Trending News
સ્થાનિક સમાચાર

SMC  ત્રાટકે તો જ આદિપુરવાળા રાજની દુબઈ-શ્રીલંકાથી કચ્છભરમાં ફેલાયેલ  ક્રીકેટ સટ્ટાકાંડ ના નેટવર્કનો થાય પર્દાફાશ

11 March

ભાડુઆતી બેંક એકાઉન્ટથી હવાલાકૌભાંડને પણ રાજે ધમધમાવ્યુ હતુ?





સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના નાના ચિલોડામાથી બુકીને ઝડપી અને ગુજરાતના સૌથી મોટા બુટલેગર તરીકે પંકાયેલા વિનોદ સીંધીએ આપેલા આઈડીથી ચાલતા ક્રીકેટ સટ્ટા તથા ભુજના ક્રીકેટ સટ્ટાકાંડના થયેલ 
પર્દાફાશ વખતે સુચક ઈશારો



આદિપુરનો સાધારણ પરીવારમાંથી આવતો આ રાજ આજે અનેરી જાહોજલાલી ધરાવી રહ્યો છે, દુબઈ અને શ્રીલંકા સહિતમાં રાજના ક્રીકેટ સટ્ટાના છે મોટા અડ્ડા, ગાંધીધામમાં પણ રાજની સામે ક્રીકેટ સટ્ટાના નોધાઈ ચુકયા છે પોલીસ 
ચોપડે કેસ : એટલુ જ નહી પણ રાજનું નામ ભાડુઆતી બેંક એકાઉન્ટો બે-પાંચ હજારમાં લઈ અને તેમાં ક્રીકેટ સટ્ટાના કરોડોના ટ્રાન્ઝેકશન કરાવમા આવ્યા હોવા સબબ પણ ફરીયાદ રૂપે ચમકી ચુકયું છે : સ્થાનિક પોલીસ એક યા બીજા કારણોસર આ રાજને કાયદાકીય નથ પહેરાવવામાં ઉણી જ ઉતરતી હોવાનો દેખાય છે વર્તારો, જો એસએમસી ત્રાટકેતો ક્રીકેટ સટ્ટાકાંડના પૂર્વ કચ્છથી વિદેશ સુધી ફેલાયેલા મોટા તાર ખુલે : જાણકારોનો ઈશારો



ભુજમાં બોગસ બેકિંગ રાજસ્થાની ગેંગના કૌભાંડની તપાસની જેમ જ પૂર્વ કચ્છમાં તપાસ થાય તો ‘રાજ’ના ભાડુઆતી બેંક એકાઉન્ટના કરોડના કૌભાંડો ખુલે




ભારત-પાકીસ્તાનની ચેમ્પિયન ટ્રોફીની મેચમાં ગુજરાતમાં જ ૧૦૦૦ કરોડનો ખેલાયો છે સટ્ટા, વિચાર તો કરો કે આ રાજ, લલિત, નીલી જેવાઓના તો ક્રીકેટ સટ્ટાનુ સામ્રાજય દુબઈ-શ્રીલંકા સુધી વકરેલું છે, કેટલાના સટ્ટા આ શખ્સોએ પોતાના નેટવર્કથી ખેલાવી દીધા હશે..?






સ્થાનિક અમુક બની બેઠેલા ખાખીધારીઓ તો રાજ-નીલી ઉર્ફે નીતીન તથા લલિત જેવા મોટા મોટા ક્રીકેટ સટ્ટોડીયાઓની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવામાં લાજનો ધુમટો જ તાણશે, કારણ કે, આ તત્વો પાસેથી અમુક બની બેઠેલા ખાખીધારીઓ ર૦-ર૦ લાખની રોલેક્ષ કાંડા ઘડિયાળો ભેટ-સોગાદોમાં લઈ લીધી છે, કયા મોઢે આવા તત્વો રાજ-લલિતના હાથમાં હથકડીઓ પહેરાવશે? એટલે સ્ટેટ મોનીટરીંગ સેલે જ અહી દરોડો પાડવો પડશે..!




ગાંધીધામ : યુએઈ ખાતે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ક્રીકેટનો જવર દુનીયાભરમાં છવાયેલો છે. વિવિધ ટીમો વચ્ચે ખેલાઈ રહેલા આ રોમાંચક ખેલ ક્રીકેટ પ્રેમીઓ અનેરા રોમાંચ સાથે માણી રહયા છે તેની સાથોસાથ જ આવી મહત્વપૂર્ણ ક્રીકેટ સ્પર્ધાની આતુરતાથીરાહ જોનાર ક્રીકેટના મોટા મોટા સટ્ટોડીયાઓ, બુકીઓ અને પન્ટરોમાં પણ જાણે કે ભારે ઘેલમાં હોય તેમ ઠેર-ઠેર ક્રીકેટ સટ્ટાકાંડને પણ હાઈટેક રીતે કયાક ને કયાંક ખાખીધારીઓની ભ્રષ્ટ ભાગબટાઈઓ કરી-કરાવીને અંજામ આપવામાં આવી જ રહ્યા છે. આવા જ એક કિસ્સાનો તાજેતરમાં જ અમદાવાદના નાના ચિલોડા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સફળ દરોડો પાડી અને ખાખીની ભાગ બટાઈથી ક્રીકેટ સટ્ટા ચાલતા હોવા સમાન સ્થાનિક પોલીસવાળાઓનુ નાક કાપી નાખીને હાથમાં જ આપી દીધુ હોવાની ઘટના બની રહી છે. અમદાવાદમાં એસએમસીએ જે દરોડો પાડયો અને ક્રીકેટ સટ્ટાકાંડનો ખુલાસો કરી દીધો છે તેની સાથ સાથે જ કઈક અન્ય પણ મોટા ખુલાસાઓ થવા પામી રહ્યા છે અને તેને જોતા કચ્છમાં પણ આવા ક્રીકેટ સટ્ટાકાંડમાં તાજા ભુતળકામાં જ ભારે ચકચારી રહેલા આદિપુરના રાજ સહિતનાઓના કારનામાઓ તથા નામો પણ ફરીથી ચર્ચામાં આવી રહ્યા છે. 
વાત કરીએ પહેલા અમદાવાદની ઘટનાની તો અહીનાનાના ચિલોડા વિસ્તારમાં રેસ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડીને હરેશ મુલચંદાણી નામના બુકીને ઝડપી લીધો હતો. જે દુબઈમાં  ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટા બુકીઓ પાસેથી માસ્ટર આઇડી વી  તેમજ ૪ પેટા  આઈડી મેળવીને મોટાપ્રમાણમાં સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની પાસેથી મેળવેલા માસ્ટર આઈડી અને અન્ય આઈડીની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. વાત એમ બહાર આવી છે કેે હરેશ મુલચંદાણીએ વડોદરાના લિસ્ટેડ બુટલેગરવિનીદ સીંધીથી આઈડી મેળવેલ હતી અને તે આઈડીમાં માતબરરકમનું બેલેન્સ મળી આવવા પામ્યું છે. આવા સમયે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે હરેશ મુલચંદાણી, વિનોદ સીંધી, રાકેશ રાજદેવ સહિતના નામો તપાસમાં સમો આવવા પામી ગયા છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ સુધી ફેલાયેલા આ સટ્ટકાંડની ઘનિષ્ઠ તપાસ થશે તો તેની સાથોસાથ જ કચ્છના ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં પણ સટ્ટાકાંડને ધમધમાવતા શખ્સોના નેટવર્કનો પણ ખુલાસો થવા પામી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, ક્રીકેટ સટ્ટામાં આદિપુરના રાજનું નામ પણ ઘણુ કુખ્યાત રહેલું છે. આ શખ્સ અહી પોલીસ ચોપડે પણ સટ્ટાના કાંડમાં ચડી ચુકયો છે તો વળી એથીય વધારે ક્રીકેટ સટ્ટાના હવાલાઓની રકમ બે-ચાર હજારમાં ભાડુઆતી બેક એકાઉન્ટ મેળવી અને તેમાં કરોડોના ટ્રાન્જેકશન કરાયા હોવાની ફરીયાદો પણ અહી જ થવા પામી ચુકી છે. પરંતુ અહી મજાની વાત એ છે કે, આવી ફરીયાદો થવા પછી પણ રાજનો હજુ સુધી કોઈ વાળ પણ વાંકો થવા પામ્યો નથી. સ્થાનિક ખાખીધારીઓ એક યા બીજી રીતે આ રાજની સામે કાર્યવાહી કરવામાં લાજનો ધુમટો જ તાણતી હોય તેમ દર્શાય છે એટલે એસએમસી જો આ વિસ્તારમાં ત્રાટકે તો ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન જ રાજના દુબઈ-શ્રીલંકા સહિતના વિસ્તારોથી લઈ અને કચ્છ-ગુજરાતમાં ફેલાયેલા આ ઓનલાઈન ક્રીકેટ સટ્ટાકાંડ તથા ભાડુઆતી બેંક એકાઉન્ટમાં ક્રીકેટ સટ્ટાકાંડની બેનામી રકમોના હવાલા પડાયા હોવાના મોટા કૌભાંડ પરથી પણ પડદો ઉચકાઈ શકે તેમ છે.



.......................




કચ્છ માટે પનોતીરૂપ તત્કાલીન જાદુગરની બલિહારી તો જુઓ :
સાગરીત બુટલેગર વિનોદ સીંધી દુબઈથી ક્રીકેટ સટ્ટો રમાડે છે



જાદુગરનો જયારે કચ્છમાં પડાવ હતો ત્યારે આ વિનોદ સીંધી અને આસુ અગ્રવાલ જેવા બુટલેગરોને દારૂની છુટ આપી , તેમના પાસેથી ડીજીના નામે પાંચ કરોડનો સેકસન ઉઘરાવી રાજસ્થાનથી બનાસકાંઠા વાયા કચ્છ થઈ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સુધી દારૂના વેપલાની આપી હતી છુટ


ગાંધીધામ : ગુજરાતના સૌથી મોટા બુટલેગરોમાં જેનુ નામ આવે છે તેવા વિનોદ સીંધુ પોતાના દારૂના મોટાભાગના નેટવર્કને હાલમાં ઠપ્પ કરી ચૂકયો છે પરંતુ નિર્લિપ્ત રાયના ધોકાના ભયે દુબઈ ફરાર થઈ અને ત્યાથી જ બેઠા બેઠા આ વિનોદ સીંધી ક્રીકેટ સટ્ટાનો ઓનલાઈન બેનામી મોટુ સામ્રાજય ચલાવી જ રહ્યો છે તેવુ આ કિસ્સામાં તેનુ નામ ખુલતા દેખાઈ રહ્યુ છે ત્યારે છેવાડાના કચ્છમાં પણ ચર્ચા થાય છે અને જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ માટે પનોતીરૂપ તત્કાલીન જાદુગરની બલિહારી તો જુઓ..! કારણ કે વિનોદ સીંધી નામનો પાપ ગુજરાતમાં આ જાદુગર થકી જ ફાટીને ફુલેકે ગયો હતો. 
કચ્છમાં જાદુગર જયારે પાંચ-સાત વર્ષ રહ્યો તે વખતે જ આ વિનોદ સીંધીના દારૂના નેટવર્કને અડધાથી વધુ ગુજરાતમાં વાયા કચ્છથી ફેલાવવાના નેટવર્કને સક્રીય કરી દીધુ હતુ અને તેની અવેજમાં ડીજી કચેરીના નામે આ જાદુગર પાંચ કરોડનો માસીક હપ્તો પણ ઓઈયા કરી જતો હોવાનુ ચર્ચાય છે. આ જાદુગર નામની પનોતી તો કચ્છમાથી બહાર તગેડી દેવાઈ અને વિનોદ સીંધીના દારૂને પણ નિર્લિપ્ત રાય દ્વારા ડામી દેવાયો છે પરંતુ દુબઈમાં બેઠા બેઠા પણ હજુય આ વિનેાદ સીંધી કેવા કેવા કરોડોના કૌભાંડોને અંજામ આપતો ફરી રહ્યો છે તે આ દાખલા પરથી જોઈ શકાય છે. ૧૪૭ પ્રોહીબીશેનના ગુનાની સાથે જ, ગુજસીટોકનો ગુનો જેના પર નોધાયો છે તેવો વિનોદ સીંધી દુબઈમાં બેઠા બેઠા કચ્છ-ગુજરાત ઉપરાંત આખાય દેશભરમાં ક્રીકેટ બેટીંગ સટ્ટાનો હવે કીગ થઈ ગયો હોય તેમ દેખાય છે.



....................




ભુજના ઝડપાયેલા ક્રીકેટ સટ્ટાકાંડમાં કઈક ભેદભરમ :
સ્થાનિકના ભ્રષ્ટ ખાખીધારીઓ પર કેમ પગલા નહી?





૩ વર્ષથી ભુજમાં ક્રીકેટ સટ્ટો રમાડનારો બુકી મિત, કોને કોને આપતો હતો હપ્તા? કોની છત્રછાયાથી ફાટીને ફુલેક ગયો હતો આ બુકી?





ગાંધીધામ : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની તાજેતરમાં જ ખેલાયેલી ચેમ્પીયન્સ ટ્રોફીની રોમાંચક મેચ પર ક્રીકેટ સટ્ટો વૈભવશાળી કારમાં રમાડતો બુકી ભુજમાથી ઝડપી પાડવામા આવ્યો છે. મીત નામના આ બુકીની દસ લાખની મોંઘી કાર, અઈડી અને તેમાં લાખોના બેલેન્સ તથા અન્ય ૧૬ જેટલા શખ્સોના પણ નામો સામે આવવા પામી ચૂકયા છે ત્યારે પોલીસની હવે તપાસ તેજ બનેલી છે. તેવામાં બીજીતરફ આ સમગ્ર સટ્ટકાંડને લઈને સવાલો પણ થવા પામી રહ્યા છે. 
ભુજનો આ બુકી મીત ખુદ કબુલાત કરી ચૂકયો છે કે તે પાછલા ત્રણ વર્ષથી ક્રીકેટ સટ્ટો રમાડતો હતો. વિચાર તો કરો કે, જો ત્રણ વર્ષથી આ શખ્સ સટ્ટો રમાડતો હતો, તો પછી સ્થાનિક સબંધિત ખાખીધારીઓને કેમ તેની ગંધ શુદધા ન આવી? શું ખાખીધારીઓ અજાણ હતા? કે પછી પૈસાની મોહીની તળે આંખમીચામણા જ કરીને બેઠા હતા? આટલો મોટો સટ્ટે રમાડાતો હોય, ત્રણ ત્રણ વરસથી ચાલતો હોય, અને તેની સ્થાનિક સબંધિત પોલીસવાળાઓને ખબર ન પડે તે તો બની શકે તેમ નથી ? હકીકતમાં એસએમસીએ હવે જયારે સફળ રેડ પાડી દીધી છે ત્યારે આ પ્રકરણમાં ઢીલાશ દાખવનારાઓની સામે પશ્ચીમ કચ્છ એસપીશ્રી વેળાસર જ કડક પગલા લઈ અને ધાક બેસાડતો દાખલો પુરવાર કરે તે જરૂરી બની રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM