Trending News
સ્થાનિક સમાચાર

ચોપડવા યુરીયા ખાતર કૌભાંડ કોનો-કોનો ભોગ લેશે?’

11 March

એસઓજી ત્રાટકી શકે તો સ્થાનિક ખાખીધારીઓ કેમ નહી?




સંદીપ ગુપ્તાની પ્લાયની ફેકટરીમાં સરકારી યુરીયાનો ખાતર આવતો ઝડપાયો હતો, હળવદ એગ્રો.નો પરવાનો તો રદ થયો, હવે કચ્છમાં કયા કયા આ પ્રકરણના પડશે પડઘા ?


અંજારના લાખાપરવાળા કેસમાં પણ કઈ મંડળીમાંથી પ્રકાશ આણી ટોળકીએ સરકારી ખાતર આપ્યુ હતુ? તે મંડળીવાળાઓની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરી ધાક બેસાડતો દાખલો કરવો જોઈએ પુરવાર




ગાંધીધામ : કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને મદદરૂપ થવા માટે અનેકવિધ પ્રયાસો થાય છે ત્યારે બીજીતરફ કેટલાક ભેજાબાજ તત્વોની સિન્ડીકેટ આ હેતુઓ પર પાણીઢોળ જ કરી દેતા હોય તેવી ઘટનાઓ કચ્છમાં પણ સતત બનવા પામતી રહી છે. 
દરમ્યાન જ હાલમાં પૂર્વ કચ્છ એસઓજી દ્વારા હળવદથી લવાયેલા સરકારી યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ ઝડપી પાડતા સ્થાનિક અમુક બની બેેઠેલા ખાખીધારીઓથી માંડી અને સંદીપ ગુપ્તા કે જેની કંપનીમાં આ ચોરાઉ-ખાતરનો જથ્થો આવતો હતો તે તમામ ટોળકીમાં ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હતો. 
આ ખાતર કૌભાડમાં જે સંદીપનુ નામ સામે આવ્યુ છે તેની ફેકટરીમાં આ પેહલી વખત નહી આ પહેલા પણ ખાતર આ રીતે ગેરકાયદેસર મંગાવાયુ હોવાનુ ચર્ચાય છે પરંતુ તોડ કરીને તે વખતે મામલાઓ દબાવી દેવામા આવ્યા હોવાનુ કહેવાય છે. પોલીસે હાલમાં આ શખ્સોની ગેગ સામે ગુનો નોધી અને તેમની ધરપકડ કરી હતી ત્યારે હવે આ ખાતર કાંડમાં કોનો કોનો ભોગ લેશે તવી ચર્ચાઓ તેજ બની છે. કારણ કે, હળવદમાં તો શિવ એગ્રોનું લાયસન્સ રદ થઈ જવા પામ્યુ છે તો વળી બીજીતરફ પૂર્વ કચ્છ એસઓજીએ આ ખાતર પકડયુ હતુ તો સ્થાનિક પોલીસ અહી કેમ ઉંધતી ઝડપાઈ ગઈ હતી? તેમને શા માટે આવા મોટા કૌભાંડોના નેટવર્ક દેખાતા જ નથી? શું હવે આ ખાતરકાંડમાં આવા અમુક બની બેઠેલા કૌભાંડીઓ પર ગાજ વરસશે ખરી? તેવી ચર્ચાઓ તેજ બની જવા પામી છે. 

Comments

COMMENT / REPLY FROM