Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ સહિત રાજ્યમાં બિલ્ડરો - રીયલ એસ્ટેટ એજન્ટોને ‘રેરા’ની નોટીસ 

11 March



ભુજ સહિત ગાંધીધામ, મુંદરા, અંજાર, માધાપર સહિત કેટલાક રીયલ એસ્ટેટ સંકળાયેલા બિલ્ડરોને મળી નોટીસ : ભુજમાં મોટી મોટી બિલ્ડીંગો રેરાના કાયદા હેઠળ આવી જતી હોઈ કેટલીક ફરિયાદો તંત્રને મળી હતી જે સંદર્ભે તંત્રની કાર્યવાહી : વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રિન્યુઅલ ન કરાવતા ૧૫ દિવસનું અલ્ટીમેટમ અન્યથા નોંધણી રદ્‌ કરવાની ચેતવણી : પ૦૦ મીટરથી વધુ કોમર્શીયલ બાંધકામ રેરા કાયદા હેઠળ આવરી જતો હોઈ કચ્છમાં મોટી મોટી બિલ્ડીંગો બનાવનાર બિલ્ડરો આવ્યા સાણસામાં



ભુજ : રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ‘રેરા’ કાયદો લાગુ પાડવામાં આવ્યા બાદ બિલ્ડરોથી માંડીને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેકવિધ વર્ગો માટે નિયમનો અમલ છે ત્યારે કચ્છ સહિત રાજયનાં ૭૯૮ રીયલ એસ્ટેટ એજન્ટોને ‘રેરા’એ નોટીસ ફટકારી છે. કચ્છ- મુંબઈ સાથે સંકળાયેલા કેટલાક મોટા બિલ્ડરોને નોટીસોથી માર્કેટમાં હડકંપ મચી ગયો છે. ભુજની જ વાત કરીએ તો વસ્તીથી વધુ હાલ કોમર્શિયલ બાંધકામ થયા છે અને થઈ રહ્યા છે, જે સંદર્ભે અમુક બાંધકામોમાં રેરાના નિયમોનું પાલન ન થતું હોઈ અનેકવિધ ફરિયાદો તંત્રને મળતા કડક વલણ અપનાવ્યું છે. રેરા કાયદાનું મુળ હેતુ ગ્રાહકનું હિત જાળવવાનું છે. કચ્છમાં લાંબા સમયથી નગર નિયોજનની કચેરીમાં ખુણે ખાચે ચાલી રહી છે. મોટા ભાગે ઓનલાઈન જ અરજી કરવાની હોઈ અને ઓનલાઈન જ તંત્ર દ્વારા તપાસ કરી મગનું નામ મરી પાળતું નથી. જાણવા મળતી વિગતો મુજબ પાંચથી આઠ વર્ષ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રીન્યુઅલ નહીં કરાવાતા તે પ્રક્રિયા કરવા ૧૫ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અન્યથા રજીસ્ટ્રેશન રદ કરી નાખવાની ચેતવણી આપવામાં આવી છે. ‘રેરા’ કાયદા હેઠળ બિલ્ડરો માટે તો અનેકવિધ નિયમનો લાગુ પાડવામાં આવ્યા જ હતા. સાથોસાથ રીયલ એસ્ટેટ એજન્ટો માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યુ હતું. એજન્ટો નોંધાયેલા હોય તો ગ્રાહકો સાથે કોઈ છેતરપીંડી કરી ન શકે અને કદાચ આવા કિસ્સા બને તો કાર્યવાહી થઈ શકે તેવો ઉદ્દેશ હતો. રેરામાં એક વખત રજીસ્ટ્રેશન બાદ પાંચ વર્ષે તેનું રીન્યુઅલ કરાવાયું ન હોવાથી ‘ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી’ ઓથોરીટી (ગુજ રેરા) દ્વારા આકરા એકશન શરૂ કરવામાં આવ્યા છે. ગુજરેરા દ્વારા ૧લી માર્ચે પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે જેમાં રજીસ્ટ્રેશન રીન્યુ નહિં કરાવનારા ૭૯૮ રીયલ એસ્ટેટ એજન્ટોનું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે. આ તમામને ૧૫ દિવસમાં રીન્યુઅલ પ્રક્રિયા કરવાનું અલ્ટીમેટમ અપાયુ છે. 
અન્યથા રજીસ્ટ્રેશન રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. અનેક કિસ્સામાં ૨૦૧૭ માં રજીસ્ટ્રેશન કરાવનારા એજન્ટોએ પણ રીન્યુઅલ મેળવ્યા નથી. ૨૦૧૭ થી ૨૦૨૦ ના વર્ષો દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેનાં રીન્યુઅલની પ્રક્રિયા ન કરનારા એજન્ટો સામે આ નોટીસ ઈસ્યુ થઈ છે. કચ્છના પણ નામો તેમાં સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરોથી માંડીને નાના શહેરોમાં પણ જમીન-મકાનોની કિંમતમાં વધારાની સાથોસાથ નવા-નવા આલીશાન પ્રોજેકટો સાથે સીમાડા પણ વધતા રહયા છે. ભુજ હોય કે ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, અંજાર, ભચાઉ સહિત વિસ્તારમાં મોટી બિલ્ડીગ સહિત રિયલ એસ્ટેટ એજન્ટો નવા પ્રોજેકટા માટે ગ્રાહકો સાથે જોડાયેલા હોય છે. ગ્રાહકો સાથે છેતરપીંડી અથવા અન્ય કોઈ ગેરરીતી કરતા બીલ્ડરો, એજન્ટ કે અન્ય કોઈપણ સામે ગુજરેરા દ્વારા સખ્ત પગલા લેવામાં આવે જ છે. હવે રીયલ એસ્ટેટ એજન્ટોનો વારો લેવામાં આવ્યો છે. ગુજરેરાની કાર્યવાહી નોટીસને પગલે એજન્ટ લોબીમાં ખળભળાટ સર્જાયો છે. ગુજરેરા દ્વારા રજીસ્ટ્રેશન રીન્યુ ન કરાવનારા એજન્ટોનું નામ-ફોન નંબર સાથેનું આખુ લીસ્ટ જારી કરવામાં આવ્યુ છે.

 

Comments

COMMENT / REPLY FROM