Trending News
સ્થાનિક સમાચાર

રણકાંઠામાં ગરમી સાથે લુની અસરથી જનજીવન પ્રભાવિત

11 March



રાપર : હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તથા રણકાંઠાના ગામોમા ગરમીએ માઝા મૂકી છે. ગામો તથા તાલુકા મથક રાપર શહેરમા બપોરે એક વાગ્યે સુમસામ બની જાય છે. લોકોથી ધમધમતા દેના બેંક ચોકથી માલી ચોક સુધીનો વિસ્તાર, ગાંધી ચોકથી આથમણા નાકા સહિતના વિસ્તારમાં લોકોની ચહલપહલ નહિવત જોવા મળે છે. સખત ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકોએ ઘરમા રહેવું મુનાસિબ માન્યું છે. તો લીંબુ, પાણી, શેરડી રસ તથા અન્ય ઠંડા પીણાનો આસરો લઈ ઠંડક મેળવવા માટે પ્રયાસ કરે છે. અબોલ પશુઓ ઝાડના છાંયડામાં રહેવું મુનાસિબ માન્યું છે. દેશી ફ્રીઝ ગણાતા માટલા લેવા માટે અને દેશી પાણીના માટલાનુ પાણી પીવાનુ મુનાસિબ માન્યું હતું. ગરમી તથા લુના લીધે રાપર શહેર તથા રણકાંઠામાં ગરમી સાથે લુ તથા હિટવેવ જોવા મળે છે.
-----

Comments

COMMENT / REPLY FROM