કૌભાંડોને આપી જાય છે અંજામ?



ગાંધીધામ : ડીરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની અમદાવાદ બ્રાન્ચ દ્વારા મુંદરા ખાતે તવાઈ બોલાવી દીધી હતી અને અહીથી ત્રણ જેટલા શખ્સોને અમદાવાદ ન્િોવેદન માટે બોલાવી અને તેઓની ધરપકડ કરી લીધી હતી.  આ ત્રણેયની ધરપકડ કરાઈ છે તે અંદાજીત ૧૦થી ર૦ હજાર કરોડના ઓવરવેલ્યુએશન હવાલા કૌભાંડમાં કરવામા આવી હોવાનુ પણ પ્રાથમિક રીતે સામે આવવા પામી ગયુ હતું. તે દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર આ ત્રણની ધરપકડ કરી લીધા બાદ હવે તત્કાલીન સમયે મુંદરા સેઝમાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે ફરજ નિભાવી રહેલા અધિકારીને પણ સસ્પેન્ડ કરી દેવામા આવ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. આ કેસમાં જે તે વખતે મોંઘી ડયુટીવાળી કિંમતી વસ્તુ ડીકલેર કરાયેલી હતી અને તપાસ કરતા, ફીજીકલ એકઝામિનેશન કરવામા આવતા તેમાં કચરા-રદી જેવી વસ્તુઓ બહાર આવવા પામી હતી એટલે ભારતીય રકમ વિદેશમાં હવાલાથી મોકલી મનીલોન્ડરીગ કરાયુ હોવાનુ સામે આવવા પામ્યુ હતુ. અને આ સમગ્ર પ્રકરણ એ કોઈ બે-ચાર-પાંચ કરોડ નહી પરંતુ ૧૦થી હજરા કરોડના આંકને આંબી જાય તેવી આશંકાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. દરમ્યાન જ હવે અહી સવાલ એ થવા પામી રહ્યો છે ક, આ રીતે હજારો કરોડોના કૌભાંડને જો અંજામ આપવામા આવ્યો હોય તો શું તે કામ માત્ર એક સેઝ કસ્ટમના એસપી જ કરી શકે ખરા? શું તેઓને આટલો બધો પાવર રહેલો છે ખરો? સીધી વાત છે કે, એક સુપ્રીટેન્ડેન્ટ કક્ષાનો અધિકારી આટલા મોટા કૌભાંડને અંજામ આપ્યો હોય તો તેમાં ચોકકસથી એક મોટી સિન્ડીકેટ જ કામ કરી રહી હોય..તે નકકી છે. એટલુ માત્ર જ નહી પરંતુ તે વખતના સેઝના ટોચના પ્રશાસનકારો, અધિકારીઓની પણ તેમાં સીધી જ સંડોવણી હોય તે પણ નિશ્ચિત જ બની રહે તેવી વાત છે. આવામાં માત્ર એક સેઝ કસ્ટમના સુપ્રીટેન્ડેન્ટના માથે ઠીકરૂ ફોડી દેવુ કેટલા અંશે વ્યાજ બી છેો હકીકતમાં આ પ્રકરણમાં સેજ એકમના તત્કાલીન ટોંચના અધિકારીઓ, સૈજ કસ્ટમના પણ ટોંચના અધિકારીઓ સહિતનાઓની પણ સંડોવણી તથા મદદગારી કે કડીઓ બાબતે પણ ઉંડી અને ઘનિષ્ઠ તપાસ કરવી જોઈએ તો જ સત્ય બહાર આવવા પામશે.

.................

Comments

COMMENT / REPLY FROM