ભુજના ઓફિસર્સ ક્લબ દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ
ગાંધીધામ : અહીંના ઓફિસર્સ ક્લબ દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ ટુર્નામેન્ટ "કોર્પોરેટ બેડમિન્ટન રણ" ફિટનેસ વિથ ફિધરનું ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફોકિઆએ સહયોગ આપ્યો હતો. આ આયોજનના મુખ્ય હેતુ કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થય વિશે જાગૃતતા લાવવી હતી. લીગ મેચનું આયોજન કેડીટીટીએ, આદિપુર ગાંધીધામ અને ઓફિસર્સ ક્લબ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતેના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વેલ્સપનના ગ્રુપ ડિરેક્ટર બ્રિગેડીયર કાર્તિકેયન, ફોકિઆના એમ.ડી. નિમિષ ફડકે, તુલસી સુજાન, હરિ પિલ્લાઈ અને વિવિધ ટીમોના કેપ્ટન જોડાયા હતાં. ભુજ ખાતેના ઉદ્દઘાટન સમારોહમાં ચૈતન્ય શ્રોફ, અરુણ જૈન, ભરત હાથી, બી.ડી. પ્રજાપતિ, અમિત સાંગવાન અને વિવિધ કોર્પોરેટ ટીમોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતની ૧૩ કંપનીઓની ૨૬ ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૨ ટીમો પુરુષોની અને ૪ ટીમો મહિલાઓની હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બે દિવસ દરમિયાન લગભગ કુલ ૧૭૫ મેચો રમાઈ હતી. મહિલાઓના વિભાગમાં જીએસઈસીએલની ટીમ વિજેતા અને દિનદયાલ પોર્ટ કંડલાની ટીમ ઉપવિજેતા રહી હતી. અન્ય ટીમો આશાપુરા ગ્રુપ અને ઓફિસર્સ ક્લબ ભુજ હતી. પુરુષોના વિભાગમાં ઓએનજીસી ટીમ વિજેતા અને ઓફિસર્સ ક્લબ ભુજની ટીમ ઉપવિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ ઓફિસર્સ ક્લબ ભુજ ખાતે યોજાયો હતો, જેમાં અમિત સાંગવાન મુખ્ય મહેમાન તરીકે તથા નિમિષ ફડકે, સોન કેસરીયા, હરીસીંગ ગુરખા, ભરત ટુકડિયા, વીરેન્દ્ર રોહિત વગેર જોડાયા હતા. વિજેતા મહિલા અને પુરુષ ટીમને રૂ.૧૫,૦૦૦ અને ઉપવિજેતા ટીમને રૂ.૧૧,૦૦૦ના પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે ઇન્ડિયન બેડમિંટ એસોસિએશનના લીડિંગ રેફરી વિનોદ કુરંગીયા અને તેના સહાયક તરીકે હર્ષ શાહ, ડેનીસ ગોગરી, વિનય દવે, રાજીવ દવે વગેરે એ સેવાઓ આપી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ઓફિસર્સ ક્લબના મહિપાલસિંહ ઝાલા, ઇરફાન સુમરા, અજીત યાદવ, સતીશ દાવડા, ડૉ. દીપક સુથાર અને ફોકિઆના મમતા વાસાણી, રોનક પ્રજાપતિ, ધ્રુવલ ગુર્જર, ભરત બારોટ વગેરે સહયોગ આપ્યો હતો.
------
કોર્પોરેટ બેડમિન્ટન રણ ટુર્નામેન્ટ દરમ્યાન મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી
આ ટુર્નામેન્ટ દરમ્યાન આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મહિલાઓ અને ગાંધીધામ અને ભુજ ખાતે ઉપસ્થિત મહિલા મહેમાનો, અમ્પાયર્સને વિશેષ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું હતું.
----

Comments