Trending News
સ્થાનિક સમાચાર

અદાણી ગ્રુપની એપીસેઝનું ઈએસજી રેટિંગ સુધરીને નેગ્લિબલ : જોખમદરમાં ઘટાડો

11 March


સસ્ટેનાલિટીક્સના લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ ટોચનું સ્થાન

અમદાવાદ : અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપની કંપની એપીસેઝ એટલે કે અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનું ઈએસજી (પર્યાવરણ, સામાજિક અને શાસન) જોખમ રેટિંગ સુધર્યું છે. સસ્ટેનાલિટીક્સે એપીસેઝનું રેટિંગનીચા જોખમ શ્રેણીથી વધારીને નકારાત્મક જોખમ શ્રેણીમાં કર્યું છે. નવા રેટિંગમાં કંપનીનો જોખમ દર ૮.૫ અંદાજવામાં આવ્યો છે, જે પહેલા ૧૧.૩ હતો.
એપીેસેઝ ઉદ્યોગમાં રેન્કિંગમાં પણ સુધારો થયો છે. મરીન પોર્ટ્‌સ પેટા-ઉદ્યોગમાં એપીસેઝનું રેન્કિંગ છઠ્ઠા સ્થાનથી બીજા સ્થાને પહોંચ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં કંપનીનું રેન્કિંગ પણ ૩૩મા સ્થાનથી સુધરીને ૧૨મા સ્થાને પહોંચી ગયું છે. ઉપરાંત એપીસેઝ સસ્ટેનાલિટીક્સના વૈશ્વિક રેન્કિંગમાં ટોચના ૫ પર્સન્ટાઇલથી ટોચના ૨ પર્સન્ટાઇલ કંપનીઓમાં સુધારો થયો છે.
ઈએસજી રેટિંગ નક્કી કરવામાં સસ્ટેનાલિટીક્સે વિવિધ મહત્વપૂર્ણ ઈએસજી પાસાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં કોર્પોરેટ ગવર્નન્સ, માનવ મૂડી, વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી, સમુદાય સંબંધો ઉત્સર્જન, ગંદા પાણી અને કચરાનું વ્યવસ્થાપન, હિસ્સેદાર શાસન, જમીનનો ઉપયોગ અને જૈવવિવિધતા વગેરેને ધ્યાને લેવામાં આવ્યા હતા. એપીસેઝ એ સસ્ટેનાલિટીક્સના લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તે વૈશ્વિક નેટ જીરો લક્ષ્ય સાથે કંપનીના ઉત્સર્જનને માપે છે. એપીસેઝ દ્વારા ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક થકી મુખ્યત્વે ડોમેસ્ટિક કાર્ગોમાં ૧૨% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે.
-----

 

Comments

COMMENT / REPLY FROM